વર્ષે માત્ર 25,000નો ખર્ચ કરીને દર મહિને 2 લાખ કમાઓ, જાણો કયો છે આ સુપરહિટ બિઝનેસ? કેવી રીતે શરૂ કરાય?

News18 Gujarati
Updated: September 25, 2021, 10:28 PM IST
વર્ષે માત્ર 25,000નો ખર્ચ કરીને દર મહિને 2 લાખ કમાઓ, જાણો કયો છે આ સુપરહિટ બિઝનેસ? કેવી રીતે શરૂ કરાય?
માછલી ઉછેર બિઝનેસ (પ્રતિકાત્મક તસવીર)

તમે આ પ્રોફિટેબલ બિઝનેસ (Profitable business) પર વાર્ષિક માત્ર 25,000 રૂપિયા ખર્ચ કરીને સરેરાશ 1.75 લાખ રૂપિયા કમાઈ શકો છો.

  • Share this:
નવી દિલ્હી : આજે અમે તમને એક શાનદાર બિઝનેસ આઈડિયા (Business Idea) વિશે જણાવી રહ્યા છીએ. તમે આ પ્રોફિટેબલ બિઝનેસ (Profitable business) પર વાર્ષિક માત્ર 25,000 રૂપિયા ખર્ચ કરીને સરેરાશ 1.75 લાખ રૂપિયા કમાઈ શકો છો. અમે તમને માછલી ઉછેરના વ્યવસાય વિશે વાત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, અત્યારે શાકભાજી ઉપરાંત ખેડૂતો માછીમારી પર પણ ધ્યાન આપી રહ્યા છે. સરકાર માછીમારીના વ્યવસાયને પણ પ્રોત્સાહન આપી રહી છે.

તાજેતરમાં, માછલી પાલકોને પ્રોત્સાહિત કરવા માટે, છત્તીસગઢ સરકારે તેને કૃષિનો દરજ્જો આપ્યો છે. રાજ્ય સરકાર માછલી પાલન કરનારને વ્યાજ મુક્ત લોનની સુવિધા પૂરી પાડે છે. આ સાથે, માછીમારો માટે સબસિડી અને વીમા યોજના પણ સરકાર તરફથી ઉપલબ્ધ છે.

કેવી રીતે કમાવું તે જાણો છો?

જો તમે પણ માછલી ઉછેરના વ્યવસાયમાં છો અથવા તમારો પોતાનો વ્યવસાય (Start own business) શરૂ કરવા માંગો છો, તો તેની આધુનિક તકનીક તમને બમ્પર નફો આપી શકે છે. હા. આ દિવસોમાં બાયોફ્લોક ટેકનીક માછલી ઉછેર (Fish Farming Business by Biofloc Technique) માટે ખૂબ પ્રખ્યાત બની રહી છે. ઘણા લોકો આ તકનીકનો ઉપયોગ કરીને લાખોની કમાણી કરી રહ્યા છે.

ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે તે જાણો

તમને જણાવી દઈએ કે, બાયોફ્લોક ટેકનીક (Biofloc Technique)એક બેક્ટેરિયાનું નામ છે. આ ટેકનિક દ્વારા માછલી ઉછેરને ઘણી મદદ મળી રહી છે. આમાં, માછલીને મોટી (આશરે 10-15 હજાર લિટર) ટાંકીમાં મૂકવામાં આવે છે. આ ટાંકીઓમાં પાણી રેડવું, નીકાળવું, તેમાં ઓક્સિજન આપવો વગેરેની સારી વ્યવસ્થા હોય છે. બાયોફ્લોક બેક્ટેરિયા માછલીના મળને પ્રોટીનમાં રૂપાંતરિત કરે છે, જે માછલીઓ પાછી ખાય છે, જેથી એક તૃતીયાંશ ખોરાક બચાવે છે. પાણી પણ ગંદુ ઓછુ થાય છે. જોકે, તે થોડુ ખર્ચાળ છે, પરંતુ બાદમાં ઘણો નફો પણ આપે છે. નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (NFDB) અનુસાર, જો તમે 7 ટાંકીઓ સાથે તમારો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તેને સેટ કરવા માટે તમને લગભગ 7.5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. જો કે, તમે તળાવમાં માછલીઓ રાખીને પણ મોટી કમાણી કરી શકો છો.આવક 2 લાખથી વધુ થશે

અમે તમને એક નાના ગામના નાના ખેડૂત ગુરબચન સિંહ વિશે જણાવી રહ્યા છીએ જેની પાસે માત્ર 4 એકર જમીન છે. તેણે તેનો વિકાસ કર્યો અને 2 એકરમાં માછલીની ખેતી શરૂ કરી. તેમણે તળાવમાં માછલી ઉછેર કરીને ધંધો શરૂ કર્યો. સિંઘના જણાવ્યા અનુસાર, મેં લગભગ 10 વર્ષ પહેલા માછલીની ખેતી પર એક રેડિયો કાર્યક્રમ સાંભળ્યો હતો અને પરંપરાગત ખેતી પદ્ધતિઓ છોડીને કંઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. મેં મોગા શહેરમાં જિલ્લા મત્સ્ય વિભાગનો સંપર્ક કર્યો. મત્સ્યપાલન અધિકારીઓએ મને માછલી ઉછેરની પાંચ દિવસની તાલીમ આપી.

આ પણ વાંચોNew Business Idea: ઓછી મૂડીમાં દર મહિને તગડો નફો આપતો ધંધો, જુઓ - કેવી રીતે શરૂ કરાય?

પોતાના 2 એકર માછલીના તળાવની કમાણીથી ઉત્સાહિત ગુરબચને નજીકના કોટ સદર ખાન ગામમાં 2.5 એકર જમીન લીઝ પર લીધી અને તેમાં માછલીની ખેતી માટે તળાવ વિકસાવ્યું. તેના કારણે તેઓ આજે 2 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર માછલીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઘણી સુવિધાઓ પણ આપે છે. તો, તમે જે રાજ્યમાં આ શરૂ કરવા માંગતા હોવ, ત્યાં માછીમારી સંબંધિત કચેરીમાં તેની પૂછપરછ કરી શકો છો, અને ટ્રેનિંગ પણ લઈ શકો છો.
Published by: kiran mehta
First published: September 25, 2021, 10:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading