જો તમે પણ કરી રહ્યાં છો વિલ બનાવવાનો વિચાર, તો જરૂરથી જાણી લો આ બાબતો વિશે


Updated: May 29, 2022, 1:13 AM IST
જો તમે પણ કરી રહ્યાં છો વિલ બનાવવાનો વિચાર, તો જરૂરથી જાણી લો આ બાબતો વિશે
સ્ટેક હોલ્ડર્સને તમારા એસ્ટેટ પ્લાનિંગ વિશે જાણ કરો

એક સારી એસ્ટેટ યોજનામાં લીગલ, ટેક્સ અને રેગ્યુલેચરી અસરોને ધ્યાનમાં લેવી જરૂરી છે, માત્ર યોજના બનાવનાર વ્યક્તિ માટે જ નહીં પણ આવી યોજનાઓના લાભાર્થીઓ માટે પણ જેમાં કેટલીકવાર ક્રોસ બોર્ડર લૉનો પણ સમાવેશ થઈ શકે છે.

  • Share this:
લોકો સંપત્તિ ઉભી કરવા માટે સખત મહેનત કરીને વર્ષો વિતાવી દે છે, પરંતુ જ્યારે ઇચ્છિત રિસિપ્ટન્ટ દ્વારા તેનો આનંદ સંપૂર્ણ રીતે લઈ શકે તેની ખાતરી કરવા માટે આયોજનની વાત આવે છે ત્યારે તેના પ્રત્યે થોડું અથવા તો નહીવત ઘ્યાન આપવામાં આવે છે. એસ્ટેટ પ્લાનિંગ ન કરવા માટે ઘણીવાર અલગ અલગ બહાના આપવામાં આવે છે જેમ કે, પ્લાનિંગ કરવા માટે ખૂબ જ યુવાન છીએ, 'અમારી પાસે કોઈ મોટી સંપત્તિનો આધાર નથી', 'નાનું કુટુંબ છે', 'વિવિધ જગ્યાએ નોમિનેશન છે' વગેરે, પણ હકીકત એ છે કે, જો તમારી પાસે સંપત્તિ છે અને તેને કોઈ પ્રિય વ્યક્તિ સુધી પહોંચાડવાની ઇચ્છા છે, તો તેની માટે તમારે પ્લાનિંગ કરવુ જરૂરી છે. દરેક વ્યક્તિને અમુક સ્તરના એસ્ટેટ પ્લાનિંગથી ફાયદો થઈ શકે છે, તેથી બહાના બનાવવાનું છોડો અને ઝડપથી પ્લાનિંગ કરવા વિશે વિચાર કરો.

તમારા માટે એસ્ટેટ પ્લાન બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોથી વાકેફ રહેવું યોગ્ય છે, જેને ઘણીવાર અવગણવામાં આવે છે. ચાલો તેમાંથી કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરીએ

તેને પ્રાયોરિટી લિસ્ટમાં નીચે ન રાખો

ઘણા લોકો માટે એસ્ટેટ પ્લાનિંગ એ ટૂ-ડૂ-લિસ્ટમાં પ્રાયોરિટી આઇટમ તરીકે સામેલ હોતુ નથી. જો તમે શરૂઆત કરો છો તો પણ તમે તેને પૂર્ણ કરવામાં નિષ્ફળ બની શકો છો. આની પાછળનું એક મુખ્ય કારણ એ પણ છે કે કદાચ તમે માનો છો કે તે તમારા જીવનકાળ દરમિયાન કોઈ હેતુ પૂરો કરતું નથી, જો કે ખરેખરમાં એવુ કશું જ નથી. આ વાત સત્યથી તદ્દન વિપરિત છે. મેડિકલ કંડિશનમાં તમારી સંપત્તિનું અવિરત સંચાલન, બિઝનેસ અને/અથવા કૌટુંબિક સમસ્યાઓના કારણે તમારી સંપત્તિઓને અણધાર્યા જોખમોથી સુરક્ષિત કરવી, વ્યવસ્થાપનની સરળતા માટે સંપત્તિનું એકીકરણ અને ટ્રાન્સમિશનની સરળતા માટે અસેટ્સ રાખવાની ડિસિપ્લીન્ડ રીત છે અને તે જ કેટલાક એવા લાભો પણ છે જે તમે તમારા જીવનકાળ દરમિયાન એસ્ટેટ પ્લાન કરીને મેળવી શકો છો.

એ સમજવું અગત્યનું છે કે આપણે આપણા લાઈફ સ્પાનની કે જીવનની કોઈ આગાહી કરી શકતા નથી અને તેથી ઇન્ટેસ્ટેટ ઉત્તરાધિકાર કાયદાના ડાઉનસાઇડ્સને ટાળવા અને તમારી સંપત્તિ અયોગ્ય વ્યક્તિઓને વારસામાં ન મળે તે માટે આજે જ એક યોજના અમલમાં મૂકવી હિતાવહ બની જાય છે.

માત્ર પેન કે પેપર પર ચિતરવાથી વધુ મહત્વનુંએસ્ટેટ પ્લાનિંગ ફક્ત તમારી ઇચ્છાઓને કાગળ પર મૂકવા પૂરતી મર્યાદિત હોવી જોઈએ નહીં. ઘણીવાર આપણે આપણી સંપત્તિનું વિતરણ કેવી રીતે કરવું જોઈએ તેના પર આપણી ઈચ્છાઓનું દસ્તાવેજીકરણ કરીએ છીએ અને માનીએ છીએ કે આપણે આપણી વિલ પૂરી કરી છે. જો કે, એ જરૂરી છે કે જ્યારે પણ તમે કોઈ પણ એસ્ટેટ પ્લાનિંગ ડોક્યુમેન્ટ જેમ કે વિલ, પ્રાઈવેટ ફેમિલી ટ્રસ્ટનું ટ્રસ્ટ ડીડ વગેરે મૂકો ત્યારે તમે પ્રેક્ટિકલ પાસાઓને ધ્યાનમાં રાખવા જરૂરી છે.

વિલમાં તમે તમારી બધી સંપત્તિ તમારા જીવનસાથી પાસે જવી જોઈએ એવો ઉલ્લેખ કર્યો હશે, પરંતુ જો તમે તમારી માતા સાથે સંયુક્ત રીતે સંપત્તિ ધરાવો છો અથવા કદાચ તમે તમારા બાળકોને અમુક સંપત્તિઓ માટે નોમિનેટ કર્યા હોય તો શું? તમારી વસિયતમાં ઓનરશીપ પેટર્ન સાથે નોમિનેશનના આવા નોન અલાઈમેન્ટથી તમારી સંપત્તિ તમારા ઇચ્છિત રિસિપ્ટન્ટસને ટ્રાન્સફર કરવામાં ડિલે થઈ શકે છે.

તમારી એસ્ટેટ હોલ્ડિંગનો રેકોર્ડ રાખો

રેગ્યુલેટર્સના તાજેતરના ડેટા સૂચવે છે કે બેંકો, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ, વીમા કંપનીઓ વગેરેમાં અંદાજે રૂ. 80,000 કરોડ દાવા વગરના પડેલા છે.

આ વેલ્થ ટ્રાન્સમિશન લોસ એક ખૂબ જ સુસંગત પગલા તરફ નિર્દેશ કરે છે, જે તમારી એસ્ટેટ યોજનાને સ્થાને મૂકતી વખતે ઘણીવાર અવગણવામાં આવે છે. તમારી સંપત્તિને કેવી રીતે વહેંચવી તેના માટે તમે વીલ લખ્યું હશે. પરંતુ શું તમે વિચાર્યું છે કે કેવી રીતે તમારા વહીવટકર્તા(ઓ) (જેઓ તમારી વિલમાં જણાવ્યા મુજબ તમારી ઈચ્છાઓ પૂરી કરવાનો હવાલો સંભાળે છે) અને તમારા વારસો (એટલે ​​​​કે, તમારી એસ્ટેટના લાભાર્થીઓ) તમારી સંબંધિત માહિતી કેવી રીતે એકત્ર કરશે? એસ્ટેટ, જે તમારી અસેટ્સ શોધવા અને ટ્રાન્સફર કરવા માટે જરૂરી હશે?

સંબંધિત હિસ્સેદારો દ્વારા ઍક્સેસની સરળતા માટે તમારી સંપત્તિ અને જવાબદારીઓની ઇન્વેન્ટરી જાળવી રાખવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સ્ટેકહોલ્ડર્સને તમારા એસ્ટેટ પ્લાનિંગ વિશે જાણ કરો

મોટાભાગની વ્યક્તિઓમાં સામાન્ય સમજ તેમની એસ્ટેટ યોજનાને ગુપ્ત રાખવાની હોય છે.

આવી બાબતોને ગોપનીય રાખવાની સારી પ્રથા હોવા છતાં, તે એટલી હદે ન હોવી જોઈએ કે જે લાભાર્થીઓ તમારી અસેટ્સ મેળવવાના છે અને અસેટ્સ ટ્રાન્સફર કરવામાં મદદ કરવા માટે જવાબદાર હોય તેવા એક્ઝિક્યુટર્સ અજાણ હોય કે આવી કોઈ યોજના અસ્તિત્વમાં છે.

એસ્ટેટ પ્લાન વ્યક્તિની વ્યક્તિગત પરિસ્થિતિને પ્રતિબિંબિત કરતી હોવાથી વ્યક્તિએ મૂલ્યાંકન કરવું પડશે કે આવી માહિતી કેવી રીતે જાહેર કરવામાં આવે છે અને કેટલી હદ સુધી, પરંતુ મુખ્ય બાબત એ સુનિશ્ચિત કરવાની છે કે સંબંધિત હિસ્સેદારોને કન્ફ્યુઝન ઘટાડવા માટે જાણ કરવામાં આવે અને કેવી રીતે તે અંગે સ્પષ્ટ દિશા પ્રદાન કરવામાં આવે કે તમે તમારી સંપત્તિઓને કઈ રીતે નિયંત્રિત કરવા ઈચ્છો છો.

‘DIY’ અપ્રોચ ન અપનાવશો

એક સારી એસ્ટેટ યોજનામાં લીગલ, ટેક્સ અને રેગ્યુલેચરી અસરોને ધ્યાનમાં લેવી જરૂરી છે, માત્ર યોજના બનાવનાર વ્યક્તિ માટે જ નહીં પણ આવી યોજનાઓના લાભાર્થીઓ માટે પણ જેમાં કેટલીકવાર ક્રોસ બોર્ડર લૉનો પણ સમાવેશ થઈ શકે છે. પ્રોફેશનલની સલાહ લેવાથી તમને આ પાસાઓને ધ્યાનમાં લેવામાં મદદ મળે છે. ઘણીવાર DIY (ડૂ ઈટ યોર સેલ્ફ) અભિગમ અપનાવી લેવાથી કેટલીક મુશ્કેવીઓ પડતી હોય છે. આથી, આવી ભૂલો ટાળવા માટે નિષ્ણાતોની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. તમારી જરૂરિયાતોને સંબોધિત કરતી કોમ્પ્રિહેન્સિવ પ્લાનિંગ બનાવો, તમારા બેકગ્રાઉન્ડ અને તમારા લાભાર્થીઓના બેકગ્રાઉન્ડને પણ ધ્યાનમાં રાખો.

આ પણ વાંચોForex Reserves: ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 4.23 અબજ ડોલર વધ્યું, ગોલ્ડ રિઝર્વમાં પણ થયો વધારો

એસ્ટેટ પ્લાનને યોગ્ય રીતે તૈયાર કરવી એક જટિલ એક્સરસાઈઝ હોઈ શકે છે. જ્યારે DIY અભિગમમાં અમુક ક્ષતિઓ નજીવી હોઈ શકે છે તો કેટલીક વાર ક્ષતિઓ એટલી મોટી પણ હોઈ શકે કે તમારા દ્વારા કમાવવામાં આવેલી સંપતિ તમારા ઈચ્છિત વ્યક્તિ સુધી પહોંચી જ ન શકે. તમારી મહેનતથી કમાયેલી સંપત્તિ વાસ્તવમાં ઇચ્છિત પ્રાપ્તકર્તાઓ સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે પ્રોફોશનલની સલાહ લેવી જરૂરી છે.
First published: May 29, 2022, 1:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading