'ભાજપ ધારાસભ્યોનો ખરીદ-વેચાણ સંધ ચલાવે છે', જાણો કોંગ્રેસનાં કયા દિગ્ગજ નેતાએ આપ્યું આવું નિવેદન


Updated: November 28, 2022, 7:56 AM IST
'ભાજપ ધારાસભ્યોનો ખરીદ-વેચાણ સંધ ચલાવે છે', જાણો કોંગ્રેસનાં કયા દિગ્ગજ નેતાએ આપ્યું આવું નિવેદન
ગુજરાત ભાજપ

Gujarat politics: ઈલેક્શનમાં અંતિમ દિવસોમાં 25 કરોડમાં પણ ભાજપ ખરીદે છે. ત્યારે આવા નિવેદનથી ફરીથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

  • Share this:
ભાવનગર: ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ફરીથી ભાજપ-કોંગ્રેસનાં આરોપો પ્રત્યારોપો સામે આવ્યા છે. ભાવનગર તળાજા ખાતે યોજાયેલ જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલે વિવાસ્પદ નિવેદન આપ્યું છે. શક્તિસિંહે કહ્યું છે કે, ભાજપ દ્વારા ઘારસભ્યોને કરોડોમાં ખરીદ વેચાણ સંઘ ચલાવાય છે. ઈલેક્શનમાં અંતિમ દિવસોમાં 25 કરોડમાં પણ ભાજપ ખરીદે છે. ત્યારે આવા નિવેદનથી ફરીથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

ભાવનગરના તળાજા ખાતે યોજાયેલી એક જાહેરસભામાં શક્તિસિંહ ગોહિલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપ દ્વારા ધારાસભ્યોને કરોડોમાં ખરીદ વેચાણ સંઘ ચલાવાય છે. ઈલેક્શનના અંતિમ દિવસોમાં 25 કરોડમાં પણ ભાજપ ખરીદે છે. પરંતુ તળાજાનાં વર્તમાન ધારાસભ્ય કનુભાઈને તેઓ ખરીદી શક્યા નથી. આ ઉપરાંત તેમણે ગેસના બાટલાનાં ભાવ બાબતે વાત કરતા કહ્યું કે, સ્મૃતિ ઈરાની પ્રધાનમંત્રીના ખૂબ માનીતા છે.આ પણ વાંચો: સર્જિકલ સ્ટ્રાઈક અને આતંકવાદીઓ માટે રડતા નેતાઓ પર PM મોદીનો હુમલો

કોંગ્રેસે ભાજપનાં ગઢમાં ગાબડું પાડ્યુ


ભાવનગર જિલ્લાની તળાજા વિધાનસભા બેઠકની વાત કરીએ તો ભાજપના ગઢમાં કોંગ્રેસે ગત ચૂંટણીમાં મોટુ ગાબડું પાડ્યું છે. છેલ્લા વીસથી ભાજપની જીત સામે કોંગ્રેસે ગત ચૂંટણીમાં બ્રેક મારી છે. જેને પગલે આ ચૂંટણીમાં ભારે રસાકસી ભરી બની રહેશે.

2017 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તળાજા વિધાનસભા બેઠક પર ભાજપે ગૌતમભાઈ ચૌહાણ અને કોંગ્રેસે કનુભાઈ બારૈયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર કોંગ્રેસના કનુભાઈ મથુરામભાઈ બારૈયાએ જીત મેળવી હતી. તેમણે 66862 મત મેળવીને ભાજપના ગૌતમભાઈ ચૌહાણને હરાવ્યા હતા.

બેઠકનો વિવાદ


ભાવનગરના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાંથી ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પેપર ચોરાયાની તેમજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં હિન્દીનું પેપર પણ ફરતું થયાની રાવ ઉઠી હતી. જેના ઘેરા પડઘા પડ્યા હતા. સમસ્યાઓ અને વિવાદ વચ્ચે આગામી ચૂંટણીમાં મતદારો કોના પર પસંદગી ઉતારે છે એતો સમય જ બતાવશે.
Published by: Kaushal Pancholi
First published: November 28, 2022, 7:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading