

Gujarat Corona updates : રાજ્યમાં કોરોના વાયરસના (gujarat corona cases on 25-11-2020) કેસ બેકાબૂ બની રહ્યા છે તેવામાં આજે 23મી નવેમ્બરે સોમવારે સાંજે 1540 નવા કેસ નોંધાયા છે જ્યારે 14 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 349 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 219 કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં 14 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 201949 પર પહોંચી ગયો છે.


રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 349, સુરતમાં 278, વડોદરામાં 1169, રાજકોટમાં 127, મહેસાણામાં 45, બનાસકાંઠામાં 57, પાટણમાં 49, ગાંધીનગકરમાં 80, ખેડામાં 30, જામનગરમાં 44, પંચમહાલમાં 27, અમરેલીમાં 26, ભરૂચમાં 26, મોરબીમાં 24, આણંદ અને સુરેન્દ્રનગરમાં 20-20 કેસ નોંધાયા છે.


જ્યારે કચ્છમાં 19, મહીસાગરમાં 18, ભાવનગરમાં 19, દાહોદમાં 16, જૂનાગઢમાં 20, ગીરસોમનાથમાં 9, બોટાદમાં 8, નવસારીમાં 7, અરવલ્લીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 6, છોટાઉદેપુરમાં 5, નર્મદા, પોરબંદર 4-4, તાપીમાં 4, વલસાડમાં 3 કેસ મળીને કુલ 1540 કેસ નોંધાયા છે.


રાજ્યમાં હાલમાં કુલ 14287 એક્ટિવ કેસ છે, આ પૈકીના 96 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના 14191 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 1,83756 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધીમાં કુલ 3906 દર્દીઓનાં મોત થયા છે. આજે રાજ્યમાંથી 1283 દર્દીઓ સાજા થયા છે.


દરમિયાન રાજ્યમાંથી આજે અમદાવાદમાં 10, સુરતમાં 2, બોટાદમાં 1, વડોદરામાં 1 મળીને કુલ 14 દર્દીનાં મોત થયું છે. અમદાવાદ કોરોનાનું કબ્રસ્તાન બનવા તરફ જઈ રહ્યું હોય તેવા એંધાણ આવી રહ્યા છે. દરમિયાન રાજ્યનો રિકવરી રેટ 90.99 ટકાએ પહોંચી ગયો છે. પ્રતિકાત્મક તસવીર


ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs)બુધવારે કોરોના વાયરસ (Coronavirus)મહામારીને લઇને કન્ટેઇનમેન્ટ ઝોન (Containment), સર્વિલાન્સ અને સાવધાનીને લઈને નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યાં કડકાઇથી નિયમોનું પાલન કરવામાં આવે. કોરોનાના મામલામાં જે ઘટાડો આવ્યો છે તેને યથાવત્ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કડકાઇથી નિયમોનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે ભીડવાળા સ્થાનો પર સાવધાની રાખવા અને ભીડને નિયંત્રિત કરવાને લઈને પણ નિર્દેશ આપ્યો છે. પ્રતિકાત્મક તસવીર