Teesta Setalvad: તિસ્તા સેતલવાડ જેલ હવાલે, સુરક્ષા આપવાવની માંગને કોર્ટે ઠુકરાવી દીધી

News18 Gujarati
Updated: July 2, 2022, 8:11 PM IST
Teesta Setalvad: તિસ્તા સેતલવાડ જેલ હવાલે, સુરક્ષા આપવાવની માંગને કોર્ટે ઠુકરાવી દીધી
આજે કોર્ટમાં તિસ્તા સેતલવાડે જેલમાં સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરી હતી.

સરકારી વકીલે તિસ્તા સેતલવાડની જેલમાં સુરક્ષાની માંગનો વિરોધ કરીતાકહ્યું હતું, તિસ્તા સ્પેશિયલ કેદી નથી. તિસ્તા અને શ્રીકુમારને સાબરમતી સેન્ટ્રલ જેલ (Sabarmati Central Jail)માં મોકલાયા હતા.

  • Share this:
અમદાવાદ: ગુજરાત એટીએસ (Gujarat ATS) એ ગુજરાતમાં થયેલા રમખાણોના (Gujarat Riots 2002) કેસમાં 25 જૂન (શનિવાર)ના રોજ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની અટકાયત કર્યા બાદ તેમને અમદાવાદ લવાયા હતા જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તિસ્તા સેતલવાડને (Teesta Setalvad) આજે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ (Metropolitan Court of Ahmedabad)માં આજે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારને રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારને એમ.વી. ચૌહાણની મેજિસ્ટ્રિયલ કોર્ટે14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા.

ત્યાં જ આજે કોર્ટમાં તિસ્તા સેતલવાડે જેલમાં સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરી હતી. જેને કોર્ટે ઠુકરાવી દીધી હતી. સરકારી વકીલે તિસ્તા સેતલવાડની જેલમાં સુરક્ષાની માંગનો વિરોધ કરીતાકહ્યું હતું, તિસ્તા સ્પેશિયલ કેદી નથી. તિસ્તા અને શ્રીકુમારને સાબરમતી સેન્ટ્રલ જેલ (Sabarmati Central Jail)માં મોકલાયા હતા. આ કેસમાં કઈ રીતે ષડયંત્ર રચાયું અને એસઆઇટી એ શું તપાસ કરી તે અંગે એસઆઇટીની ટીમમાં કોઈ ફોડ પાડ્યો નથી.

આ પણ વાંચો- ગિરનાર પર્વત પર અવિરત ધોધમાર વરસાદ, ભવનાથ અને દામોદર કુંડમાં ઘોડાપૂર

જણાવી દઈએ કે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય મંડલિકે કહ્યું કે 24 જૂન 2022ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. ચુકાદાના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે તિસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ત્રીજા આરોપી સંજીવ ભટ્ટની પણ ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પદનો દુરુપયોગ કરીને આ કેસમાં ખોટા દસ્તાવેજો અને ખોટા રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

આ સંદર્ભે ગુજરાત એટીએસએ મુંબઈ ખાતેથી સેતલવાડની અટકાયત કરી હતી અને ટ્રાન્સફર વોરંટના આધારે તેને અમદાવાદમાં લાવવામાં આવી હતી. બીજી તરફ આર.બી શ્રીકુમારની પૂછપરછ અમદાવાદ ખાતે ક્રાઈમ બ્રાંચમાં થઇ હતી અને જે બાદ ધરપકડ કરી લેવામા આવી હતી.

આ પણ વાંચો- રથયાત્રાના બીજા દિવસે ગુજરાતમાં કોરોનાનાં ક્યા કેટલા કેસ નોંધાયાતિસ્તાએ શું કર્યું હતું?

CJP સંસ્થાએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 62 અન્ય સરકારી અધિકારીઓ વિરુદ્ધ 2002ના ગુજરાત રમખાણોમાં તેમની ભૂમિકા માટે ગુનાહિત કેસ કરવાની માંગ કરી હતી. આ અંગે ભાજપનું કહેવું હતુ કે, તિસ્તાનું સંગઠન PM મોદીને બદનામ કરવા માટે કોંગ્રેસ દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, 24 જૂન 2022ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો મામલે વડાપ્રધાન મોદીને આપવામાં આવેલી SITની ક્લીનચીટને યથાવત રાખવા સાથે કહ્યું હતું કે, સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે અરજકર્તા ઝાકિયા જાફરીની ભાવનાઓનો પોતાનો સ્વાર્થ સાધવા માટે ઉપયોગ કર્યો છે.

તેની સામે આરોપ પણ છે કે, તિસ્તા અને તેના પતિ જાવેદ આનંદે 2007 થી 2014 સુધી મોટા પાયે ફંડ કલેક્શન કેમ્પેઈન શરૂ કરીને હિંસા પીડિતોના નામે 6 થી 7 કરોડ રૂપિયા સુધીના રકમ ઉઘરાવીને મોટું કૌભાંડ આચર્યું છે. આ દાનની રકમ માટે તેમણે પોતાની એક પત્રિકામાં જાહેરખબર આપી અને અનેક મ્યૂઝીકલ અને આર્ટિસ્ટિક ઈવેન્ટનું આયોજન કરીને પૈસા બનાવ્યા હતા.
Published by: rakesh parmar
First published: July 2, 2022, 8:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading