

Coronavirus in India: ભારતમાં કોરોના સંક્રમણ સાથે જોડાયેલા સારા સમાચાર એ છે કે કોવિડ-19 સામે લડી 96.64% દર્દી સાજા થઈ ગયા છે. દુનિયાના ટૉપ-20 સંક્રમિત દેશોની તુલનામાં ભારતમાં સૌથી ઝડપથી કોરોનાના દર્દી સાજા થઈ રહ્યા છે. અમેરિકાનો રિકવરી રેટ 59.08% છે. બ્રાઝીલમાં અત્યાર સુધી 87.54% દર્દી સાજા થઈ ચૂક્યા છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,823 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 162 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,05,95,660 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 2 લાખ 45 હજાર 741 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 16,988 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,97,201 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,52,718 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 19 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,85,66,947 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 7,64,120 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 485 નવા કેસ નોંધાયા છે જ્યારે તેની સામે 709 દર્દીઓ સાજા થઈને પરત ગયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતા અને સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતા કુલ 95.98 ટકા દર્દીઓ અત્યારસુધીમાં સાજા થઈ ગયા છે. રાજ્યમાં વેક્સિનેશનના દોરની વચ્ચે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યનાં 2,46,516 દર્દીઓએ કોરોનાને મહ્તા આપી દીધી છે જ્યારે 4,369 દર્દીઓનાં દુ:ખદ નિધન પણ થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


અમદાવાદમાં 103, સુરતમાં 92, વડોદરામાં 95, રાજકોટમાં 65, મહેસાણામાં 14, કચ્છમાં 11, જામનગરમાં 19, ગાંધીનગરમાં 14, ખેડામાં 8, દાહોદમાં 7, ભાવનગરમાં 6, જૂનાગઢમાં 9, સાબરકાંઠામાં 5, મોરબીમાં 4, નર્મદામાં 4, પંચમહાલમાં 4, અમરેલીમાં 2, ગીરસોમનાથમાં 2, પાટણમાં 2, પોરબંદરમાં 2, સુરેન્દ્નનગરમાં 2, તાપીમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, મહીસાગરમાં 1, નવસારીમાં 1 એમ કુલ મળીને 485 નવા કેસ નોંધાયા છે. જ્યારે 709 દર્દીઓ સાજા થયા છે. (પ્રતીકાત્મક તસવીર)