

Coronavirus in India: ભારતમાં કુલ 20,23,809 લોકોને કોરોના વેક્સીનેશન (Corona Vaccination) કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. ગણતંત્ર દિવસ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,102 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. નોંધનીય છે કે, 7 મહિના બાદ 10 હજારથી ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 117 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,06,76,838 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 3 લાખ 45 હજાર 985 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 15,901 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,77,266 એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ 96.8 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,53,587 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગણતંત્ર દિવસે (Republic Day 2021) જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 19,30,62,694 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 7,25,577 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા વેક્સિનેશન (Corona Vaccination)ની વચ્ચે વાયરસના વળતા પાણી શરૂ થઈ ગયા છે. આજે છેલ્લા 24 કલાકમાં ફક્ત 390 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યભરમાંથી 707 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસ (corona Virus)ના વળતા પાણી છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદમાં 94, સુરતમાં 85, વડોદરામાં 94, રાજકોટમાં 45, પંચમહાલમાં 9, કચ્છમાં 8, નર્મદામાં 7, ડાંગમાં 6, દાહોદમાં, ગીરસોમનાથમાં 5-5, ભરૂચમાં 4, ગાંધીનગરમાં 8, ભાવનગરમાં 3, જૂનાગઢમાં 5, અમરેલી,આણંદ, જામનગરમાં 2-2, વલસાડમાં 2, અરવલ્લી, બનાસકાંઠા, મહીસાગર, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ મળીને કુલ 390 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં હવે એક્ટિવ કેસનો આંકડો 4345 પર પહોંચી ગયો છે જે પૈકીના 46 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 4299 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,50,763 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે 4379 દર્દીઓનાં મૃત્યુ થયા છે. (પ્રતીકાત્મક તસવીર)