ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યા છો? આ બેંકો ઑફર કરે છે સૌથી ઓછો વ્યાજ દર


Updated: July 23, 2021, 12:48 PM IST
ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યા છો? આ બેંકો ઑફર કરે છે સૌથી ઓછો વ્યાજ દર
પ્રતીકાત્મક તસવીર

Lowest rates on gold loans: મહામારીના કારણે લાગેલા લોકાડાઉનમાં નાણાકીય સંકટ ઊભું થતા ઘણા પરીવારોને પોતાના સોનાના દાગીનાઓ ગીરવે રાખવાનો વારો આવ્યો હતો.

  • Share this:
મનીકંટ્રોલ ટીમ: કોરોના વાયરસ મહામારી (Corona pandemic)એ ફરી એક વખત ભારતીયોને સાબિત કરી દીધું કે સંકટના સમય માટે સોનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. મહામારીના કારણે લાગેલા લોકાડાઉનમાં નાણાકીય સંકટ (Financial crisis) ઊભું થતા ઘણા પરીવારોને પોતાના સોનાના દાગીના (Gold ornaments)ઓ ગીરવે રાખવાનો વારો આવ્યો હતો. નોકરી-ધંધાઓ ઠપ્પ થતા અસંખ્ય પરીવારોને નાણાકીય સંકટથી બચવા અને બાળકોની શૈક્ષણિક ફી ભરવા, ઇમરજન્સી હોસ્પિટલ ખર્ચ માટે કે અન્ય જરૂરિયાતોને પહોંચી વળવા પોતાના કિંમતી આભૂષણોનો ભોગ આપવો પડ્યો છે. જોકે, આવા સમયે સોનાના ઊંચા ભાવો (Gold rates) અને નીચ વ્યાજદરોએ નાણાકીય દ્રષ્ટિકોણથી અસર ઘટાડી છે. જેથી પૈસા મેળવવા પ્રમાણમાં સરળ બન્યું છે.

જાહેર ક્ષેત્રની બેંકો (PSB) સસ્તા વ્યાજદરે સોનાની લોન આપનાર ઋણદાતાઓની યાદીમાં ટોચ પર છે. Bankbazaar.comના આંકડાઓ અનુસાર, 3 વર્ષની સમયમર્યાદા સાથે 5 લાખ રૂપિયાની ગોલ્ડ લોન માટે પંજાબ એન્ડ સિંધ બેંકના વ્યાજદરો 7 ટકાથી શરૂ થાય છે. ત્યાર બાદ 7.3 ટકાના દર સાથે બેંક ઓફ ઇન્ડિયા (BOI)નો ક્રમ છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ગોલ્ડ લોન પર 7.5 ટકા વ્યાજ લે છે.

આ પણ વાંચો: એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર આ બેંકો આપી રહી છે સૌથી વધારે વળતર

નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ, કે જે આ ક્ષેત્રમાં વધુ સક્રિય છે, તેઓ 9.24 ટકાથી 12 ટકા સુધીના વ્યાજદરો ચાર્જ કરે છે. IIFL ફાઇનાન્સ 9.24 ટકા સાથે સૌથી સસ્તું છે. મૂથૂટ, બજાજ ફિનસર્વ અને મણપુરમ ફાઇનાન્સ ક્રમશઃ 11.9 ટકા, 11.99 ટકા અને 12 ટકા લે છે.આ પણ વાંચો: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં પોતાનો હિસ્સો ઘટાડ્યો, આ કંપનીના એક કરોડ શેર ખરીદ્યાડેટા સંકલન માટે તમામ લીસ્ટેડ (BSE) જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો અને પસંદ કરેલી એનબીએફસી માટે ગોલ્ડ લોનના વ્યાજ દરને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જે બેંકની વેબસાઇટ પર ડેટા ઉપલબ્ધ ન હતા તેને ધ્યાનમાં લેવામાં આવી નથી. આ તમામ ડેટા જે-તે બેંકની વેબસાઇટ પરથી જુલાઇ 8, 2021ના રોજ એકત્રિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Fixed deposit: ફક્ત 6 મહિનામાં FD કરાવીને કરી શકો છો સારી કમાણી, જાણો SBI સહિત સાત બેંકની ખાસ ઑફર

બેંકોને વ્યાજ દરના આધારે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવી છે. એટલે કે સોનાની લોન પરના સૌથી ઓછા વ્યાજ દર (અલગ અલગ લોનની રકમ માટે)ની બેંક/એનબીએફસી સૌથી ટોપ પર અને સૌથી વધુ વ્યાજ દર ધરાવતી બેંક/એનબીએફસી તળીયે રાખવામાં આવી છે.

આ પણ વાંચો: જોઈન્ટ હોમ લોન લેવી કે નહીં? જાણો તેના ફાયદા અને લોન લેતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો

ટેબલમાં આપેલ સૌથી ઓછો રેટ ઓફર કરતી બેંક/એનબીએફસી પર વિચાર કરાયો છે. 3 વર્ષના સમયગાળા સાથે 5 લાખ રૂપિયા લોન માટે ટેબલમાં આપેલ વ્યાજ દરના આધારે ઇએમઆઇ(EMI)ની ગણતરી કરવામાં આવી છે. (EMIની ગણતરી માટે પ્રોસેસિંગ અને અન્ય ચાર્જ શૂન્ય માનવામાં આવે છે).
First published: July 23, 2021, 12:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading