

કેતન પટેલ, મહેસાણાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat local body polls) મતદાનના (polling day) આડે હવે એક દિવસ બાકી રહ્યો છે ત્યારે ચૂંટણી પ્રચાર (election campaign) જોરશોરથી થઈ રહ્યો છે. રાજકિય પક્ષો મતદાતાઓને આકર્ષવા માટે અલગ અલગ રીતો અપવનાવતા હોય છે ત્યારે મહેસાણા જિલ્લા પંચાયતના જોટાણા બેઠકના (jotana seat) ભાજપના ઉમેદવાર (BJP candidate) વિન્ટેજકારમાં (Vintagecar) ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળ્યા હતા. આ વિન્ટેજ કાર ચૂંટણી પ્રચારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.


મળતી માહિતી પ્રમાણે આજે શુક્રવારે મહેસાણા જિલ્લા પંચાયતની 14 જોટાણા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ગણપતભાઈ પટેલના સમર્થન ભવ્ય બાઇક રેલી અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ રેલી જિલ્લા પંચાયત સીટના 18 ગામોમાં ફરી હતી ત્યારે આ રેલીમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર એ વિન્ટેજ કાર બની હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કારોનો કાફલો અને બાઇકોનો કાફલો જોવા મળ્યો હતો.


ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં છ મહાનગરપાલિકાની ચુંટણીઓ પુર્ણ થઈ છે અને હેવ તાલુક જીલ્લા અને પાલિકાની ચુંટણી માટે આગામી 28 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.