BJP Gaurav Yatra: બનાસકાંઠા જિલ્લામાં ભાજપની ગૌરવ યાત્રાનો શુભારંભ, 8 વિધાનસભા બેઠક કવર કરશે


Updated: October 16, 2022, 6:53 PM IST
BJP Gaurav Yatra: બનાસકાંઠા જિલ્લામાં ભાજપની ગૌરવ યાત્રાનો શુભારંભ, 8 વિધાનસભા બેઠક કવર કરશે
ઉત્તર ગુજરાતની 8 વિધાનસભા સીટ કવર કરશે.

BJP Gaurav Yatra: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે બે દિવસમાં આ ગૌરવયાત્રા 8 વિધાનસભા સીટ કવર કરશે. હાલ ગૌરવયાત્રા પાલનપુર પહોંચી છે.

  • Share this:
કિશોર તુંવર, બનાસકાંઠાઃ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે બે દિવસમાં આ ગૌરવયાત્રા 8 વિધાનસભા સીટ પર ફરશે. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, મંત્રી કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અને શંકર ચોધરીએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ભાજપની ગૌરવ યાત્રા વડગામ પહોંચી હતી અને ત્યાંથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમાં જોડાયા હતા. વડગામમાં તેમણે સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, ‘અમે જ્યારે બોલવા ઊભા થઈએ એ પહેલાં તમને બધાને આ લોકોએ ભાષણ આપી આપીને થકવાડી દીધા હોય છે પણ ભાજપની ગૌરવ યાત્રા હોય ત્યારે થાકવાનું નથી.’

હું અને અલ્પેશ વર્ષોથી સાથે છીએઃ ભૂપેન્દ્ર પટેલ


આ ઉપરાંત તેમણે અલ્પેશ ઠાકોરને લઈને કહ્યુ હતુ કે, ‘અમે વર્ષોથી સાથે બેઠાં હોઈએ છીએ. ભલે તેમણે વચ્ચે થોડી ધમાલ કરી હોય કામ કરાવવા માટે પણ તે લોકો માટે જ હોય છે. ભાજપની કાર્યપદ્ધતિ કામ માટેની છે. ઇલેક્શન હોય ત્યારે માથાકૂટ કેમ થાય તેનો અનેક લોકો પ્રયાસ કરતા હોય છે. તેમાં નાત-જાતનાંય વિવાદ કરાવતા હોય છે. ભાજપે દરેક ક્ષેત્રે મજબૂત પાયો નાંખ્યો છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. નરેન્દ્રભાઈએ વિકાસનો નવો સંકલ્પ આપ્યો છે. જે યોજના જેને મળવાપાત્ર હોય તેને 100 ટકા મળે તેવો પ્રયત્ન કર્યો છે. એક યોજનામાં ત્રણ કે પાંચને પણ લાભ મળવાનો હોય તો તેમને પણ લાભ આપ્યો છે.

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોરની જાન લીલા તોરણે પરત ફરશે

ભાજપના દરેક કામ ગૌરવ લેવા જેવાઃ મુખ્યમંત્રી


તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘કોરોનાકાળ દરમિયાન વડાપ્રધાને બધાને વેક્સિન આપ્યું અને કોઈ ભૂખ્યું ન સૂવે તેનું ધ્યાન રાખ્યું. ભાજપની કાર્યપદ્ધતિ જ જુદી છે. કોઈ એક પાર્ટી સિવાય ભાજપે સૌથી વધુ કામ કર્યુ છે. જે લોકોને પોતાના પરિવારે છોડી દીધા હોય તેમની સેવા ભાજપના કાર્યકરોએ કરી છે. ભાજપના દરેક કામ ગર્વ લેવા જેવા છે એટલે આ ગૌરવયાત્રા છે. અમે કોરોના બાદ સૌથી મોટું બજેટ ગુજરાતને આપ્યું છે. નીતિ આયોગના આંકડા પ્રમાણે આ વખતે ગુજરાત દેશમાં નંબર 1 છે. વડગામનું કરમાવત તળાવ ભરવા મારા બંગલે બધા આવ્યા હતા તો એમની મુશ્કેલી દૂર કરવા અમે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને હજુ પણ કોઈ મુશ્કેલી હશે તો અમે દૂર કરીશું.’આ પણ વાંચોઃ વડગામમાં મુખ્યમંત્રીએ હસતાં હસતાં અલ્પેશ ઠાકોર માટે કહી મોટી વાત

અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીને વળતો જવાબ આપ્યો


મુખ્યમંત્રીની રમૂજી વાતને લઈને અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે, ‘હું મારા લોકોના કામ કરાવવા માટે આક્રમક બનું છું. મારી કામ કરવાની પદ્ધતિ અલગ છે. આ વખતે મારી રાધનપુરથી ચૂંટણી લડવાની ઇચ્છા છે.’


પાલનપુરમાં ગૌરવ યાત્રાનું સ્વાગત


ત્યાંથી ભાજપની ગૌરવ યાત્રા મુખ્યમંત્રીની આગેવાની હેઠળ પાલનપુર પહોંચી હતી અને ત્યાં રસ્તામાં અનેક ગામોમાં આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં માર્કેટયાર્ડમાં મુખ્યમંત્રીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસના કામો વિશે વાત કરી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતને હજુ આગળ લઈ જવાની અને જનતા માટે અનેક કાર્યો કરવાની વાત કરી છે.
Published by: Vivek Chudasma
First published: October 16, 2022, 6:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading