Gold at Re 1: શું તમે દિવાળી પર ડિજિટલ ગોલ્ડ ખરીદવા ઈચ્છો છો? આ બાબતોનું રાખો ધ્યાન


Updated: October 20, 2021, 5:33 PM IST
Gold at Re 1: શું તમે દિવાળી પર ડિજિટલ ગોલ્ડ ખરીદવા ઈચ્છો છો? આ બાબતોનું રાખો ધ્યાન
સોનાની ખરીદી (પ્રતીકાત્મક તસવીર)

Digital gold vs Physical Gold: ડિજિટલ સોનું તમામ લાભ પ્રદાન કરતું હોવાથી રોકાણકારો ડિજિટલ સોનામાં રોકાણ (Investment in Digital gold) કરવાનું પસંદ કરી રહ્યા છે.

  • Share this:
મુંબઈ: ભારતમાં દિવાળી અને ધનતેરસ (Dhanteras tradition begins)ના અવસરે સોનુંં ખરીદવાની પરંપરા (Tradition to buy Gold) છે. આ સમય દરમિયાન સોનાના આભૂષણ અને સિક્કાની માંગમાં વધારો થાય છે. કોરોના મહામારી દરમિયાન આભૂષણની દુકાને જવું જોખમરૂપ માનવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે સોનામાં રોકાણ (Investment in Gold)કરવામાં આવે છે. અનેક પ્લેટફોર્મ પરથી વેપારી અને રિફાઈનર પાસેથી સોનું ખરીદી શકાય છે. જોકે, ત્રણ કંપનીઓ ડિજિટલ ગોલ્ડ ઓફર કરે છે. 1) ઓગમેન્ટ ગોલ્ડ, 2) MMTC-PAMP ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ- જે MMTC લિમિટેડ અને સ્વિસ ફર્મ MKS PAMP વચ્ચે સંયુક્ત વેન્ચર ચલાવે છે તથા 3) ડિજિટલ ગોલ્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ. તમે Paytm, એમેઝોન પે, ગૂગલ પે અને ફોન પે પરથી પણ સોનું ખરીદી શકો છો.

ડિજિટલ સોનું તમામ લાભ પ્રદાન કરતું હોવાથી રોકાણકારો ડિજિટલ સોનામાં રોકાણ (Investment in Digital gold) કરવાનું પસંદ કરી રહ્યા છે. ડિજિટલ સ્વિસ ગોલ્ડ એન્ડ ગિલ્ડેડના ફાઉન્ડર અને ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર અશરફ રિઝવીએ કેટલીક માહિતી આપી છે. તેઓ જણાવે છે કે, મોબાઈલ એપથી ડિજિટલી ખરીદેલ સોનું ભૌતિક સોનું છે. આ સોનું ખરીદવા માટે સ્ટોર પર જવાની જરૂરિયાત નથી.

ડિજિટલ સોનું સરળતાથી અને ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ કારણોસર લોકો ડિજિટલ સોનું ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ડિજિટલ સોનું ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે અહીં જણાવવામાં આવ્યું છે.

શુદ્ધતા

સૌપ્રથમ ડિજિટલ સોનું ખરીદતા પહેલા રોકાણકારોએ સોનાની શુદ્ધતાની તપાસ કરવી જોઈએ. ફિનોલોજીના ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર પ્રાંજલ કામરાએ આ અંગે જણાવ્યું છે કે, સેફગોલ્ડના પ્લેટફોર્મ પરથી ખરીદેલ સોના કરતા MMTC-PAMP પાસેથી ખરીદેલ ડિજિટલ સોનું અધિક શુદ્ધ હોવાની સંભાવના છે.

આ પણ વાંચો: Gold Price: સોનાની કિંમત 48,000 રૂપિયા નીચે પહોંચી, શું રોકાણ માટે આ યોગ્ય સમય છે?રૂ. 1 કરતા પણ ઓછી શરૂઆતની કિંમત

ડિજિટલ સ્વિસ ગોલ્ડ એન્ડ ગિલ્ડેડના ફાઉન્ડર અને ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર અશરફ રિઝવીએ જણાવ્યું કે, ડિજિટલ ગોલ્ડની કિંમત રૂ. 1થી શરૂ થાય છે. ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાથી ગ્રાહક નાના પાયે રોકાણ કરવા માટે આંશિક ભૌતિક સોનું ખરીદી શકે છે.

સ્ટોરેજ

5Paisaના ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર પ્રકાશ ગગદાનીએ આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, તમે જે સોનું ખરીદો છો, તે સેન્ટ્રલી સ્ટોર કરવામાં આવે છે અને તમારુ સોનું ડિજિટલ વોલેટ બેલેન્સ તરીકે દર્શાવવામાં આવે છે. તમે આ સોનાની ડિલીવરી લઈ શકો છો અથવા તમે ડાયરેક્ટ સેલ પણ કરી શકો છો.

GST અને અન્ય ચાર્જ

જે પ્રકારે સ્ટોર પરથી સોનાની ખરીદી પર GST ચૂકવવાનો રહે છે, તે જ રીતે ડિજિટલ ગોલ્ડની ખરીદી પર 3 ટકા GST ચૂકવવાનો રહે છે. ડિજિટલ ગોલ્ડ પ્રોવાઈડર સ્ટોરેજ કોસ્ટ, વીમો અને વધારાના અન્ય ખર્ચ માટે 2-3 ટકાનો વધારાનો ચાર્જ પણ વસૂલે છે. જો ગ્રાહક ડિજિટલ ગોલ્ડને ફિઝીકલ ગોલ્ડમાં પરિવર્તિત કરવા ઈચ્છે છે, તો તેના પર મેકિંગ ચાર્જ લગાવવામાં આવે છે. તમારા ઘર સુધી સોનું ડિલીવર કરવા માટે રોકાણકારોએ વધારાનો ચાર્જ પણ ચૂકવવાનો રહેશે.

આ પણ વાંચો: સોન ભંડાર: બિહારની આ ગુફામાં છૂપાવેલું છે અઢળક સોનું, ગુફાને ખોલવાનું રહસ્ય ખુલી જાય તો દેશ બની જાય માલામાલ!

મેક્સિમમ હોલ્ડિંગ પિરિયડ

ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટ્સમાં મેક્સીમમ હોલ્ડિંગ પિરિયડ હોય છે, ત્યારબાદ રોકાણકારે સોનાની ડિલીવરી લેવી પડે છે અથવા વેચી દેવું પડે છે. તમામ મરચન્ટની ડિજિટલ ગોલ્ડ માટે અલગ અલગ હોલ્ડિંગ પિરિયડ શરત હોય છે.

પ્રાંજલ કામરાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, MMTC-PAMP સાથે 5 વર્ષ સુધી ડિજિટલ ગોલ્ડ હોલ્ડ રાખ્યા બાદ તમારે તે ડિજિટલ ગોલ્ડ વેચવાનું રહેશે અથવા ગોલ્ડ કોઈનમાં બદલવાનું રહેશે. આ કારણોસર તમામ પ્રશ્નોને ધ્યાનથી વાંચવાની જરૂરિયાત છે. ખાસ કરીને ડિજિટલ ગોલ્ડ ખરીદતા પહેલા સૌથી પહેલા હોલ્ડિંગ પિરિયડ અને રોકાણની મર્યાદા વિશે જાણવું જરૂરી છે.

ડિજિટલ ગોલ્ડ પર ટેક્સ

ડિજિટલ હોલ્ડિંગ પિરિયડ અનુસાર રોકાણકારે ડિજિટલ ગોલ્ડ પર ટેક્સ ચૂકવવાનો રહે છે. ડિજિટલ સોનું 36 મહિના કરતા ઓછા સમય સુધી હોલ્ડ રાખવામાં આવે તો રિટર્ન પર ડાયરેક્ટ ટેક્સ લાગુ થતો નથી. ડિજિટલ ગોલ્ડથી મળતા લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન પર લાગુ થયેલ સરચાર્જ અને 4 ટકા સેસ સાથે રિટર્ન પર 20 ટકા ટેક્સ ચૂકવવાનો રહે છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના આ પાંચ શેર આપ્યું 215% સુધી વળતર, શું આમાંથી કોઈ શેર તમારી પાસે છે? 

ગેરફાયદા

Paisabazaar.comના કો-ફાઉન્ડર અને ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર નવીન કુકરેજાએ આ અંગે કહ્યું કે, ડિજિટલ સોનું ખરીદવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. સૌથી મોટુ નુકસાન છે, કે ગોલ્ડ સ્પેસમાં નિયામક તંત્રનો અભાવ હોય છે. ગોલ્ડ ફંડ Securities and Exchange Board of India (SEBI)ના નિયામક અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે. રોકાણકાર સરળતાથી ગોલ્ડ ફંડમાં રોકણ કરી શકે છે, મોબાઈલ એપ અથવા વેબસાઈટ, અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ, રોકાણ પ્લેટફોર્મ અને માર્કેટપ્લેસની મદદથી રિડીમ કરી શકાય છે.
First published: October 20, 2021, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading