Adani Wilmar: અદાણી ગ્રુપના આ શેરમાં સતત પાંચમા દિવસે લોઅર સર્કિટ, હાલ શેરની ખરીદી કરવી કે નહીં?


Updated: May 10, 2022, 12:21 PM IST
Adani Wilmar: અદાણી ગ્રુપના આ શેરમાં સતત પાંચમા દિવસે લોઅર સર્કિટ, હાલ શેરની ખરીદી કરવી કે નહીં?
અદાણી વિલ્મર (પ્રતીકાત્મક તસવીર)

Adani Wilmar Stock: આ લાર્જ-કેપ સ્ટોક તેની 50-દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, પરંતુ 5 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજ કરતા નીચે ટ્રેડ કરી રહ્યો છે.

  • Share this:
નવી દિલ્હી: અદાણી ગ્રુપના શેરમાં કોરોના મહામારીના કપરાકાળ બાદ રોકેટ ગતિએ વધારો જોવા મળ્યો છે. જોકે, તાજેતરની મંદીમાં અદાણી ગ્રુપના શેરમાં ઉપલા મથાળેથી મસમોટો કડાકો જોવા મળ્યો છે. આ જ યાદીમાં ટોચના સ્થાને છે અદાણી વિલ્મર (Adani Wilmar stock)નો શેર. અદાણી ગ્રુપનું સૌથી તાજેતરનું લિસ્ટિંગ અદાણી વિલ્મર તેના રોકાણકારોને આઈપીઓ બાદ શાનદાર વળતર આપી ચૂક્યું છે, પરંતુ છેલ્લા પાંચ સત્રથી શેરમાં લોઅર સર્કિટ (AWL lower circuit) લાગી રહી છે.

અદાણી વિલ્મરનો શેર આજે સતત પાંચમા સેશનમાં 5 ટકાની નીચલી સર્કિટ પર લોક થયો હતો. ઉપલા લેવલે પ્રોફિટ બુકિંગને કારણે સતત વેચવાલી જોવા મળી રહી છે. મંગળવારના શરૂઆતી ટ્રેડમાં BSE પર શેર 5 ટકા ઘટીને રૂ. 583.25 પર ખુલ્યો હતો. જેના કારણે કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 75,803 કરોડ થયું છે. છેલ્લા એક મહિનામાં સ્ટોક 6.07 ટકા વધ્યો છે, પરંતુ એક સપ્તાહમાં 22.61 ટકાનો કડાકો નોંધાયો છે.

શેરની સર્વોચ્ચ સપાટી



આ લાર્જ-કેપ સ્ટોક તેની 50-દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, પરંતુ 5 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજ કરતા નીચે ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા આઠ સત્રોમાં અદાણી વિલ્મરના શેરમાં 30.61 ટકાનો ઘટાડો થયો છે. તે 28 એપ્રિલ, 2022ના રોજ નોંધાવેલા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર રૂ. 878થી 33.59 ટકા અથવા રૂ. 295 નીચે સરક્યો છે. મજબૂત સેન્ટીમેન્ટ છતાં સતત નીચલી સર્કિટ બાદ શું આ લેવલે અદાણી વિલ્મરનો શેર ખરીદવો જોઈએ કે નહીં? આવો જાણીએ બજાર એક્સપર્ટ અને બ્રોકરેજ હાઉસ શું કહે છે.

બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય


બિઝનેસટુડેના અહેવાલ પ્રમાણે બ્રોકરેજ હાઉસ KRChokseyએ અદાણી વિલ્મર પર કવરેજ શરૂ કર્યું છે અને વર્તમાન સ્તરેથી 20 ટકાથી વધુ ઉપરનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે કંપનીની કાચા માલ મેળવવાની વ્યાપક ક્ષમતા અને વિસ્તૃત બિઝનેસ નેટવર્ક મજબૂત માપદંડો છે. તેઓ 70 ટકા કાચા માલની આયાત કરે છે અને સપ્લાયર્સ વિશ્વના ટોચના ખેલાડીઓ છે.KRChokseyએ જણાવ્યું હતું કે, અદાણી સાથે આ કંપનીની સહભાગી વિલ્મર ઈન્ટરનેશનલ વિશ્વની સૌથી મોટી પામ ઓઈલ સપ્લાયર છે. જેના કારણે જ કંપનીને વધારાનો ફાયદો પણ મળે છે, કારણ કે પામ ઓઈલ સોર્સિંગ માટે કોઈ થર્ડ પાર્ટી સપ્લાયર પર નિર્ભર રહેવાની જરૂર નથી. હવે AWLનું ફોકસ FMCG અને પેકેજ્ડ ફૂડ બિઝનેસના ગ્રોથ તરફ ખેંચાશે અને વેલ્યૂ એડેડ પ્રોડક્ટ્સ તેના બજાર હિસ્સામાં વધારો કરશે અને માર્જિનને પણ બૂસ્ટર મળશે.

બ્રોકરેજ ફર્મે વધુમાં કહ્યું જે, હાલમાં વેલ્યૂ એડેડ પ્રોડક્ટ્સમાંથી કોઈ ખાસ આવક નથી મળી રહી, પરંતુ મેનેજમેન્ટને અપેક્ષા છે કે તે મધ્યમ ગાળામાં નોંધપાત્ર સપોર્ટ પૂરો પાડશે. કંપનીની બેલેન્સશીટ પર નજર કરીએ તો IPOના પૈસા થકી તેણે લાંબાગાળાના દેવાની ચૂકવણી કરી છે, તેથી હવે વ્યાજ અને દેવા વગર કંપનીનો રોકડ પ્રવાહ ઊભો થશે.

આ પણ વાંચો: આજે (10 મે) આ 20 શેરમાં કરો મોટી કમાણી

આ સિવાય એક એનાલિસ્ટ પ્રશાંત તાપસે, રિસર્ચ એનાલિસ્ટ અને મહેતા ઇક્વિટીઝના વીપી રિસર્ચ 26 એપ્રિલના રોજ રોકાણકારોને રૂ. 840-850ના સ્તરની આસપાસના હોલ્ડિંગમાંથી 30%થી 40% પ્રોફિટ બુક કરવાની સલાહ આપી હતી અને તે સમયે શેર રૂ. 765ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ટીપ્સ2ટ્રેડ્સ(Tips2Trades)ના સહ-સ્થાપક અને ટ્રેઈનર એઆર રામચંદ્રને જણાવ્યું કે, રૂ. 800ની આસપાસ સ્ટોક ઓવરબોટ થઈ ગયો હતો અને રોકાણકારોને સલાહ આપી હતી કે તેઓ પ્રોફિટ બુક કરવાનું ચાલુ રાખે. તેમણે કહ્યું હતું કે, "નવી ખરીદી માત્ર રૂ. 520-545ના સ્તરની નજીક જ શરૂ કરી શકાય છે."

કંપનીનો દેખાવ


બીજી મેના રોજ રજૂ કંપનીએ રજૂ કરેલા આંકડા પ્રમાણે 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અદાણી વિલ્મરનો ચોખ્ખો નફો 26 ટકા ઘટીને રૂ. 234.3 કરોડ થયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 315 કરોડનો હતો. જોકે, સામે પક્ષે કંપની આવક વાર્ષિક દ્રષ્ટિએ રૂ. 10,672 કરોડથી 40% વધીને જાન્યુઆરી-માર્ચ, 2022ના સમયગાળામાં રૂ. 14,960 કરોડ થઈ છે. અર્નિંગ કોલમાં કંપનીએ જણાવ્યું હતુ કે સન ફ્લાવર ઓઈલના વપરાશને મસમોટો ફટકો પડ્યો છે. યુક્રેન યુદ્ધને કારણે તેમાં 50%નો ઘટાડો નોંધાયો છે, કારણ કે યુક્રેન વિશ્વમાં સનફ્લાવર ઓઈલનું સૌથી મોટો એક્સપોર્ટર દેશ છે.

આ પણ વાંચો: રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરના આઈપીઓએ રોકાણકારોને કર્યાં નિરાશ

અદાણી વિલ્મર લિમિટેડ એ અદાણી ગ્રૂપ અને સિંગાપોરના વિલ્મર ગ્રૂપ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તે ખાદ્ય તેલ, ઘઉંના લોટ, ચોખા, કઠોળ અને ખાંડના ઉત્પાદનમાં નોંધપાત્ર બજાર હિસ્સો ધરાવે છે. અદાણી વિલ્મર પાસે ભારતમાં સૌથી વધુ વેચાતી ખાદ્યતેલ લોકપ્રિય બ્રાન્ડ ફોર્ચ્યુન છે અને હવે તેમણે દાવત બાસમતી રાઈસ બ્રાન્ડની ખરીદી કરી છે.
First published: May 10, 2022, 12:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading