JRD Tata Birthday special : જ્યારે ટાટાએ ખુદ બદલ્યું હતું પ્લેનમાં ટોયલેટ પેપર, જાણો JRD ટાટાની રસપ્રદ વાતો

News18 Gujarati
Updated: July 29, 2021, 7:02 AM IST
JRD Tata Birthday special : જ્યારે ટાટાએ ખુદ બદલ્યું હતું પ્લેનમાં ટોયલેટ પેપર, જાણો JRD ટાટાની રસપ્રદ વાતો
JRD ટાટાની ફાઈલ તસવીર

JRD Tata Birthday special: જેઆરડી ટાટાનું આખું નામ છે જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા છે. જેઆરડી ટાટાનો જન્મ 29 જુલાઈ 1903માં થયો હતો. તેમનું નિધન 29 નવેમ્બર 1993માં થયું હતું.

  • Share this:
Happy Birthday JRD tata: દેશની ઈન્ડસ્ટ્રીયલ હિસ્ટ્રીમાં જો કોઈ મોટી ભારતીય હસ્તીની વાત આવે તો જેઆરડી ટાટાનું (JRD Tata) નામ પહેલા આવે છે. તેમની આજે 29 જુલાઈએ 117મી જન્મજ્યંતી (JRD tata 117th birth anniversary) છે. જેઆરડી ટાટા દેશના એક માત્ર ઉદ્યોગપતિ રહ્યા છે જેમને ભારતરત્નથી (Bharat ratna JRD tata) સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમના માટે કહેવામાં આવે છે કે તેમણે ઉદ્યોગિક ક્ષેત્રમાં ભારતીયતાના વિચારો ગડ્યા છે. ચાલો જાણિયે જેઆરડી ટાટાની રસપ્રદ વાતો..

JRD Tataનું આખું નામ
જેઆરડી ટાટાનું આખું નામ છે જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (Jehangir Ratanji Dadabhoy Tata) છે. જેઆરડી ટાટાનો જન્મ 29 જુલાઈ 1903માં થયો હતો. તેમનું નિધન 29 નવેમ્બર 1993માં થયું હતું.

ભારત રત્નથી સમ્માનિત થનારા એકમાત્ર ઉદ્યોગતિ
જહાંગીર રતનજી દાદાભાઈ ટાટાને દેશના સર્વશ્રેષ્ઠ નાગરિકથી સમ્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે સરકાર તમને આ સમ્માન આપવાનું વિચારી રહી છે ત્યારે તેણે કહ્યું હતું કે મને કેમ હું આના માટે ડિઝર્વ નથી કરતો.

આ પણ વાંચોઃ-મ્યુચ્યુઅલ ફંડમાંથી બહાર નીકળતા પહેલા આ પાંચ બાબતો પર નજર દોડાવવી જરૂરીએવિએશન સેક્ટરના જન્મદાતા જેઆરડી ટાટા
જેઆરડી ટાટાને ભારતમાં એવિએશન સેક્ટરના જન્મમદાતા તરીકે માનવામાં આવે છે. તેમણે સૌથી પહેલા ટાટા એરલાઇન્સની શરુઆત કરી હતી. બાદમાં એર ઇન્ડિયા થઈ ગઈ. ભારતમાં એ જમાનામાં પહેલી ઉડાન કરાચીથી મુંબઈ માટે ઉડાન ભરતી હતી. એક સમયે જેઆરડી તાટાએ પ્લેનમાં ટોયલેટ પેપર પણ બદલ્યું હોવાનું પણ માનવામાં આવે છે. જેઆરડી ટાટાએ પોતાની ક્ષમતાના દમ ઉપર ટાટા ગ્રૂપમાં અનેક કંપનીઓની સ્થાપના કરી હતી. તેમને ભારતીય બિઝનેશના હીરો કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ-OLAએ કર્મચારીઓને આપી મોટી ભેટ, ESOPમાં કર્યો 3,000 કરોડનો વધારો

એક જ વખત ટીવી ઉપર આપ્યું હતું ઇન્ટરવ્યૂ
જેઆરડી ટાટાએ પોતાના જીવનમાં એક જ વખત ટીવી ઉપર ઈન્ટરવ્યૂ આપ્યું હતું. આ ઈન્ટરવ્યૂ 1987માં આપ્યું હતું. જેને દુરદર્શન ઉપર પ્રસારિત કરવામાં આવ્યું હતું. ઈન્ટરવ્યૂ પત્રકાર રાજીવ મેહરોત્રાએ લીધું હતું.

પહેલી કાર લોન્ચ કરવામાં પણ મોટી ભૂમિકા
જેઆરડી ટાટાએ ભારતમાં ટાટા ગ્રૂપ અંતર્ગત ઓટો કંપની TELCOની સ્થાપના કરી હતી. કંપનીની પહેલી કારનું નામ ટાટા એસ્ટેટ. આજે ટીલ્કો કંપની ટાટા મોટર્સના નામથી જાણિતી છે. રતન ટાટાની સાથે જેઆરડી ટાટાએ આ કાર લોન્ચ કરી હતી.
Published by: ankit patel
First published: July 29, 2021, 12:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading