Venus Pipes IPO: બુધવારે ખુલશે વીનસ પાઇપ્સનો આઈપીઓ, રોકાણ કરતા પહેલા જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

News18 Gujarati
Updated: May 10, 2022, 3:57 PM IST
Venus Pipes IPO: બુધવારે ખુલશે વીનસ પાઇપ્સનો આઈપીઓ, રોકાણ કરતા પહેલા જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ
વીનસ પાઇપ્સ આઈપીઓ (પ્રતીકાત્મક તસવીર)

Venus pipes & tubes ipo: કંપનીની મુખ્ય ઓફિસ ગુજરાતમાં આવેલી છે. વીનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સ, સ્ટેનલેસ સ્ટીપ પાઇપ અને ટ્યૂબ બનાવે છે અને તેની નિકાસ કરે છે. કંપની વીનસ નામથી કેમિકલ, એન્જિનિયરિંગ, ખાતર, ફાર્મા, પાવર, ફૂડ પ્રોસેસિંગ, પેપર તેમજ ઓઇલ અને ગેસ સેક્ટર્સને વસ્તુઓ પૂરી પાડે છે.

  • Share this:
નવી દિલ્હી: વીનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સ (Venus Pipes and Tubes)નો આઈપીઓ (Initial Public Offering - IPO) આવતીકાલે એટલે કે 11મી મેના રોજ ખુલી રહ્યો છે. આશરે 165 કરોડ રૂપિયાના આઈપીઓ માટે રોકાણકારોએ શુક્રવાર એટલે કે 13મી મે સુધી બીડ કરી શકે છે. એન્કર રોકાણકારો માટે ઇશ્યૂ આજે એટલે કે 10મી મેના રોજ ખુલ્યો છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Venus pipes IPO price band) 310-326 રૂપિયા રાખી છે.

કંપની નવા શેર જાહેર કરશે


વીનસ પાઇપ્સ આઈપીઓ મારફતે 50.74 લાખ નવા શેર જાહેર કરશે. આ આઈપીઓમાં ઑફર ફૉર સેલ નથી. તેનો મતલબ એવો છે કે આ આઈપીઓ મારફતે મળનારી તમામ રકમ કંપનીના ખાતામાં જમા થશે. 326 કરોડ રૂપિયાની ઉપરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપની આઈપીઓ મારફતે 165 કરોડ રૂપિયા એકઠા કરશે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ (Venus Pipes IPO GMP)


અનલિસ્ટેડ માર્કેટ પર નજર કરીએ તો વીનસ પાઇપ્સનો શેર બુધવારે ગ્રે માર્કેટમાં આશરે 360 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. એટલે કે શેર ઉપરની પ્રાઇસ બેન્ડથી 34 રૂપિયા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ઇશ્યૂ કિંમતથી પાંચ ટકા વધારે છે. વીનસ પાઇપ્સના શેરનું અલૉટમેન્ટ 19મી મેના રોજ થઈ શકે છે. કંપનીનો આઈપીઓ 24મી મેના રોજ થઈ શકે છે. આઈપીઓ NSE અને BSE પર લિસ્ટ થશે.

કેટલું રોકાણ કરવું પડશે?

આઈપીઓ માટે લૉટમાં બોલી લગાવી શકાશે. એક લૉટમાં 46 શેર હશે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે આઈપીઓમાં ઓછામાં ઓછું 14,996 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ કંપની પોતાની ક્ષમતામાં વધારો કરવા, પાઇપ્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અધિગ્રહણ માટે, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂર્ણ કરવા તેમજ અન્ય કોર્પોરેટ ઉદેશ્યો પાર પાડવા માટે કરશે.

આ પણ વાંચો: SBI પોઝિટિવ પે સિસ્ટમ: જાણો મોટી રકમના ચેક કેવી રીતે કેન્સલ કરવા?

કંપની વિશે


કંપનીની મુખ્ય ઓફિસ ગુજરાતમાં આવેલી છે. વીનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સ, સ્ટેનલેસ સ્ટીપ પાઇપ અને ટ્યૂબ બનાવે છે અને તેની નિકાસ કરે છે. કંપની વીનસ નામથી કેમિકલ, એન્જિનિયરિંગ, ખાતર, ફાર્મા, પાવર, ફૂડ પ્રોસેસિંગ, પેપર તેમજ ઓઇલ અને ગેસ સેક્ટર્સને વસ્તુઓ પૂરી પાડે છે. કંપનીની પ્રોડક્ટ ભારત સહિત બ્રાઝીલ, બ્રિટન અને ઈઝરાયેલ સહિત 18 દેશમાં નિકાસ થાય છે.

સતત વધી રહ્યો છે નફો


કંપનીના નફામાં સતત વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષની શરૂઆતના નવ મહિના (એપ્રિલ-ડિસેમ્બર 2021) દરમિયાન કંપનીની આવક 276 કરોડ રૂપિયા અને નફો 23 કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2021માં કંપનીની આવક 309 કરોડ રૂપિયા હતી અને નફો 23.6 કરોડ રૂપિયા રહ્યો હતો.

આ પણ વાંચો: સોના-ચાંદીની કિંમતમાં વધારો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

વિશ્લેષકોનો અભિપ્રાય


એન્ટીક સ્ટૉક બ્રોકિંગે એક નોટમાં કહ્યુ છે કે, "વીનસે નાણાકીય વર્ષ 2019-21 દરમિયાન પોતાની ક્ષમતામાં વધારો કર્યો છે. જેનાથી કંપનીની આવક 60% CAGRના દરથી વધી છે. સાધન સંપત્તિના યોગ્ય ઉપયોગ અને સારા નફા સાથે રિટર્ન માર્જિનમાં મોટો સુધારો થયો છે. વીનસ પાઇપ્સ પોતાની ઉત્પાદન ક્ષમતા બેગણી કરવા, પ્રોડક્ટ પોર્ટફોલિયોને આગળ વધારવા અને બેકવર્ડ ઇન્ટીગ્રેશન માટે ઑપરેશન ક્ષમતા વધારવાનો પ્રયા કરી રહી છે. આ માટે કંપની આઈપીઓ મારફતે ફંડ એકઠું કરવાની યોજના બનાવી રહી છે."
Published by: Vinod Zankhaliya
First published: May 10, 2022, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading