

પ્રણવ પટેલ, અમદાવાદ : આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી (Coronavirus) વચ્ચે ઝઝૂમી રહ્યો છે. જેનો ભોગથી ભારત દેશ પણ બાકાત રહી શક્યો નથી . ત્યારે ગુજરાતમા (Gujarat Coronavirus) પણ કોરોના કેસ એક પછી એક વધી રહ્યા છે . આ સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે . ત્યારે ભારતની ત્રણ મોટી સંસ્થાઓ કોરોના વેક્સિનનુ તબક્કાવાર પરિક્ષણ કરી ચુક્યા છે . જે એક રાહતના અને મોટા સમાચાર છે .


અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનેશન (Ahmedabad Corona vaccination programmed) કઇ રીત પ્રથમ તબક્કાના આપવામા આવશે . તે અંગે અમદાવાદ કોર્પોરેશન દ્વારા આયોજન ભાગ રૂપે બેઠક મળી હતી.શહેરના તમામ આરોગ્ય વિભાગ સાથે જોડાયેલ અધિકારી વચ્ચે બેઠક મળી હતી.આ બેઠકમાં પ્રાઇવેટ હોસ્પિટલ એશોસિએસનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા .અમદાવાદ શહેરની એક અંદાજ મામલામાં આવી રહ્યો છે કે 50 હજાર કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં આ વેક્સિન અપાશે


આરોગ્ય વિભાગના જાણકાર સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં પ્રથમ તબક્કામાં 50 હજાર લોકોને વેક્સિન અપાશે . જેની તૈયારીના ભાગ રૂપે એએમસી ખાતે ઉચ્ચ અધિકારી બેઠક મળી હતી . વેક્સિન આપનાર વ્યક્તિઓના એએમસી દ્વારા ડેટા તૈયાર કરાઇ રહ્યા છે . જેની તૈયારીઓ એએમસી આરોગ વિભાગ કરી રહ્યું છે.


હોસ્પિટલ , અર્બન હેલ્થ સેન્ટર , કોવિડ કેર સેન્ટર , અને કોવિડ -19 લગતી કામગીરી કરતા વ્યક્તિ વેક્સિન પ્રથમ તબક્કામાં અપાશે . જેના માટે સરકાર દ્વારા એપ્લિકેશન લોન્ચ કરાશે . આ એપ્લિકેશનમા વેક્સિનમાં તમામ ડેટા રાખવાના આવશે . જેથી અન્ય કોઇ વ્યક્તિ દુર ઉપોયગ ન કરે તેની પણ ખાસ વ્યવસ્થા કરાશે.


ભારતમાં ત્રણ રસીનું અંતિમ તબક્કામાં પરિક્ષણ ચાલી રહ્યું છે. કોવિડ -19 રસી (Covid-19 Vaccine) ટુક સમયમાં દેશમાં ઉપલબ્ધ થનાર છે . વેક્સિન ઝડપથી અને યોગ્ય વિતરણ થઇ શકે તે માટે અલગ અલગ કમિટીઓ બનાવામા આવી છે.