

કિર્તેશ પટેલ, સુરતઃ શહેરમાં ખોલવાડ ગામમાં આવેલા ખેતી ફળિયામાં 40થી 45 કરોડનું ડીમોલેશન કરવા મામલે સુરત જિલ્લા કલેકટરને (Surat District Collector) આવેદનપત્ર પાઠવ્યું હતું. અને 2 મહિનાની મુદ્દત આપવા માંગ કરી હતી. જોકે આ રજૂઆત દરમિયાન કોરોનાની ગાઈડ લાઈનનો (corona guideline) ભંગ કરવામાં આવ્યો હતો આ રજૂઆત કરવામા નાના બાળકો સાથે મહિલાઓ પણ જોડાઈ હતી. જોકે મોટાભાગના લોકો માસ્ક (Mask) વિના નજરે ચડતા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો (Social distance) પણ ભંગ થયો હતો. જેથી પોલીસે સૂચનો આપી કાર્યવાહી કરી હતી.


સુરતમાં ખોલવડ ગામમાં આવેલા ખેતી ફળિયામાં સરકારી પ્રોજેક્ટ આવતા ત્યાંના 40થી 45 કરોડનું ડીમોલેશન કરવામાં આવશે. જોકે ડીમોલેશનને લઈને સ્થાનિક લોકોએ સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.


ખોલવડ ગામના ખેતી ફળિયામાં એસ.સી એસ.ટી અને ઓબીસી તેમજ માઈનોરીટી વર્ગના લોકો રહે છે. સ્થાનિકોએ રેલી કાઢીને કોરોના કાળમાં આડીમોલેશન યોગ્ય નથી અને ડીમોલેશન કરવા પહેલા બે મહિનાની મુદત આપવામાં આવે જેથી તેઓ રહેઠાણની અન્ય વ્યવસ્થા કરી શકે તેવી રજૂઆત કરી હતી.


આ રજૂઆતમાં મહિલાઓ સાથે નાના બાળકો પણ જોડાયા હતા જોકે આવેદનપત્ર આપતા સમયે કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ભંગ થયો હતો રજૂઆત કરવા માટે ભિલીસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ સાથે 50થી 60 લોકો જોડાયા હતા જોકે હાલની પરિસ્થિતિને ધ્યાને લોકોનું ભેગું થવું કોરોનાને નોતરૂ આપવા સમાન છે જોકે પોલીસે લોકોને સતત સૂચના આપી કાર્યવાહી કરવી પડી હતી.


ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો બુધવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં સતત 300 ઉપર કેસ આવી રહ્યા છે ત્યારે આજે શહેરમાં 302 અને જિલ્લામાં 23 કેસ નોંધાયા છે.