કોંગ્રેસનાં ઉમેદવાર જાહેર સભામાં શું બોલી ગયા કે વીડિયો થયો વાયરલ - '2060માં પેટ્રોલ 46 રૂપિયે..'


Updated: November 26, 2022, 3:45 PM IST
કોંગ્રેસનાં ઉમેદવાર જાહેર સભામાં શું બોલી ગયા કે વીડિયો થયો વાયરલ - '2060માં પેટ્રોલ 46 રૂપિયે..'
આણંદનાં બોરસદમાં કોંગ્રેસનાં ઉમેદવારે સિસ્વા ગામમાં જાહેરસભામાં યોજી હતી

આપને જણાવીએ કે, બોરસદ વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીને હરાવીને જીત મેળવી હતી

  • Share this:
બોરસદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ મતદાતાઓને પોતાની પાસે આકર્ષવામાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આણંદનાં બોરસદમાં કોંગ્રેસનાં ઉમેદવારે સિસ્વા ગામમાં જાહેરસભામાં યોજી હતી. જેમાં મોટો ભાંગરો વાટ્યો હતો.

આણંદના બોરસદમાં કોંગ્રેસના ઉમેદવારે સિસ્વા ગામમાં જાહેરસભા યોજી હતી. જ્યાં તેમણે ભાંગરો વાટ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, દેશમાં 2060માં પેટ્રોલ 46 રૂપિયામાં મળતું હતું. બોરસદમાં કોંગ્રેસના ઉમેદવારે સિસ્વા ગામમાં જાહેર સભામાં ભાંગરો વાટયો છે. જે હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર પોતાના ભાષણમાં 2006નાં બદલે 2060માં બોલી ગયા હતા. તેમણે સંબોધનમાં 2060માં પેટ્રોલ 46 રૂપિયા મળતું હતું તેવું જણાવતા સભામાં બેઠા લોકો સ્તબ્ધ થઇ ગયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં ઘટશે ઠંડી, જાણો હવામાનની આગાહી

આપને જણાવીએ કે, બોરસદ વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીને હરાવીને જીત મેળવી હતી. તો રાજેન્દ્રસિંહ પરમારે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીને મ્હાત આપી હતી. વર્ષ 1995થી 2002 એટલે કે, સતત 3 ટર્મ સુધી ભરતભાઈ સોલંકીએ આ બેઠક પરથી જીત મેળવી હતી અને પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું.વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે એક અલગ જ વિવાદ સામે આવ્યો હતો. આ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાની પૂર્વ સંધ્યા સુધી ભાજપમાંથી ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નહોતું. છેલ્લી ત્રણ ટર્મથી માત્ર ને માત્ર રમણ સોલંકીના પરિવારમાં ભાજપ દ્વારા ટીકીટ આપવામાં આવે છે, 2017માં પણ રમણ સોલંકીને ટીકીટ આપવામાં આવતા ભાજપના કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.


દરવખતે એક જ પરિવારને ટીકીટ આપવાના વિરોધમાં 20 વધુ બોરસદ તાલુકાના ભાજપના હોદ્દેદારો તથા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા અને કાઉન્સિલરોએ પોતાના રાજીનામાં આપી દીધા હતા.
Published by: Kaushal Pancholi
First published: November 26, 2022, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading