

કિર્તેશ પટેલ, સુરત : પુણા કુંભારીયા રોડ પર મહિલાના આપઘાત મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. મહિલાના મોત મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પતિ –પત્ની વચ્ચે દોઢ વર્ષ પહેલા નજીવી બાબતે ઝઘડો થયો હતો. જે મામલે પત્નીના પિયર પક્ષે માર મારી ધમકી આપી હતી. જેની અદાવતમાં પત્નીને મોર્નિંગવોક દરમ્યાન એક્સિડન્ટ કરી મારી નાંખવાનો પ્લાન ઘડેલ હતો. અને મહિલાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તેને ટ્રક નીચે ફેકી દઈ હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં પોલીસે પતિ સહીત બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્ય વાહી હાથ ધરી છે.


સુરતમાં પુણા કુંભારિયા ગામ ની આરતી રેસિડેન્સીમાં રહેતા અનુજ યાદવના ફેબ્રુઆરી 2017 માં શાલિની સાથે લગ્ન થયા હતા બે દિવસ પહેલા મહિલા મોર્નિંગ વૉક પર નીકળી હતી તે સમયે કારની અડફેટે તેનું મોત નીપજયું હતું જોકે આ મામલે મહિલાના તેની હત્યા કરાઇ હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સમગ્ર મામલે પતિને પૂછપરછ કરતાં પતિએ પોલીસમાં અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધી હોવાનું જણાવ્યું હતું અને પોતાના નિવેદનમાં લખાવ્યું હતું કે 8મી જાન્યુઆરીના રોજ તે પત્ની સાડીની સાથે સવારે મોર્નિંગ વોક પર નીકળ્યો હતો અને કાર ચાલકે અડફેટે લેતા મોતને ભેટી હતી જોકે આ મામલે પોલીસને શંકા જતા પોલીસે પતિની જ ઉલટ તપાસ શરૂ કરી હતી જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.


પોલીસ તપાસમાં પતિએ ટ્રક ડ્રાઈવર સાથે મળી પત્નીની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપી પતિ અનુજકુમાર યાદવ અને હત્યામાં તેની મદદ કરનાર મોહમંદ નામ ઉર્ફે પપ્પુ so મોહમંદ ઉસ્માન ઇસ્લામની ધરપકડ કરી છે. મહિલાના મોત મામલે તેના પિતાએ જણાવ્યું હતું કે લગ્નના ત્રણ ચાર મહિના પછી જ તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું અને અનુજ ની બહેન પૂજા અર્થે નિરૂપણ તેને હેરાન ગતિ કરતી હતી.


જેથી તે તેની પુત્રીને ઘરે લઈ આવ્યો હતો અને એક મહિના બાદ પરત મોકલી હતી વર્ષ 2018 માં તેઓ પાંચ લાખ રૂપિયા માંગવા આવ્યા હતા જે કે પ્રથમ તેમણે બે લાખ આપ્યા બાદ બાકીના 3 લાખ બટાકા ના પાક તૈયાર થતાં મોકલવાનું વચન આપ્યું હતું જો કે મહિલાના મોત મામલે પિતાને શંકા ત્યારે થઈ જ્યારે પતિ મહિલાને મોર્નિંગ વોક પર લઇ ગયો હતો સામાન્ય રીતે પરિવાર 10 વાગે જાગે છે તો પછી સવારે મોર્નિંગ વોક પર કેવી રીતે લઈ જય શકે જોકે પોલીસે આ મામલે તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો છે.


દોઢેક વર્ષ અગાઉ પત્ની ચાલીને સાથે પતિ અનુજ નો ઝઘડો થયો હતો જેને લઇને મહિલાએ તેના માતા-પિતાને જાણ કરતા તેના પિતા કાકા તથા ભાઈઓ એ પતિને મારી ધમકાવ્યો હતો જોકે જે તે સમયે મામા એ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. જો કે ત્યારબાદ આરોપી અનુજકુમાર યાદવ તથા મરણજનાર શાલીની યાદવને અંદરો અંદર બોલચાલ થતા શાલીની યાદવે આરોપી અનુજકુમાર યાદવને અગાઉના જુની ઝઘડાની વાતો કે જે વાતો આરોપી અનુજકુમાર ભુલી ગયેલ હતો તે તાજી કરાવેલ જેથી આરોપી ટેન્શનમાં રહેતો હતો અને તેના મગજમાં એજ જુની ઝઘડાની વાતો ચાલ્યા કરતી હતી.


જેથી, આરોપીએ તેની પત્નીને મારી નાંખવા માટે મોહમંદ નામ ઉર્ફે પપ્પ so મોહમંદ ઉસ્માન ઇસ્લામનો સંપર્ક કરી અનુજકુમાર યાદવ તેમજ તેની પત્ની બાબતેની તમામ ગતીવીધીથી વાકેફ કરેલ હતો અને કુંભારીયા થી કડદોરા જતા મેઇન હાઇવેના સર્વિસ રોડ ઉપર વહેલી સવારે મોર્નિંગવોક દરમ્યાન શાલીની યાદવનુ એક્સિડન્ટ કરી મારી નાંખવાનો પ્લાન ઘડેલ હતો.


મોહમંદ નઇમ ઉર્ફે પપ્પ નાઓ રેતી ખાલી કરાવવાના બહાને એક ટ્રક લઇ આવેલ અને અગાઉના પ્લાન મુજબ કુંભારીયા થી કડદોરા જતા મેઇન હાઇવેના સર્વિસ રોડ ઉપર ટ્રક થોભાવી દિધેલ અને પોતે ટ્રક માંથી નીચે ઉતરી છુપાઇ ગયેલ અને થોડીવાર બાદ અનુજ તેમજ તેની પત્ની શાલીની મોર્નિંગવોક માટે ચાલતા ચાલતા આવતા હતા અને તેઓને આરોપી નઇમ ઉર્ફે પપ્પએ જોઇ લીધેલ અને અનુજ સાથેના પ્લાન મુજબ તેઓ થોડે આગળ ગયેલા અને પરત ટ્રક પાસે આવતા અનુજ તથા નામ ઉર્ફે પપ્પએ મળી શાલીનીનું ગળુ દબાવી દીધું હતો.