Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે શું થયો ફેરફાર? ફટાફટ ચેક કરો

News18 Gujarati
Updated: May 13, 2021, 9:01 AM IST
Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે શું થયો ફેરફાર? ફટાફટ ચેક કરો
પ્રતિકાત્મક તસવીર

આપના વાહનની ટાંકી ફુલ કરાવતા પહેલા ફટાફટ ચેક કરી લો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

  • Share this:
નવી દિલ્હી. પેટ્રોલ અને ડીઝલની નવી કિંમત (Petrol, Diesel Price Today) સરકારી ઓઇલ કંપનીઓએ જાહેર કરી દીધી છે. નોંધનીય છે કે ગત એક સપ્તાહથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે જેના કારણે બંને ઈંધણોના ભાવ ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયા છે. જોકે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 92.05 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 82.61 રૂપિયા પ્રતિ લીટર છે.

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 13 May 2021)

>> દિલ્હી- પેટ્રોલ 92.05 રૂપિયા અને ડીઝલ 82.61 રૂપિયા પ્રતિ લીટર છે.

>> મુંબઈ- પેટ્રોલ 98.36 રૂપિયા અને ડીઝલ 89.75 રૂપિયા પ્રતિ લીટર છે.
>> ચેન્નઈ- પેટ્રોલ 93.84 રૂપિયા અને ડીઝલ 87.49 રૂપિયા પ્રતિ લીટર છે.
>> કોલકાતા- પેટ્રોલ 92.16 રૂપિયા અને ડીઝલ 85.45 રૂપિયા પ્રતિ લીટર છે.આ પણ વાંચો, ‘રાધે’થી લઈ ‘ધ લાસ્ટ અવર’ સુધી, આ સપ્તાહે ઘરે બેઠા માણો આ ફિલ્મોનો આનંદ

7 દિવસમાં પેટ્રોલ 1.65 રૂપિયા મોંઘું થયું

પેટ્રોલ-ડીઝલના ભાવમાં 4 મેથી વધારો ચાલુ થયો છે. ત્યારથી લઈને 7 દિવસની અંદર થયેલા ભાવવધારાને જોઈએ તો પેટ્રોલની કિંમતમાં 1.65 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલ (Diesel Price Hike)ની કિંમત પણ 7 દિવસમાં 1.88 રૂપિયા પ્રતિ લીટર વધી ગઈ છે.

આ પણ વાંચો, ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારૂઓએ ગોલ્ડ લોનની ઓફિસમાંથી ધોળેદિવસે 20 લાખની કરી લૂંટ

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: May 13, 2021, 9:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading