દેહ વ્યાપારમાં સમગ્ર દેશમાં બદનામ વાડિયા ગામમાં સૂરજ ઉગ્યો, ગામની દીકરીએ પ્રથમવાર ધોરણ 12 પાસ કર્યું


Updated: June 12, 2022, 7:59 PM IST
દેહ વ્યાપારમાં સમગ્ર દેશમાં બદનામ વાડિયા ગામમાં સૂરજ ઉગ્યો, ગામની દીકરીએ પ્રથમવાર ધોરણ 12 પાસ કર્યું
સમાજ અને ગામને શિક્ષિત દીકરીઓ અપીલ કરતા જૂનો વ્યવસાય છોડી ને દીકરીઓને શિક્ષણ આપવાની હિમાયત કરી રહી છે.

દેહવ્યાપારમાં સમગ્ર દેશમાં બદનામ થયેલ બનાસકાંઠાના વાડિયા ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વાર ગામની દીકરી ધોરણ 12 પાસ કર્યું તો અન્ય પાંચ દીકરીઓએ ધોરણ 10 પાસ કરતા હવે દેહવ્યાપર તરફથી મોહ છોડીને શિક્ષણ તરફ જતા ગામમાં સોનાનો સૂરજ ઉગ્યાનો અહેસાસ થયો છે..

  • Share this:
કિશોર તુવર, બનાસકાંઠા: દેહવ્યાપારમાં સમગ્ર દેશમાં બદનામ થયેલ બનાસકાંઠા (Banaskantha)ના વાડિયા ગામ (Vadiya Village)માં આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વાર ગામની દીકરી ધોરણ 12 પાસ કર્યું તો અન્ય પાંચ દીકરીઓએ ધોરણ 10 પાસ કરતા હવે દેહવ્યાપર તરફથી મોહ છોડીને શિક્ષણ (Education) તરફ જતા ગામમાં સોનાનો સૂરજ ઉગ્યાનો અહેસાસ થયો છે. જ્યારે પણ દેહવ્યાપારની વાત નીકળે ત્યારે બનાસકાંઠાના થરાદનું વાડિયા ગામ ચર્ચામાં આવે છે. આ ગામના  250 પરિવારમાં 700 જેટલા લોકો રહે છે વર્ષોથી ગામ દેહવ્યાપાર સાથે સંકળાયેલ હતું. અહીંયા દીકરીઓ યુવાન થતાની સાથે જ દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવતી હતી અને આ જ કારણે વાડિયા ગામ બદનામ થયેલ હતું પણ સમય જતાં સરકાર સંગઠન અને સમાજસેવી સંસ્થાઓના પ્રયત્ન થકી બદનામ ગામની દશા અને દિશા બદલાઈ ગઈ છે.

આઝાદીના આટલા વર્ષો બાદ વાડિયા ગામની દીકરી રવીના ધોરણ 12 પાસ કરીને 60 ટકા મેળવી ચુકી છે. જયારે ગામની પાંચ દીકરીઓ પણ ધોરણ 10 પાસ કરી ચુકી છે બદનામ ગામની બહાર રહીને જયારે દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધીને પરિણામ મેળવ્યા બાદ આજે ગામની અન્ય દીકરીઓને શિક્ષણ મેળવવાની અપીલ કરી રહી છે. સમાજ અને ગામને શિક્ષિત દીકરીઓ અપીલ કરતા જૂનો વ્યવસાય છોડી ને દીકરીઓને શિક્ષણ આપવાની હિમાયત કરી રહી છે.

આ ગામમા સ્થાનિક લોકોના કહેવા અનુસાર, દેહવ્યાપારમાં બદનામ ગામમાં આજથી થોડાક વર્ષો પહેલા દીકરીઓનુ શોષણ થતું હતું ગામના બેકાર યુવાનો લૂંટફાટ કરતા હતા. આ ગામમાં બહારના ઘણા યુવાનો લૂંટાઈ ચુક્યાના અનેક દાખલાઓ છે પણ સરકાર અને તંત્રએ કડક નજર કરતા અને સામાજિક સંગઠનો સ્થાનિકો લોકોમાં જાગૃતિ લાવતા આ ગામ હવે પરિવર્તન તરફ જઈ રહ્યું છે ગામમાં શાળા બની છે મકાનો પાકા બન્યા છે વર્ષો જુના કલંકને ભૂસવા ગામના જ આગેવાન હવે તૈયાર છે ત્યારે આવનાર વર્ષોમાં આ જ ગામની દશા અને દિશા બદલાય એ નક્કી જ છે.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો, જાણો કયાં કેટલા કેસ નોંધાયા

વર્ષો પહેલા આ ગામમાં ફક્ત દેહ વ્યાપાર સિવાય કોઈ જ અન્ય ધંધો ન હતો પરંતુ આ બદનામ ગામમાં વીએસએમ સંસ્થાના મીત્તલબેન પટેલના અથાગ પ્રયત્ન થકી આજે ગામની તાસીર બદલાઈ છે. ગામના લોકોને વગર વ્યાજે લોન આપી વ્યવસાય કરતા કર્યા છે. શિક્ષણ સંસ્થામાં વાડિયા ગામની અનેક દીકરીઓ અને દીકરાઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે આજે વાડિયા ગામના બદલાવ માટે તેમનો સિંહફાળો હોવાનો લોકો કહી રહ્યા છે. આ ગામ ધીરે ધીરે દેહવ્યાપારમાંથી બહાર આવે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વર્ષો પહેલા નાના ઝુંપડામાં વહેંચાયેલ ગામ આજે પાકા મકાન સાથે શૌચાયલની સાથે અન્ય સુવિધા તરફ દોટ મૂકી રહ્યું છે દેહવ્યાપાર સાથે સંકળાયેલ લોકો શિક્ષણ તરફ જઈને ગામ પર લાગેલ દેહવ્યાપરની કાળી ટીલી ભૂસવા તૈયાર છે, આજે વાડિયા ગામના અનેક બાળકો અમદાવાદ, પાટણ, ડીસા, પાલનપુર અને થરાદમાં શિક્ષણ લઈ રહ્યા છે જે આવનાર વર્ષોમાં આ જ ગામને નવી દિશા આપશે.

આ પણ વાંચો- સી.આર.પાટીલનો પ્રહાર, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ED ની નોટીસ બાદ ડરી ગયાવાડિયા ગામના ઉત્થાન માટે અને દેહવ્યાપાર બંધ થાય એ માટે થરાદના શારદાબેનના પ્રયત્ન પણ સરાહનીય છે આજે પણ પોતાની હોસ્ટેલમાં વાડિયાના 50 બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. રવીનાના માતાએ તેમના મોત સમયે પોતાની દીકરીને શારદાબેનને ભણાવવાની જવાબદારી સોંપી હતી. એજ રવીના આજે ધોરણ 12 પાસ કરી ચુકી છે થરાદ ખાતે રહીને વાડિયા ગામ માટે શિક્ષણ માટે સતત ચિંતિત છે અને ગામની બદી દૂર કરવા સતત પ્રયત્નશીલ છે વર્ષો જુના દુષણને નાથવામાં સમય તો લાગે પણ હવે શરૂઆત થવા લાગી છે. જેનો આજે સામાજિક સંગઠનો સંતોષ માની રહ્યા છે અને શિક્ષણ થકી ગામમાં પરિવર્તન લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે.

હાલ તો આ વર્ષે આવેલ આ ગામની બળકીઓનું રિજલ્ટ એ આવનાર વર્ષો માટે ગામની અન્ય દીકરીઓ માટે ઉદાહરણરૂપ બની રહેશે અને આજે જે રવીનાએ ધોરણ 12 પાસ કરીને ગામમાં શિક્ષણની મશાલ પ્રગટાવી છે તેના કારણે આવનાર વર્ષોમાં ગામની દીકરીઓ દેહવ્યાપાર છોડીને શિક્ષણ ક્ષેત્રે સફળ થશે એમાં કોઈ બે મત નથી.
Published by: rakesh parmar
First published: June 12, 2022, 7:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading