અમદાવાદ: કોંગ્રેસમાં મેન્ડેટને લઇ મચ્યો હડકંપ, પેટાચૂંટણીના મેન્ડેટ અપાતાં હોબાળો
News18 Gujarati Updated: November 13, 2022, 4:01 PM IST
ગુજરાત કોંગ્રેસ ભવન
Gujarat assembly election 2022: કોગ્રેસે ઉમેદવારોને પેટા ચૂંટણીમો મેન્ડેટ આપ્યો હોવાનો દાવો. કોંગ્રેસ આગેવાનોએ મેન્ડેટ બદલવાની શરૂ કરી પ્રક્રિયા
અમદાવાદ: કોંગ્રેસમાં મેન્ડેટને લઇ હડકંપ મચ્યો છે. કોંગ્રેસમાં મેન્ડેટ આપવામાં મોટી ભૂલ થઇ છે. જેને લઇને કોંગ્રેસના આગેવાનોમાં દોડધામ થઇ છે. કેટલાક ઉમેદવારોને પેટાચૂંટણીના મેન્ડેટ આપાયાનો દાવો છે. સામાન્ય ચૂંટણીમાં પેટાચૂંટણીના મેન્ડેટ અપાતાં હોબાળો થયો છે. કોંગ્રેસના આગેવાનો મેન્ડેટની ખરાઈ કરવા માટે ધંધે લાગ્યા છે. સામાન્ય ચૂંટણીમાં પેટા ચૂંટણીના મેન્ડેટ માન્ય ગણાય કે નહીં, તે પ્રશ્ન ઉભો થયો છે. જે બાદ હવે મેન્ડેટ બદલવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ઉમેદવારને નવા મેન્ડેટ મોકલવામાં આવ્યા છે.
કાલે કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
ગઇકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ ચોથી યાદી જાહેર કરી હતી. જેમાં દ્વારકાથી માલુબાઇ કંડોરિયા, તલાલાથી માનસિંહ ડોડિયા, કોડિનાર (એસ.સી)થી મહેશ મકવાણા, ભાવનગર ગ્રામ્યથી રેવતસિંહ ગોહિલ, ભાવનગર ઇસ્ટથી બળદેવ મંજીભાઇ સોલંકી, બોટાદથી રમેશ મેર, જંબુસરથી સંજય સોલંકી, ભરૂચથી જયકાંતભાઇ બી પટેલ અને ધરમપર (એસટી)થી કિશનભાઇ વેસ્તાભાઇ પટેલનું નામ સામેલ છે.
આ પણ વાંચો: કોડીનારમાં કોંગ્રેસને મોટો ઝટકો, MLA મોહન વાળાનું રાજીનામું
કોંગ્રેસના કુલ 104 ઉમેદવારો જાહેર
ગુજરાત કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 નામ જાહેર કર્યા હતા ત્યારબાદ બાજી યાદીમાં 46 અને ત્રીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. કાલે ગુજરાત કોંગ્રેસે ચોથી યાદી જાહેર કરી હતી અને તેમાં કુલ 9 નામો જાહેર કર્યા હતા. આમ, ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ કુલ 104 ઉમેદવારો જાહેર કર્યા છે.નોંધનીય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 2017ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.
Published by:
Azhar Patangwala
First published:
November 13, 2022, 4:00 PM IST