અમદાવાદ: મિત્રએ જ રેલવેના પાટા પર કર્યું ગંદુ કામ, મહિલાને આખી રાત ઓટલા પર વિતાવી; ફરિયાદ દાખલ


Updated: May 25, 2022, 3:43 PM IST
અમદાવાદ: મિત્રએ જ રેલવેના પાટા પર કર્યું ગંદુ કામ, મહિલાને આખી રાત ઓટલા પર વિતાવી; ફરિયાદ દાખલ
રેલવે ટ્રેક (Shutterstock તસવીર)

Ahmedabad news: અમદાવાદમાં મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ. રેલવેના પાટા પાસે અંધારું હતું. ત્યાં લઈ જઈને બંને શખ્સોએ મહિલાનાં કપડાં બળજબરીથી કાઢી નાખ્યા હતા અને શારીરિક સંબંધ બાંધ્યો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી એક મહિલા પર તેણીના જ નાનપણના મિત્રએ બળાત્કાર ગુજાર્યો (Rape complaint) હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. મોડી રાત્રે બારેક વાગ્યે આ મહિલા જતી હતી ત્યારે લિફ્ટ (Lift) આપવાનું કહી મહિલાને તેનો મિત્ર અને અન્ય એક શખ્સ (મિત્રનો મિત્ર) રેલવેના પાટા પર લઈ ગયા હતા. અહીં મહિલા પર બંનેએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદમાં બંને એક્ટિવા પર ખોખરા (Khokhra) મૂકી ફરાર થઇ ગયા હતા. સમગ્ર બાબતે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. ખોખરા પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી 43 વર્ષીય મહિલા તેના પતિ સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ સીટીએમ ખાતે વેલ્ડિંગનું કામ કરે છે. થોડા દિવસ પહેલા મહિલા તેના ઘરેથી નીકળી ખોખરા રેલવે ક્રોસિંગ (Khokhra railway crossing) બાજુ આવી હતી. તે દરમિયાન રાત્રે બારેક વાગ્યાની આસપાસ એક યુવક કે જેને મહિલા બાળપણથી ઓળખે છે તે મળ્યો હતો. આ યુવક અને મહિલા નજીક નજીક રહેતા હતા, જેથી મહિલાનો તેની સાથે સંપર્ક હતો.

આ પણ વાંચો: 'સંબંધ નહીં બાંધે તો તારા પતિને જીવથી મારી નાંખીશ'

આ દરમિયાન તેના પુરુષ મિત્ર સાથે બીજો એક શખ્સ પણ આવ્યો હતો. મહિલાના મિત્રએ પાસે આવીને કહ્યુ હતુ કે, "ચાલો અમે તમને તમારા ઘરે ઉતારી દઇએ." આવી વાત કરીને બંનેએ મહિલાને એક્ટિવા પર બેસાડી દીધી હતી. બાદમાં બંને યુવકો મહિલાને એક્ટિવા પર વચ્ચે બેસાડીનેરેલવેના પાટાઓ પાસે લઈ ગયા હતા.

આ પણ વાંચો: ખેડામાં તબીબનું સારવાર માટે આવેલી મહિલા પર દુષ્કર્મ

બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો


રેલવેના પાટા પાસે અંધારું હતું. ત્યાં લઈ જઈને બંને શખ્સોએ મહિલાનાં કપડાં બળજબરીથી કાઢી નાખ્યા હતા અને શારીરિક સંબંધ બાંધ્યો હતો. મહિલાએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી નીકળી ગઈ હતી. જોકે, બંને શખ્સો તેની પાછળ આવ્યા હતા અને મહિલાને એકટિવા ઉપર બેસાડીને ખોખરા ખાતે ઉતારીને ભાગી ગયા હતા. બાદમાં આ મહિલા એક દુકાનના ઓટલા ઉપર ઊંઘી ગઈ હતી અને સવારે તેના માતા-પિતાના મકાન ખાતે ગઈ હતી. પરિવારને આ અંગેની જાણ કર્યા બાદ મહિલાએ આ મામલે ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસ મહિલાની ફરિયાદ બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: May 25, 2022, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading