Anand Rathi IPO: આજે ખુલ્યો આઈપીઓ, જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં?

News18 Gujarati
Updated: December 2, 2021, 9:00 AM IST
Anand Rathi IPO: આજે ખુલ્યો આઈપીઓ, જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં?
આનંદ રાઠી વેલ્થ આઈપીઓ.

Anand Rathi IPO: આનંદ રાઠીએ કંપનીના ઈશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 530-550 રૂપિયા રાખી છે. આઈપીઓ ચોથી ડિસેમ્બરના રોજ બંધ થશે.

  • Share this:
મુંબઈ. Anand Rathi Weath IPO: આનંદ રાઠીનો ઇશ્યૂ સબ્સક્રિપ્શન માટે આજે એટલે કે બીજી ડિસેમ્બરના રોજ ખુલ્યો છે. આઈપીઓ છઠ્ઠી ડિસેમ્બર સુધી ભરી શકાશે. ભારતની લીડિંગ નૉન-બેન્કિંગ વેલ્થ સૉલ્યૂશન્સ કંપનીએ 660 કરોડ રૂપિયાનો આઈપીઓ જાહેર કર્યો છે. કંપનીએ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 530-550 રૂપિયા રાખી છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (Offer for sale) છે. જેમાં વર્તમાન શેરધારકો પોતાના 1.2 કરોડ ઇક્વિટી શેર વેચશે.

કોણ કેટલા શેર વેચશે?

ઑફર ફૉર સેલમાં Anand Rathi Financial Services 92.85 લાખ ઇક્વિટી શેર અને આનંદ રાઠી, પ્રદીપ રાઠી, પ્રદીપ ગુપ્તા, અમિત રાઠી, પ્રીતિ ગુપ્તા, સુપ્રિયા રાઠી, રાવલ ફેમિલી ટ્રસ્ટ અને ફિરોઝ અઝીઝમાંથી દરેક 3.75 લાખ શેર વેચશે. આ ઉપરાંત જુગલ મંત્રી 90,000 શેર વેચશે. આ ઇશ્યૂમાં 2.5 લાખ શેર કંપનીના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે.

કોના માટે કેટલો હિસ્સો અનામત

કર્મચારીઓ માટે અનામત રખાયેલા 2.5 લાખ ઇક્વિટી શેરમાં કંપનીના કર્મચારીઓને 25 રૂપિયા ડિસ્કાઉન્ટ પર મળશે. IPOનો 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અને બાકીનો 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે.

કેટલું રોકાણ કરવું પડશે? (Anand Rathi Weath IPO Lot size)આનંદ રાઠી વેલ્થ IPO માટે રોકાણકારો લૉટમાં બોલી લગાવી શકે છે. એક લૉટમાં 27 શેર હશે. રોકાણકાર વધુમાં વધુ 13 લૉટ માટે બોલી લગાવી શકશે. IPOની અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે રોકાણકારે ઓછામાં ઓછું 14,850 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 13 લોટ પ્રમાણે જોઈએ તો રોકાણકાર મહત્તમ 1,93,050 રૂપિયાનું રોકાણ કરી શકે છે.

રોકાણ કરવું જોઈએ કે નહીં? (Should you subscribe Anand Rathi Weath IPO)

મિન્ટના જણાવ્યા પ્રમાણે ShareIndiaના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ હેડ રવિ સિંહનું કહેવું છે કે, ભારતની બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસ (BFSI) સેક્ટરમાં ગ્રોથની ખૂબ સંભાવના છે. કેપિટલ માર્કેટ લિંક્ડ બિઝનેસમાં રિટેલ કસ્ટમરની ભાગીદારી વધવાના નવા મોકા વધ્યા છે. જોકે, વર્તમાન માર્કેટમાં સેન્ટીમેન્ટ હાલ BFSIના પક્ષમાં નથી. ત્યાં સુધી કે BFSI સેક્ટરને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે. આનંદ રાઠી વેલ્થનું વેલ્યૂએશન ખૂબ વધારે છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી વાળી સ્ટાર હેલ્થનો IPO ખુલ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

કંપનીનો બિઝનેસ (Anand Rathi wealth Business)

આનંદ રાઠી વેલ્થ ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કરે છે. તેનું ફોકસ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યૂશન અને બીજા ફાઇનાન્શિયલ પ્રોડક્ટના વેચાણ પર છે. કંપનીએ વર્ષ 2002માં એક AMFI રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યૂટર તરીકે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. 31 માર્ચ, 2019થી 31 ઓગસ્ટ 2021 સુધી કંપનીની અસેટ મેનેજમેન્ટ (AUM)માં વાર્ષિક ધોરણે 22.74 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે 302 અબજ રૂપિયા પર પહોંચી છે. ઓગસ્ટ 2021 સુધી કંપનીના ફ્લેગશિપ વેલ્થ વર્ટિકલે આખા દેશમાં 6564 ગ્રાહક બનાવ્યા હતા. આ પહેલા 2018માં કંપનીએ સેબીમાં 285 કરોડ રૂપિયાના IPO માટે અરજી કરી હતી. જોકે, બાદમાં કંપની પાછી હટી ગઈ હતી અને આઈપીઓ લાવી ન હતી.

મહત્ત્વની તારીખો (Important dates)

આઈપીઓ બીજી ડિસેમ્બરના રોજ ખુલશે અને છઠ્ઠી ડિસેમ્બરના રોજ બંધ થશે. શેરની ફાળવણી 9મી ડિસેમ્બરના રોજ થવાની સંભાવના છે. 14મી ડિસેમ્બરના રોજ એનએસઈ અને બીએસઈ પર આનંદ રાઠી આઈપીઓ લિસ્ટ થવાની સંભાવના છે.

આ પણ વાંચો: Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO ભરવો કે નહીં? બે દિવસમાં ગ્રે માર્કેટ પ્રીમિયમમાં જોરદાર ઉછાળો

કંપનીની નાણાકીય સ્થિતિ

2020ના વર્ષમા આનંદ રાઠીનો નફો 61.61 કરોડ રૂપિયા હતો જે આ વર્ષ ઘટીને 45.09 કરોડ રૂપિયા રહ્યો હતો. એવી જ રીતે આવક 2020ના વર્ષમાં 331.83 કરોડ રૂપિયા હતી, જે ઘટીને 2021ના વર્ષમાં 265.33 કરોડ રૂપિયા રહી હતી.

ગ્રે માર્કેટ પ્રીમિયમ (Anand Rathi Weath IPO GMP)

આઈપીઓ પર નજર રાખતા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આનંદ રાઠીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયલ હાલ પ્રતિ શેર 125 રૂપિયા ચાલી રહ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: December 2, 2021, 8:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading