PMને કોરોના રસીનો બીજો ડોઝ આપવો એ મારું સૌભાગ્ય: પંજાબની સિસ્ટર નિશા શર્મા
પીએમ મોદીને રસીનો બીજો ડોઝ આપનારી સિસ્ટર નિશા શર્મા (Nisha Sharma) સંગરુર પંજાબમાંથી આવે છે. નિશા AIIMS ખાતે નર્સિંગ ઑફિસર (Nursing officer) તરીકે ફરજ બજાવે છે. હાલમાં નિશા વેક્સીનેશન સેન્ટર ખાતે કામ કરે છે.


નવી દિલ્હી: પીએમ મોદીએ આજે Covaxin રસીનો બીજો ડોઝ લીધો છે. નવી દિલ્હીની AIIMS ખાતે આજે પંજાબની સિસ્ટર નિશા શર્માએ પીએમ મોદીએ વેક્સીનનો બીજો ડોઝ (PM Modi vaccine second dose) આપ્યો હતો. પીએમ મોદીને રસીનો બીજો ડોઝ આપનારી સિસ્ટર નિશા શર્મા (Nisha Sharma) સંગરુર પંજાબમાંથી આવે છે. નિશા AIIMS ખાતે નર્સિંગ ઑફિસર (Nursing officer) તરીકે ફરજ બજાવે છે. હાલમાં નિશા વેક્સીનેશન સેન્ટર ખાતે કામ કરે છે.


રસીનો ડોઝ આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં નિશા શર્માએ જણાવ્યું હતું કે, "મેં પીએમ મોદીને રસીનો બીજો ડોઝ આપ્યો છે. આ મારું સૌભાગ્ય છે. સવારે જ અમને ખબર પડી હતી કે પીએમ કોરોના વેક્સીનના બીજા ડોઝ માટે AIIMS આવી રહ્યા છે. અમે અમારે તેમને વેક્સીને આપવાની છે. અમે તેમને વેક્સીનનો બીજો ડોઝ આપ્યો હતો. તેમને મળીને ખૂબ સારું લાગ્યું. તેમણે અમારી સાથે વાતચીત કરી. અમે ક્યાંથી આવીએ છીએ તે અંગે પૂછપરછ કરી હતી. જે બાદમાં અમારી સાથે ફોટોગ્રાફ્સ પણ લીધો હતો. કોરોના મહામારીને સ્થિતિમાં તેમને મળવાનો અને તેમને વેક્સીન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે ખરેખર યાદગાર ક્ષણ અને ગૌરવની વાત છે."


ઉલ્લેખનીય છે કે પીએમ મોદીને પ્રથમ ડોઝ પોન્ડુચેરી (Puducherry)ની સિસ્ટર નિવેદાએ આપ્યો હતો. હાલમાં નિવેદા ઇન્ફેક્શન કંટ્રોલ કમિટીમાં કામ કરી રહી છે. પીએમ મોદીને બીજો ડોઝ આપતી વખતે નિવેદા પણ હાજર રહી હતી. નિવેદાએ સિસ્ટર નિશા શર્માને માર્ગદર્શન આપ્યું હતું. બીજો ડોઝ આપ્યા બાદ નિવેદાએ જણાવ્યું હતું કે, "પીએમ મોદી સાથે મળવાનો બીજો મોકો મળ્યો એ મારું સૌભાગ્ય છે. તેમને મળીને ખૂબ આનંદ થયો. તેઓએ અમારી સાથે તસવીર પણ લીધી હતી."


રસીકારણ અભિયાનમાં તેજી આવશે: ઉલ્લેખનીય છે કે કોરોનાની રસીને લઈને હાલ લોકોમાં અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. પીએમ મોદીએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ અને લોકોએ તેમનામાંથી પ્રેરણા લઈને કોરોનાની રસી મૂકાવી હતી. હાલ 45 વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકો પોતાના નામની નોંધણી કરાવીને ખાનગી અને સરકારી હૉસ્પિટલ ખાતે કોરોનાની રસી લઈ શકે છે.


11 એપ્રિલથી વર્ક પ્લેસ પર લોકોને કોરોના રસી લગાવવામાં આવશે: કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કાર્યસ્થળ પર જ રસીકરણની મંજૂરી આપવા જઈ રહી છે. જો કોઈ કાર્યસ્થળ પર 100 લાભાર્થીઓ હોય તો, કોવિડ રસીકરણ કેન્દ્ર ત્યાં જ બનાવવામાં આવશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 11 એપ્રિલથી આ કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા હુકમ મુજબ જો કોઈ ખાનગી અથવા જાહેર સંસ્થામાં 100 પાત્રતા ધરાવતા લાભાર્થીઓ હોય તો તે કાર્યસ્થળે કોવિડ રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવે.