

ગોવિંદ કરમુર, દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા (Dwrka) માટે રવિવારનો દિવસ ગોઝારો બની રહ્યો છે. આજે બપોરે જિલ્લામાં બોલેરો અને એક્ટિવા (Bolero-Activa Accident) વચ્ચે એક ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે પતિ-પત્નીનું (Husband Wife Died) મોત નીપજ્યું હતું જ્યારપે પુત્રને ઇજા પહોંચી હતી. રવિવારની બપોરે એક બાર વર્ષના દીકરાએ કાળમુખા અકસ્માતમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી નાખતા હૈયાફાટ રૂદન


બનાવની વિગતો એવી છે કે આજે બપોરે જામખંભાળિયા ભાણવડ રોડ પર માંઝા ગામ પાસે કરૂણાંતિકા ઘટી છે. અહીંયા એક પીકઅપ ડાલાએ એક્ટિવાને ટક્કર મારી હતી. એક્ટિવામાં સવાર પતિ-પત્ની અને બાળક ફંગોળાઈને ફેંકાઈ ગયા હતા. જ્યારે એક્ટિવાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.


અકસ્મતામાં પટકાયેલા પતિ-પત્નીને સારવાર મળે તે પહેલાં જ તેમના પ્રાણ નીકળી ગયા હતા જ્યારે માતાપિતા પુત્રની નજર સામે મોતને ભેટકા એક માસુમ બાળકની દુનિયા લૂંટાઈ ગઈ છે. હૈયુ ચીરી નાખતી આ કરૂણાંતિકામાં ભાણવડાના દંપતીનું મોત થયું છે.


પ્રાપ્ત વિગતો મુજબ મૃતક કેતન પરમાર અને જ્યોતિ પરમાર મૃત્યુ પામ્યા છે. આ ઘટના બાદ સ્થાનિકોએ આવી અને 108ને જાણ તો કરી હતી પરંતુ એમ્બ્યુલન્સ આવે તે પહેલાં પરમાર પરિવારના મોભીઓના અવસાન થઈ ગયા હતા.


ઇજાગ્રસ્ત બાળકનો સદ્દનસીબે જીવ બચી ગયો છે, જેને તાત્કાલિક તકેદારી રાખી અને જામ ખંભાળિયાની સરકાર હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. આ અકસ્માતમાં તેણે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું છે.