સેબી બદલવા જઈ રહ્યું છે પ્રમોટરોની પરિભાષા: પ્રી અને પોસ્ટ IPOના લોકઈન પીરિયડમાં પણ કરશે ફેરફાર


Updated: May 15, 2021, 7:20 PM IST
સેબી બદલવા જઈ રહ્યું છે પ્રમોટરોની પરિભાષા: પ્રી અને પોસ્ટ IPOના લોકઈન પીરિયડમાં પણ કરશે ફેરફાર

  • Share this:
નવી દિલ્લી:  કેપિટલ માર્કેટ અને સેકન્ડરી માર્કેટમાં સમયાંતરે જરૂરી ફેરફારો કરવા નિયામક સંસ્થા સેબી કોરોનાકાળમાં પણ કટિબદ્ધ છે. પોસ્ટ આઈપીઓ લોક ઈનનો સમયગાળો સેબી ઘટાડીને પ્રમોટરોને રાહત આપવા અંગે વિચારી રહી છે.

જાહેર ભરણાં(IPO) બાદના ત્રણ વર્ષ સુધી કંપનીના પ્રમોટર પોતાનું હોલ્ડિંગ એટલે કે પોતાની હિસ્સેદારી 20%થી નીચે ન લઈ જઈ શકે તેવો સેબીનો કડક નિયમ રીટેલ રોકાણકારોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. પરંતુ હવે બજારમાં લિક્વિડિટી અને રીટેલ પાર્ટિસિપેશન જોઈને સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) આ સમયગાળો ઘટાડીને ન્યૂનતમ 1 વર્ષ કરવા જઈ રહી છે.

સેબીએ ICDR (Issue of Capital and Disclosure Requirements) નિયમોમાં ઢીલ મુકવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ હળવો બનતા પ્રમોટરો માટે આઈપીઓ બાદના કડક નિયમપાલનથી છુટકારો મળશે. 20%થી વધારાના અને પ્રી-આઈપીઓ નોન પ્રમોટર શેરહોલ્ડિંગ માટેના નિયમનો સમયગાળો પણ 1 વર્ષના લોકઈનથી ઘટાડીને 6 મહિના કરશે.

આ સિવાય સેબીએ જ એક નિવેદનમાં કહ્યું છે કે તેઓ પ્રમોટરોની પરિભાષામાં પણ ફેરફાર કરવા જઈ રહ્યાં છે. વ્યાખ્યા બદલવા પાછળનું કારણ આપતા સેબીએ કહ્યું કે હવે પ્રાઈવેટ ઈક્વિટી રોકાણ ધરાવતી કંપનીઓ બજારમાં લિસ્ટ થઈ રહી છે અને નવી કંપનીઓ ખાસ કરીને ટેક્નોલોજી કે સોલ્યુશન પ્રોવાઈડર કંપનીઓ હવે કોઈ પરિવારના નેજા હેઠળની નથી. તેમાં મોટા દેશી-વિદેશી સંસ્થાગત અને વ્યકતિગત રોકાણકારો હોય છે, તેથી તેમને ધ્યાને રાખીને પણ નિયમ બદલવા પડશે અને પરિભાષા બદલવાની જરૂર પડી છે.

સેબીએ IPO પ્રોસ્પેકટમાં પણ રોકાણકારોમાંથી ટોપ-5 લિસ્ટેડ અથવા અનલિસ્ટેડ ગ્રુપ કંપનીઓના ફાઈનાન્શિયલ અને અન્ય ખુલાસાઓના નિયમ પણ રદ્દ કરવા જઈ રહી છે, તેથી પ્રાઈવેટ રોકાણ ધરાવતી કંપનીઓ સરળતાથી લિસ્ટિંગ માટે પ્રોત્સાહિત થઈ શકે.

મની કન્ટ્રોલે આ મુદ્દે ઘણાં કાયદાકીય અને બજારના નિષ્ણાંતો સાથે ચર્ચા કરી છે અને તેમાંથી મોટાભાગના નિષ્ણાતોનું  માનવું છે કે, સેબીનો આ નવો પ્રસ્તાવ ભારતીય બજારમાં સકારાત્મક પવન ફૂંકશે અને રોકાણને લાંબાગાળાનું મજબૂત સ્થાયી સ્થાન મળશે.જે સાગર એસોસિયેટ (J Sagar Associates)ના આનંદ લકરા (Anand Lakra)નું કહેવું છે કે પ્રમોટરોને સ્થાને પર્સન ઈન કન્ટ્રોલ Persons in Control) શબ્દ વ્યાજબી અને સારો રહેશે અને આજના નિયમ અનુસાર એક વખત પ્રમોટર બન્યા બાદ આખી જિંદગી તે કંપનીના પ્રમોટરનું બિરૂધ લઈને ફરવાના નિયમમાંથી છુટકારો મળશે. વર્તમાન નિયમમાં રીક્લાસિફિકેશન નથી થઈ શકતું અને પ્રમોટર શેરધારકોએ પોતાની જવાબદારી હરહમંશ નિભાવવી જ પડે છે, ભલે કંપનીનું સંચાલન તેમના હાથમાં હોય કે ન હોય. આ સ્થિતિને બદલવા માટે સેબીએ જલદી જ સંસોધન કરવું જરૂરી બને છે.

ઈન્ડસ લો પાર્ટનરના મનન લાહોટીનું કહેવું છે કે પ્રમોટરની પરિભાષા બદલવાથી કંપનીના ડિસ્કલોઝર નિયમોના ભારણમાંથી છુટકારો મળશે. આ સિવાય પ્રી આઈપીઓ લોક ઈન પીરિયડ ઘટવાથી પ્રાઈવેટ ઈકવિટી રોકાણકારોને મોટી રાહત મળશે.

ડીએસકે લીગલના એનીન્ડા પાલ (Aninda Pal)નું કહેવું છે કે ICDR નિયમોમાં પ્રમોટર ગૃપ અને અન્ય શેરધારકોને રાહત આપવાથી અન્ય કંપનીઓ પણ બજારમાં આવશે અને આઈપીઓ થકી મૂડીએકત્રકરણ તરફ આગળ વધશે, લિસ્ટિંગ વધશે. સૌથી મહત્વની વાત પ્રી આઈપીઓ ઈન્વેસ્ટમેન્ટ નિયમો સુધરતા ભારતની ગણના પણ વિશ્વના ટોચના રોકાણકાર દેશોમાં થશે અને આપણા નિયમો પણ વિકસિત દેશોની સાપેક્ષે પહોંચી જશે.

મનીકન્ટ્રોલ સાથે વાત કરતા એવરસ્ટોન ગૃપના પ્રતિભા જૈને ટાંક્યું કે છેલ્લા કેટલાય સમયથી ઈન્વેસ્ટરો અને પ્રમોટરો આઈપીઓ લોક ઈન પીરિયડમાં ઘટાડાની માંગણી કરી રહી હતી અને હવે સેબીએ તેને ધ્યાને લીધું છે. આજના વિકસતા ભારતમાં પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ ભારતમાં મોટાપાયે રોકાણ કરવા ઈચ્છુક છે અને અનેક મોટી ડીલ કરવા છતા પણ અમુક હક્ક એમને નથી મળતા, કારણ કે તેઓ માત્ર રોકાણકાર જ ગણાય છે, ભલે તેમની પાસે મહત્તમ હિસ્સેદારી હોય, પરંતુ પ્રમોટરોના તરફેણમાં અનેક નિયમો હોવાથી PE ફર્મ ભારતમાં હજી પણ રોકાણ કરતા ખચકાટ અનુભવે છે. જોકે આ નિયમોમાં ફેરફાર થતા ભારતના બજાર ખુલશે. આ સિવાય તેમને ફરજિયાત રોકાણ નીકાળી લેવાના અનેક બંધનોમાંથી પણ મુક્તિ મળશે.

પ્રાઈવેટ ઈક્વિટી રોકાણકારોને જો સાચ્ચાં અને સરળ રસ્તે એક્ઝિટરૂટ ઉપલ્બ્ધ કરાવવામાં આવશે તો ભારતમાં રોકાણની તકો વધશે અને સારા આઈડિયા સાથેની કંપનીને મક્કમ આર્થિક બળ મળશે જેથી તે વિસ્તરણ અને કારોબાર આગળ વધારી શકે.

સેબીના પ્રી આઈપીઓ લોક ઈન, પોસ્ટ આઈપીઓ લોક ઈન સહિતના નિયમો અને પ્રમોટરોની પરિભાષા, રોકાણના સંદર્ભના નિયમોમાં ફેરફાર થશે તો ચોક્કસથી ભારતનું બજાર વૈશ્વિક રોકાણકારો અને ખાસ કરીને સંસ્થાગત રોકાણકારોની પ્રથમ હરોળની પસંદગી બનશે.
First published: May 15, 2021, 7:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading