

ઋત્વીજ સોની, અમદાવાદ: શહેરના વસ્ત્રાલમા (vastral) ભાડુઆતે દુકાનના માલીકની (Shop owner murder) ઘાતકી હત્યા કરતા સનસનાટી મચી ગઈ. રામોલ પોલીસે (Ramol police) હત્યા કરનાર ભાડુઆતની ધરપકડ કરી છે. આ હત્યા કાવતરૂ (Murder conspiracy) રચીને કરી હોવાની શંકાને લઈને પોલીસે આરોપીની પુછપરછ શરૂ કરી હતી.


વસ્ત્રાલમા આવેલા વેદશ્રી રેસિડેન્સી એન્ડ શોપીંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફલોરમા આવેલા યમરાજ પાન પાર્લરમા 69 વર્ષના બીપીન પ્રજાપતીની પાર્લરમાં હત્યા કરેલો મૃતદેહ મળતા સનસનાટી મચી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ કરતા હત્યા ભાડુઆતે કરી હોવાનુ ખુલતા પોલીસે ભાડુઆત હિતેન્દ્રસિંહ દરબારની ધરપકડ કરી છે. બીપીનભાઈ પ્રજાપતીએ પોતાની દુકાન દશરથ ઠાકોર નામના વ્યકિતને રૂ 17 હજારના ભાડા પેટે આપી હતી. પંરતુ દશરથ ઠાકોર ઘણા સમયથી ભાડુ ચુકવતો ન હતો. દશરથ ઠાકોરને ભાડાના રૂ 50 હજાર ચુકવવાના બાકી હતી. જેને આપવા માટે શુક્રવારે બીપીનભાઈને બોલાવ્યા હતા.


બીપીનભાઈ ઘરેથી ભાડુ લેવાનુ કહીને દુકાને આવ્યા પરંતુ તેમનો મોબાઈલ બંધ આવતા પરિવારને શંકા ગઈ અને તેઓએ દુકાને જઈ તપાસ કરતા તેમનો હત્યા કરેલી હાલતમા મૃતદેહ મળ્યો હતો. હિતેન્દ્રસિંહ દરબારે વૃધ્ધની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે બાતમી અને કોલ લોકેશનના આધારે ગણતરીની કલાકોમા આરોપીને ઝડપી લીધો હતો.


પોલીસ તપાસમા સામે આવ્યુ કે હિતેન્દ્રસિંહ વસ્ત્રાલના સુમીનપાર્કમા રહે છે. આરોપીએ દશરથ ઠાકોર પાસેથી આ દુકાન ભાડે લીધી હતી. જયારે બીપીન પ્રજાપતીએ પોતાની દુકાન દશરથ ઠાકોરને ભાડે આપી હતી.


અને ભાડુ નહિ ચુકવતા બીપીનભાઈ ઉઘરાણી કરતા હતા. જેથી હિતેન્દ્રસિહ દરબારે માથા અને છાતીના ભાગે તિક્ષણ હથિયારથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી. આ હત્યામા અન્ય કોઈ વ્યકિતની સંડોવણી છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી. વસ્ત્રાલમા હત્યા કેસમા પોલીસે આરોપીની તો ધરપકડ કરી છે. પરંતુ ભાડુઆત દશરથ ઠાકોરે ભાડાના નામે બીપીનભાઈ પ્રજાપતીને બોલાવ્યા હતા. જયારે અન્ય ભાડુઆતે હત્યા કરી હતી. જેથી આ હત્યા પાછળ ષડયંત્ર હોવાની પોલીસને શંકા છે. હાલમા રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.