ગુજરાતમાં દારૂ સપ્લાય કરનાર બુટલેગર ગોરખ ગઢરીના 'ગોરખધંધા': બેંક એકાઉન્ટ અને નાણાકીય વ્યવહારોની વિગત જાણીને ચોંકી જશો


Updated: August 11, 2022, 9:57 AM IST
ગુજરાતમાં દારૂ સપ્લાય કરનાર બુટલેગર ગોરખ ગઢરીના 'ગોરખધંધા': બેંક એકાઉન્ટ અને નાણાકીય વ્યવહારોની વિગત જાણીને ચોંકી જશો
બુટલેગર ગોરખની ધરપકડ

Maharashtra Bootlegger Gorakh: તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગોરખના અને તેના મોટાભાઈ, સગા-સંબંધીઓ અને પાર્ટનરોના નામે કુલ 24 બેન્ક એકાઉન્ટ છે. એ તમામ બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

  • Share this:
અમદાવાદ: ગુજરાતમાં દારૂ પૂરો પાડનાર મહારાષ્ટ્રના નવાપુરાના નંદુરબારનો રહેવાસી ગોરખ ગઢરી (Bootlegger Gorakh Gadhri)ની તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. ગોરખ સામે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ દારૂ સપ્લાય કરવાના 2019થી 30થી વધુ ગુનાઓ નોંધાયેલા હતા, જેમાં તે ફરાર હતો. ગોરખ સામે દારૂના 98 ગુનાઓ નોંધાયેલા છે. ડીજી વિજિલન્સને મળેલી માહિતીના આધારે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પરથી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગોરખ મહારાષ્ટ્રમાં બે વાઇન શોપ (Wine shop) ધરાવે છે. સાથે સાથ દમણ અને ગોવા (Goa)માંથી દારૂ મંગાવી સંગ્રહ કરવા માટે સાત જેટલા ગોડાઉન નવાપુરામાં બનાવી રાખ્યા છે. ગોરખ ત્યાંથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં દારૂ મોકલતો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગોરખના અને તેના મોટાભાઈ, સગા-સંબંધીઓ અને પાર્ટનરોના નામે કુલ 24 બેન્ક એકાઉન્ટ છે. એ તમામ બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

21 કરોડથી વધુના વ્યવહારોહવે તે તમામ બેંક એકાઉન્ટની માહિતી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એવો પણ ખુલાસો થયો છે કે દારૂના વેપારમાં તે રૂપિયાની લેતીદેતી મામલે આંગડિયા પેઢીનો ઉપયોગ કરતો હતો. આ અંગે તપાસમાં જાણવા મળ્યું કે છેલ્લા 6 મહિનામાં તેણે અલગ અલગ આંગડિયા પેઢીમાંથી કુલ 21 કરોડથી વધુનો વ્યવહાર કર્યો છે.

આ પણ વાંચો: સુરતમાં ખેલાઇ રહ્યો છે ખૂની ખેલ, 72 કલાકમાં 5 હત્યાથી ખળભળાટ!

પોલીસ તપાસમાં અનેક ધડાકા થશે

પોલીસ આ મામલે હજુ પણ તપાસ કરી રહી છે. ગોરખની તપાસમાં હજુ મોટા ધડાકા થવાની પણ સંભાવના છે. હાલ આ મામલે ગુજરાતમાં અલગ અલગ બુટલેગરોની તપાસ કરવામાં આવી રહી છે. ગોરખ ગુજરાતમાં કેટલા લોકોને દારૂ પૂરો પાડતો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતના અન્ય અપડેટ્સ: 


છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4નાં મોત


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 678 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 1082 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 10 ઓગસ્ટ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 678 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 189 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી કુલ 4 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10985 પર પહોંચી ગયો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by: Vinod Zankhaliya
First published: August 11, 2022, 8:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading