

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) આમતો જાહેરમાં જન્મ દિવસની ઉજાણી (Celebration) કરવાની ફેશન છે ત્યારે આ ફેશનમાં વધુ એક જન્મદિવસની ઊજવણી કરતા વિવાદ સર્જાયો છે. સુરતના રાજકીય આગેવાન દ્વારા દેશના રાષ્ટ્રધ્વજની થીમ (National Flag of India) કેકે ત્યારી કરી તેનું કટીંગ કરી જન્મ દિવસ ઉજાણી કરતા વીડિયો (video) અને ફોટા સોશિયલ મીડિયામાં (Social Media) મીડિયામાં વાઇરલ (Viral) તથા વિવાદ ઉભો થયો છે. આ કેક તેમણે પોતાના કોઈ મિત્રના જન્મદિવસની શુભેચ્છાઓ આપતી તસવીરમાં મૂુકી છે ત્યારે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. જોકે, આ કેક તેમના જન્મદિવસની છે કે મિત્રના જન્મદિવસની તે સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ સોશિયલ મીડિયામાં આ કેકની તસવીરો વાયરલ થઈ રહી છે.


સુરત દેશનું સૌથી વિકસિત શહેર છે, જોકે આ વિકાસ એટલી હદે વધ્યો છે કે અહીંયા કાયદાના નિયમોનું પાલન નથી થતું અને લોકો કાયદાના લીલેલીરાં ઉડાવતા હોય છે. જોકે આ શહેરમાં જાહેરમાં જન્મ દિવસની ઉજાણી કરી પોલીસ કમિશનર જાહેરનામાના ભંગ સાથે હાલમાં ચાલતી કોરોના ગાઈડલાઇનનો ભંગ કરતો જોવા મળે છે, પણ એક રાજકીય આગેવાને તો પોતાના જન્મ દિવસની ઉજાણી કરી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.


આ રાજકીય આગેવાને પોતાના જન્મદિવસે એક કેક તૈયાર કરાવી હતી. જોકે, કેક દેશના રાષ્ટ્રધ્વજ વાળી બનાવામાં આવી છે. જોકે કેકમાં રાષ્ટ્રધ્વજ તો બનાવામાં આવ્યો હતો પરંતુ તેમાં પણ તેમાં અશોકચક્ર પણ ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જોકે આવી કેક એટલેકે રાષ્ટધ્વજ કાપીને પોતાના જન્મદિવસની ઉજાણી કરવામાં આવી હતી.


જોકે આ મહાશય અજિત સિંગ રાજપૂત આમતો ભાજપના યુવા મોરચા સાથે જોડાયેલ છે અને રાજ્યના પ્રદેશ પ્રમુખ સાથે તેમના અનેક ફોટા પણ સોશિયલ મીડિયામાં જોવા મળે છે ત્યારે આ રાજકીય આગેવાન ભૂલી ગયા કે રાષ્ટધ્વજ આ પ્રકારેનો ઉપયોગ એ રાષ્ટ્રધ્વજનું અપમાન છે ત્યારે પોલીસે આ કિસ્સામાં કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યુ. તસવીરમાં વલખ્યું છે કકે આદરણીય ભાઈ રાબિન્દુ કુમારજીના જન્મદિવસના શુભ અવસરે હાર્દિક શુભકામનાઓ