Gujarat Congress: ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસની છઠ્ઠી યાદી જાહેર, 21 ધારાસભ્યોને કરાયા રિપિટ
News18 Gujarati Updated: November 14, 2022, 7:30 AM IST
ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસના વધુ 33 ઉમેદવાર જાહેર
Gujarat Election update: 33 ઉમેદવારોમાંથી નવ ક્ષત્રિય ઠાકોર ઉમેદવારોનો સમાવેશ કર્યો છે જ્યારે 15 OBC ઉમેદવાર છે અને ત્રણ પાટીદારને ટિકિટ આપવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાત ચૂંટણીના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. જેમને ટિકિટ નથી મળી તેવા કેટલાક મુરતિયાઓ અન્ય પક્ષ કે અપક્ષમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તમામ વચ્ચે કોંગ્રેસે વધુ 33 ઉમેદવારો જાહેર કર્યા છે. આ પહેલા પાંચમી યાદીમાં છ નામની યાદી જાહેર કરવામાં આવી હતી.
15 ઓબીસી ઉમેદવારો
જેમાં 21 ધારાસભ્યો રિપિટ કરાયા છે. 33 ઉમેદવારોમાંથી નવ ક્ષત્રિય ઠાકોર ઉમેદવારોનો સમાવેશ કર્યો છે જ્યારે 15 OBC ઉમેદવાર છે અને ત્રણ પાટીદારને ટિકિટ આપવામાં આવી છે.
બેઠક |
ઉમેદવારનું નામ |
વાવ |
ગેનીબેન ઠાકોર |
થરાદ |
ગુલાબસિંહ રાજપુત |
દાંતા |
કાંતિભાઇ કાળાભાઇ ખરાદી |
વડગામ |
જીગ્નેશ મેવાણી |
રાધનપુર |
રધુભાઇ દેસાઇ |
ચણાસમા |
દિનેશભાઇ ઠાકોર |
પાટણ |
ડો. કિરિટકુમાર પટેલ |
સિદ્ધપુર |
ચંદનજી ઠાકોર |
વિજાપુર |
સી.જે ચાવડા |
ખેડબ્રહ્મા |
તુષાર ચૌધરી |
મોડાસા |
રાજેન્દ્રસિંહ ઠાકોર |
માણસા |
ઠાકોર બાબુસિંહ મોહનસિંહ |
કાલોલ |
બળદેવજી ઠાકોર |
વેજલપુર |
રાજેન્દ્ર પટેલ |
વટવા |
બળવંતભાઇ ગઠવી |
નિકોલ |
રણજીત બારડ |
ઠક્કરબાપાનગર |
વિજયકુમાર બ્રહ્મભટ્ટ |
બાપુનગર |
હિંમતસિંહ પટેલ |
દરિયાપુર |
ગ્યાસુદ્દીન શેખ |
જમાલપુર-ખાડિયા |
ઇમરાન ખેડાવાલા |
દાણીલીમડા |
શૈલેષ પરમાર |
સાબરમતી |
દિનેશ મહિડા |
બોરસદ |
રાજેન્દ્રસિંહ પરમાર |
આંકલાવ |
અમિત ચાવડા |
સોજીત્રા |
પુનમભાઇ પરમાર |
મહુધા |
ઇન્દ્રજીતસિંહ પરમાર |
ગરબાડા |
ચંદ્રિકાબેન બારિયા |
વાધોડિયા |
સત્યજીતસિંહ ગાયકવાડ |
છોટાઉદેપુર |
સંગ્રામસિંહ રાઠવા |
જેતપુર |
સુખરામભાઇ રાઠવા |
ડભોઇ |
બાલકિશન પટેલ |
કોંગ્રેસનાં કુલ ઉમેદવાર
ગુજરાત કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 નામ જાહેર કર્યા હતા ત્યારબાદ બાજી યાદીમાં 46 અને ત્રીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ગઈકાલે શનિવારે ગુજરાત કોંગ્રેસે ચોથી યાદી જાહેર કરી હતી અને જેમા કુલ 9 નામો જાહેર કર્યા હતા. અને આજે પાંચમી યાદીમાં 6 નામો જાહેર કર્યા છે. આ બાદ કોંગ્રેસે છઠ્ઠી યાદીમાં કુલ 33 ઉમેદવાર જાહેર કર્યા છે. આમ ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ કુલ 143 ઉમેદવારો જાહેર કર્યા છે.

કોંગ્રેસ ઉમેદવારોની યાદી
કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 2017ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આ વખતે પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.