

કિંજલ કારસરીયા, જામનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણતંત્ર દિવસે પહેરેલી પાઘડીને લઈને ફરી ચર્ચામાં આવ્યા છે. જામનગરના રાજવી પરિવાર દ્વારા ભેટ અપાયેલી હાલારી પાઘડી જામનગરના વિક્રમસિંહ જાડેજાએ બનાવી છે. દિલ્હીમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વડાપ્રધાન મોદીએ પહેરેલી પાઘડીની ચર્ચામાં થઇ રહી છે.


PM મોદીએ આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા જામનગરની ખાસ હાલારી પાઘડી સાથે જોવા મળ્યા હતા. આ હાલારી પાઘડી PM મોદીને જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશ્લ્યજીએ ભેટ આપી હતી. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે. આ પ્રસંગે જામનગરના રાજવી પરિવારે ખાસ પાઘડી ભેટ આપી છે. આ પાઘડી જામનગરના વિક્રમસિંહ જાડેજાએ બનાવી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પહેરવેશને લઈને અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72માં ગણતંત્ર દિવસ નિમિત્તે જામનગરની હાલારી પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા જાણીતા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક વખત જામનગરના રાજવી જામ શત્રુશલ્યજીને મળી ચૂક્યા છે. જામસાહેબ શત્રુશલ્યજીએ નરેન્દ્ર મોદીને આપેલી હાલારી પાઘડી જામનગરના જ વિક્રમસિંહ જાડેજાએ બનાવી છે.


વિક્રમસિંહ જાડેજા વિશ્વના છ દેશોમાં પાઘડી અને સાફા બનાવવા માટે ખ્યાતિ મેળવી ચૂકેલા છે. હાલારી પાઘડી બનાવનાર વિક્રમસિંહ જાડેજાએ News18 સાથે વાતચીતમાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2011માં મુખ્યમંત્રી હતા તે વખતે સદભાવના ઉપવાસ વખતે જામનગરમાં આવ્યા હતા. ત્યારે પણ જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યજીએ ખાસ પાઘડી પહેરાવી અભિવાદન કર્યું હતું. ત્યારે આજે ફરી 2021માં 10 વર્ષ બાદ જામનગરના રાજવી પરિવારની હાલારી પાઘડી PM મોદીના શિરે જોવા મળી છે. આ બંને પાઘડી જામનગરના રાજવી પરિવારે આપેલી છે અને તેને બનાવનાર પણ જામનગરના વિક્રમસિહ જાડેજા જ છે.