Investors: ટોચના રોકાણકારો દ્વારા ખરીદવામાં આવ્યો આ Multibagger Stock, 1 વર્ષથી પહેલા ડબલ કર્યા હતા પૈસા


Updated: June 7, 2022, 9:37 PM IST
Investors: ટોચના રોકાણકારો દ્વારા ખરીદવામાં આવ્યો આ Multibagger Stock, 1 વર્ષથી પહેલા ડબલ કર્યા હતા પૈસા
મલ્ટિબેગર રિટર્ન - વિકાસ લાઈફ કેર

Multibagger Stock : વિકાસ લાઈફ કેરે (Vikas Lifecare) ફંડ એકત્ર કરવાની ડ્રાઈવ હેઠળ કુલ 12,50,00,000 ઈક્વિટી શેર જારી કર્યા હતા. કંપનીની આ ઓફર 25 મે 2022ના રોજ ખુલી હતી અને 2 જૂન 2022 સુધી ચાલી હતી

  • Share this:
ભારતીય શેરબજાર (Stock Market)માં છેલ્લા કેટલાક મહિનાઓથી મંદી જોવા મળી રહી છે. વર્ષ 2022ની શરૂઆતમાં શેરબજારે રોકાણકારો (Investors)ને ચોક્કસપણે સારો નફો આપ્યો હતો, પરંતુ બજારની આ તેજી લાંબો સમય ટકી શકી નહીં અને મંદીએ બજારને પોતાની પકડમાં લઈ લીધું. જો કે, કેટલાક શેરો બજારના ઘટાડામાં પણ મલ્ટિબેગર રિટર્ન (Multibagger Return) આપી રહ્યા છે. નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં, 90 શેરોએ શેરબજારમાં મલ્ટિબેગર વળતર આપ્યું છે. જેમાં વિકાસ લાઇફકેર સ્ટોક (Vikas Lifecare share)નો સમાવેશ થાય છે. છેલ્લા એક વર્ષથી આ સ્ટોક તેના રોકાણકારોને સારું વળતર આપી રહ્યો છે. હવે મોટા સંસ્થાકીય રોકાણકારોની નજર આ સ્ટોક પર પડી છે. નોમુરા સિંગાપોર લિમિટેડ, ફોર્બ્સ ઇએમએફ અને એજી ડાયનેમિક ફંડ્સ લિમિટેડે મલ્ટિબેગર સ્ટોક વિકાસ લાઇફ કેર (Vikas Lifecare) ના શેર ખરીદ્યા છે.

કેટલા શેર ખરીદ્યા?

Moneycontrol.com ના અહેવાલ મુજબ વિકાસ લાઈફ કેરે ફંડ એકત્ર કરવાની ડ્રાઈવ હેઠળ કુલ 12,50,00,000 ઈક્વિટી શેર જારી કર્યા હતા. કંપનીની આ ઓફર 25 મે 2022ના રોજ ખુલી હતી અને 2 જૂન 2022 સુધી ચાલી હતી. ફોર્બ્સ EMF (Forbes EMF) એ આ ફંડ રેઈઝિંગ ડ્રાઈવમાં 5,40,00,000 ઈક્વિટી શેર ખરીદ્યા છે. નોમુરા સિંગાપોરને 4,40,00,000 ઇક્વિટી શેર ફાળવવામાં આવ્યા છે. જ્યારે AG ડાયનેમિક ફંડ્સ લિમિટેડ (Dynamic Funds Limited) ના ભાગે 2,70,00,000 ઇક્વિટી શેર આવ્યા છે. આ શેર પ્રતિ શેર રૂ.4ના દરે ફાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચોશું છે પંચાયત, કેવી રીતે કરે છે કામ, પ્રધાન અને સચિવની શું છે ભૂમિકા: જાણો બઘુ જ

રોકાણકારોને આપી છે સારી કમાણી

વિકાસ લાઇફ કેર સ્ટોકે તેના રોકાણકારોને સમગ્ર વર્ષ દરમિયાન જોરદાર વળતર આપ્યું છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરનો ભાવ શેર દીઠ રૂ. 4.60 થી વધીને રૂ. 5.40 પ્રતિ શેર થયો છે. આ રીતે મહિનામાં જ આ સ્ટૉકમાં 15%નો ઉછાળો આવ્યો છે. વર્ષ 2022માં કંપનીના શેરના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. જો છેલ્લા 6 મહિના પર નજર કરીએ તો કંપનીના શેરોએ રોકાણકારોને 60 ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષના ગાળામાં આ સ્ટોક મલ્ટિબેગર સાબિત થયો છે. NSE પર 7 મેના રોજ આ શેરનો બંધ ભાવ રૂ. 2.66 હતો, જે હવે વધીને રૂ. 5.40 થયો છે. આ રીતે, આ શેરે એક વર્ષમાં 101% વળતર આપ્યું છે.
First published: June 7, 2022, 9:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading