Covid impact: શું હવે અઠવાડિયામાં બે દિવસ બેંકો બંધ રહેશે? જાણો સમગ્ર પ્લાન


Updated: April 16, 2021, 6:54 PM IST
Covid impact: શું હવે અઠવાડિયામાં બે દિવસ બેંકો બંધ રહેશે? જાણો સમગ્ર પ્લાન
પ્રતિકાત્મક તસવીર

યૂનિયન બેંકના સૂચન પર અમલ કરવામાં આવે તો બેંક ખુલવાનો અને બંધ થવાનો સમય બદલાઈ શકે છે

  • Share this:
નવી દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાના કેસ (Coronavirus) સતત વધી રહ્યા છે. દેશભરમાં અનેક શહેરોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક શહેરોમાં આંશિક લોકડાઉન કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિના કારણે બેંક યૂનિયને (Bank Unions) બેંક કર્મચારીઓની સુરક્ષાને લઈને નાણા મંત્રાલય પાસે આ અંગે ઉપાયની માંગ કરી છે. બેંક યૂનિયને જણાવ્યું છે કે બેંકોના વર્કિંગ ડેઝમાં ઘટાડો કરીને અને ન્યૂનતમ કર્મચારીઓ સાથે કામ કરવા માટે પરવાનગી આપીને કામ કરી શકાય છે.

કામના કલાક ઓછા કરવાનું સૂચન

નવ યૂનિયનના સંગઠન યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયને (UFBU) નાણા વિભાગના સચિવ દેવાશીષ પાંડેને આ અંગે માહિતી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બેંક બ્રાન્ચ કોરોના સંક્રમણ ફેલાવવા માટેનું હોટસ્પોટ છે. આ પ્રકારની પરિસ્થિતિમાં સરકારે જલ્દીથી કોઈ ઉપાય કરવાની જરૂરિયાત છે. ત્યારે યૂનિયને કામના કલાક ઘટાડવા માટેનું સૂચન કર્યું છે.

આ પણ વાંચો - રાજકોટ : રેમડેસિવીર ઇન્જેક્શન બ્લેકમાં વેચનાર દેવાંગ મેરની ધરપકડ, જાણો કેટલા રૂપિયા પડાવતો

યૂનિયન બેંકના સૂચન પર અમલ કરવામાં આવે તો બેંક ખુલવાનો અને બંધ થવાનો સમય બદલાઈ શકે છે. જેમાં બેંક સવારે 10 વાગ્યાની જગ્યાએ 9:30 વાગ્યે ખુલી શકે છે અને 4 વાગ્યા સુધીમાં ગ્રાહક પોતાનું કામ પૂર્ણ કરી શકે છે. જો આ પ્રકારે કામ થાય છે તો બેંક કર્મચારી સપ્તાહમાં માત્ર 5 દિવસ કામ કરશે, તેમજ દર શનિવાર અને રવિવારે બેંક બંધ રહેશે. આ સૂચન પર ગંભીરતાથી વિચાર થઇ રહ્યો છે. સાથે જ ઇન્ડિયન બેંક એસોસિએશન અને બેંક યૂનિયન વચ્ચે આ અંગે પ્રાથમિક વાતચીત થઈ ચૂકી છે.
ઘરેથી કામ કરવાની મળી શકે છે પરવાનગી

બેંક યૂનિયને જણાવ્યું છે કે દરેક બેંકોને શાખાઓ/કાર્યાલયોમાં ન્યૂનતમ કર્મચારીઓ કામ કરે તેવો નિર્દેશ આપવામાં આવે. આગામી 4થી 6 મહિના સુધી એક તૃતિયાંશ કર્મચારીઓ સાથે કામ અને ઘરેથી કામ કરવાની પરવાનગી આપવી જોઈએ.
First published: April 16, 2021, 6:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading