અમદાવાદ: થરાદનો ધો-9 પાસ કેવા ચૌધરી સોલા વિસ્તારમાં ઝોમાટોની બેગમાં દારૂની ડિલિવરી કરતા ઝડપાયો


Updated: August 12, 2022, 7:33 AM IST
અમદાવાદ: થરાદનો ધો-9 પાસ કેવા ચૌધરી સોલા વિસ્તારમાં ઝોમાટોની બેગમાં દારૂની ડિલિવરી કરતા ઝડપાયો
ઝોમાટોની બેગમાં દારૂની હેરાફેરી (પ્રતીકાત્મક તસવીર, Shutterstock)

Ahmedabad News: સોલા વિસ્તારમાં પોલીસને માહિતી મળી હતી કે ચાણક્યપુરી જનતાનગર ફાટક આગળથી એક યુવક બાઈક લઈને નીકળશે. યુવક પાસે ઝોમાટોની બેગ (Zomato Bag) હશે. તે બેગમાં જમવાનુ નહિ પરંતુ દારૂની બોટલો છે.

  • Share this:
અમદાવાદ: તાજેતરમાં બોટાદ અને ભાવનગર જિલ્લામાં થયેલા કેમિકલકાંડ બાદ અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં દારૂની હેરાફેરીને રોકવા ખાસ આદેશ આપવામાં આવ્યા છે. કેમિકલકાંડ બાદ પોલીસ વધુ કડક કાર્યવાહી કરી રહી છે, જેને લઈ DG વિજિલન્સ દ્વારા પણ રોજ રાજ્યમાં દરોડાં (Liquor raid) પાડવામાં આવી રહ્યા છે. બીજી તરફ પોલીસથી બચવા માટે બુટલેગરો (Bootlegger) પણ અલગ અલગ આઈડિયા વાપરી રહ્યા છે. જોકે, અલગ અલગ કીમિયા છતાં તેઓ પોલીસની નજરમાંથી બચી શકતા નથી. અમદાવાદમાં દારૂની હેરાફેરી માટે એક નવો જ કીમિયો સામે આવ્યો છે. બીજી બાજુ અસલાલી (Aslali) વિસ્તારમાં પણ પોલીસ દ્વારા દારૂનો એક અનોખો કેસ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે જમીનમાં સંતાડેલી દારૂની 50થી વધુ બોટલો કબજે કરી છે.

બાતમી બાદ ધરપકડ


સોલા વિસ્તારમાં પોલીસને માહિતી મળી હતી કે ચાણક્યપુરી જનતાનગર ફાટક આગળથી એક યુવક બાઈક લઈને નીકળશે. યુવક પાસે ઝોમાટોની બેગ (Zomato Bag) હશે. તે બેગમાં જમવાનુ નહિ પરંતુ દારૂની બોટલો છે. બાતમીને આધારે બાઈક સવારને રોકવામાં આવ્યો હતો. યુવકની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કેવા ચૌધરી (Keva Chaudhari) હોવાનું જણાવ્યું હતું. કેવા ઝોમાટોની બેગમાં દારૂની બોટલ લઈને જઈ રહ્યો હતો.

બાદમાં સોલા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી. આરોપી કેટલા સમયથી આ રીતે zomatoની બેગમાં દારૂની હેરાફેરી કરતો હતો તે દીશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂ સપ્લાય કરનાર બુટલેગર ગોરખ ગઢરીના 'ગોરખધંધા'

 કેવી રીતે બન્યો દારૂ ડિલિવરી બોય?

માહિતી પ્રમાણે 20 વર્ષીય કેવા ઉર્ફે કમલેશ કરણજી ચૌધરી મૂળ થરાદના રાહા ગામનો વતની છે. કેવાએ ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે. કેવા નોકરી માટે અમદાવાદ આવ્યો હતો. આ દરમિયાન તેને ઝોમાટોમાં ફૂડ ડિલિવરી કરવાનું કામ મળી ગયું હતું. જોકે, બાદમાં તેણે ડિલિવરીબોય તરીકેની નોકરી છોડી દીધી હતી. બાદમાં કેવાએ ઝોમાટોની બેગમાં દારૂની હેરાફેરી શરૂ કરી દીધી હતી.

જમીનમાં સંતાડી રાખેલો દારૂ મળ્યો


ત્યારે બીજી બાજુ અસલાલી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા દારૂનો એક અનોખો કેસ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે જમીનમાં સંતાડેલી દારૂની 50થી વધુ બોટલો કબજે કરી છે. અસલાલી પોલીસને માહિતી મળી હતી કે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મિરોલી ગામમાં રહેતા પરેશ ચુનારાએ પડતર જમીનમાં દાટીને છૂપાવી રાખ્યો છે. માહિતીને આધારે પોલીસે દારૂની બોટલો કબજે કરી હતી. મહત્ત્વનું છે કે, કેમિકલકાંડ બાદ પોલીસ વધારે કડક બનતા બુટલેગરો દારૂની હેરાફેરી અને તેને સંતાડવા માટે અવનવા કીમિયા કરી રહ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: August 12, 2022, 7:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading