
Gujarat Election 2022 live: વિરોધ છતાં પણ અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દ.થી ટિકિટ, કોંગ્રેસની હજી 41 બેઠકો પર ગૂંચ
Gujarat Assembly Election 2022 Updates : હાલ ગુજરાત રાજકારણમાં ઉમેદવારોનાં નામને કારણે ગરમાવો સર્જાયો છે.

Highlights
ભાજપના ઉમેદવાર કનુભાઈ પટેલે આજે, ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સાણંદ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. કનુભાઈ પટેલના નોમિનેશનમાં સેંકડો સમર્થકો પણ હાજર રહ્યા હતા. અમદાવાદ જિલ્લાની સાણંદ વિધાનસભા બેઠક ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવે છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાના મતવિસ્તારના સાંસદ છે.
Gujarat | Union Home Minister Amit Shah accompanies Sanand constituency candidate Kanu Patel for filing his nomination for the upcoming Gujarat elections pic.twitter.com/Kn3kJ3Hkav
— ANI (@ANI) November 15, 2022
રાધનપુર ભાજપ ઉમેદવાર સોશ્યલ મીડિયામાં છવાયા
— News18Gujarati (@News18Guj) November 15, 2022
લવિંગજી ઠાકોરનો ડાન્સનો વીડિયો ભારે વાયરલ થયો
ઢોલના તાલે લવિંગજી ઠાકોર ઝુમી ઉઠ્યા
ગામડાંની આગવી અદામાં નાચતો વીડિયો વાયરલ #Gujarat #GujaratElections2022 #Radhanpur pic.twitter.com/PFqYg5QnGk
કોંગ્રેસે ગમે તે સમયે જાહેર કરશે બાકી ઉમેદવારોની યાદી
— News18Gujarati (@News18Guj) November 15, 2022
અત્યાર સુધીમાં કોંગ્રેસે જાહેર કર્યા છે 138 ઉમેદાવારો
હજુ કોંગ્રેસે 41 ઉમેદવારોની નથી કરી જાહેરાત
3 બેઠકો પર કોંગ્રેસ-NCP વચ્ચે થયું છે ગઠબંધન#Gujarat #congress #Gujarat #GujaratElections2022 pic.twitter.com/DF4lxbrWge
હવે માત્ર ભાજપના 4 ઉમેદવારોની જાહેરાત બાકી
— News18Gujarati (@News18Guj) November 15, 2022
ભાજપે અત્યાર સુધીમાં 178 ઉમેદવાર જાહેર કર્યા
ખેરાલુ અને માણસાના ભાજપ ઉમેદવાર બાકી
માંજલપુર અને ગરબાડાના ભાજપ ઉમેદવાર બાકી
ગમે તે સમયે બાકી રહેલા 4 ઉમેદવાર કરશે જાહેર#Gujarat #BJP #Gujarat #GujaratElections2022 pic.twitter.com/ITePG5en3c
ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ ઉમેદવારોની બેઠકો પર ભાજપનું કોકડું ગૂંચવાયું હતું. જેમા 12 ઉમેદવારોના નામ જાહેર થયા છે. જ્યારે હજી ચાર ઉમેદવારોનાં નામ બાકી છે. ભાજપમાંથી અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ અપાઈ છે. જ્યારે રાધનપુર પર લવિંગજી ઠાકોરને ઉતારાયા છે. મહત્વનું છે કે હજુ માણસા અને ખેડા બેઠક પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.