

Coronavirus in India: ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ગત વર્ષ 16 જૂન બાદ આજે 10 હજાર લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ ટેસ્ટિંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,064 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 137 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,05,81,837 થઈ ગઈ છે. (REUTERS/Francis Mascarenhas)


ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 2 લાખ 28 હજાર 753 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 17,411 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,00,528 ક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,52,556 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 18 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,78,02,827 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં માત્ર 7,09,791 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતની વાત કરીએ તો, 18મી જાન્યુઆરીએ સાંજે નોંધાયેલા આંકડા મુજબ કોરોના વાયરસના (Gujarat Corona cases) કેસમાં સતત ઘટાડા સાથે ફક્ત 495 નવા કેસ હૉસ્પિટલમાં નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 700 દર્દીઓ સાજા થયા છે જ્યારે 2 દર્દીનાં દુ:ખદ મોત થયા છે. 24 કલાકમાં નવા કેસની સંખ્યા અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ઉમેરાતા કુલ 2,45, 807 દર્દી સાજા થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


અમદાવાદમાં 101, સુરતમાં 94, વડોદરામાં 98, રાજકોટમાં 73, દાહોદમાં 16, કચ્છમાં 13, જૂનાગઢમાં 13, ગાંધીનગરમાં 15, ખેડામાં 7, આણંદમાં 6, મોરબીમાં 6, સાબરકાંઠામાં 5, ગીરસોમનાથમાં 5, જામનગરમાં 7, મહરેસાણામાં 4, પાટણમાં 4, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પંચમહાલમાં 3, ભાવનગરમાં 3, મહીસાગરમાં 1, નર્મદામાં 1, પોરબંદરમા, સુરેન્દ્રનગર, તાપીમાં 1-1 વલસાડમાં 1 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)