

દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ ગીર સોમનાથનાં (Gir somnath) પેઢાવાડા ગામની (pedhavada village) ગરીબ પરિવારની દીકરીએ (poor family daughter) જુડોમાં ગોલ્ડ મેડલ (Gold medal in judo) મેળવી પરિવારનું નામ કર્યું રોશન છે. દેશમાં યોજાતી ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ (Gold medal in Khelo India competition) સહિત અનેક સ્પર્ધામાં નામ કર્યું રોશન છે.


મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથનાં પેઢાવાડા ગામમાં જ્યાં ભુપતભાઈ નામનાં વ્યક્તિ રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. બે દીકરી, એક દીકરો અને પતિ-પત્ની આમ કુલ પાંચ લોકોનો આ પરિવાર માત્ર ભુપતભાઈ રોજગારી પર નિર્ભર છે.


પરંતુ ભુપતભાઈનાં પરિવારે ક્યારેય કલ્પના ન કરી હોય તેમ તેમના પરિવારની એક દસમાં ધોરણમાં અભ્યાસ કરતી દીકરીએ જુડો ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી પોતાનું નામ ગીર સોમનાથ સહિત ગુજરાતમાં રોશન કર્યું છે.


સરકારે જુડો ચેમ્પિયન સોનલ ડોડિયાની કુશળતા પિછાણી તેના અભ્યાસ અને જુડોની તાલીમનો પૂરો ખર્ચ ઉપાડી લીધો છે. આ દીકરીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૂત્ર "બેટી બચાઓ, બેટી પઢાઓ'' સૂત્રને સાર્થક કર્યું છે.


ગીર સોમનાથ જિલ્લાનાં નાનકડા ગામ પેઢાવાડા ગામની બહાદુર દીકરી આજે દેશની જુડો ચેમ્પિયન બની ચુકી છે. ખેલો ઇન્ડિયા સ્પર્ધા-2019માં નેશનલ ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. પ્રથમ વખત જુડોમાં આ છોકરીની પસંદગી રાજકોટ ખાતે થઈ હતી.


ખેલ મહાકુંભ દરમિયાન જુડોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ નડિયાદ એકેડેમી ખાતે એડમિશન મેળવ્યું હતું. એકેડેમીમાં સખ્ત મહેનત કરી "ખેલો ઇન્ડિયા'' માં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો અને આગળ વધતી ગઈ.


આજ સુધીમાં આ છોકરીએ 6 ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ અને સિલ્વર સહિત કુલ 19 મેડલ જુડોમાં મેળવ્યા છે. 'કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી' તે સમજી ચુકેલી આ છોકરી પેઢાવાડા ગામમાં પોતાના નાકડા ઘરમાં રહે છે. તો પોતાના પરિવારને ઘર કામમાં પણ મદદરૂપ બને છે.


10માં ધોરણમાં ભણતી હોય અભ્યાસમાં પણ પુરૂ ધ્યાન આપે છે. તે અભ્યાસ અને રમત બંનેમાં આગળ વધવાની મહેચ્છા રાખે છે. સવારે 5 વાગ્યે જાગ્યા બાદ રાત્રે 11 વાગ્યા સુધી સતત એક્ટિવ રહે છે.