બિટકોઈન શું છે? ક્યારથી થઈ શરૂઆત? કોણે કરી શોધ? જાણો - તેના વિશે બધુ જ

News18 Gujarati
Updated: April 23, 2018, 8:55 PM IST
બિટકોઈન શું છે? ક્યારથી થઈ શરૂઆત? કોણે કરી શોધ? જાણો - તેના વિશે બધુ જ

  • Share this:
રૂપિયા, પૈસા અને સમૃદ્ધિને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તમે આ લક્ષ્મી એટલે કે રૂપિયાના અનેક રૂપ જોયા હશે. જેમ કે ભારતીય રૂપિયા, અમેરિકન ડૉલર, જાપાની યેન, બ્રિટિશ પાઉન્ડ, આ તમામ કરન્સી લક્ષ્મીનું જ રૂપ છે. આમાંથી મોટા ભાગની કરન્સી કાગળની બનેલી હોય છે. જેને તમે જોઈ શકો છો. પોતાના ખિસ્સામાં રાખી શકો છે.. અડીને મહેસૂસ પણ કરી શકો છે. પણ શું તમે એવી કરન્સી વિશે સાંભળ્યું છે. જે દેખાતી નથી, છતાંય વિશ્વભરમાં હાલ તેની જ ચર્ચા ચાલી રહી છે. વાત છે બિટકોઈનની.

વિશ્વમાં અલગ અલગ દેશ છે. અલગ અલગ સંસ્કૃતિ છે.. અલગ અલગ લોકો છે. અલગ અલગ ભાષા છે, અને અલગ અલગ ખાનપાન છે. પરંતુ એક ચીજવસ્તુ એવી છે. જે દુનિયાને જોડે છે. આ ચીજ છે પૈસા, જો કે આજકાલ જમાનો ડિજિટલ છે. ત્યારે પૈસા પણ ડિજિટલ બની રહ્યા છે, અને બિટકોઈન પણ એક પ્રકારની ડિજિટલ કરન્સી છે. જે ઓપન સોર્સ સોફ્ટવેર પર આધારિત છે. જો ઈનટરનેટ એક દેશ હોત, તો કદાચ બિટકોઈન ઈન્ટરનેટની રાષ્ટ્રીય કરન્સી હોત. બિટકોઈન દુનિયાની સૌથી પહેલી ડિસેન્ટ્રલાઈઝ્ડ ક્રિપ્ટોકરન્સી છે. જે ખાસ વર્ચ્યુઅલ વર્લ્ડ માટે બનાવાઈ છે. બિટકોઈનનો ઉપયોગ આખી દુનિયામાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ રીતે કરી શકાય છે. બિટકોઈન દ્વારા કોઈ પણ વ્યક્તિ વિશ્વના અન્ય કોઈ પણ વ્યક્તિને પૈસા મોકલી શકે છે, અને સૌથી મોટી વાત એ છે કે આના માટે કોઈ પણ બેન્ક કે એજન્સીની જરૂર નથી પડતી. એટલે કે તમે જે રકમ અન્ય વ્યક્તિને મોકલવા માગો છો તે રકમ પોતાના બિટકોઈન વોલેટમાંથી સામેના વ્યક્તિના બિટકોઈન વોલેટમાં ટ્રાન્સફર કરો. વિશ્વમાં હાલ લાખો લોકો પોતાની કરન્સીના બદલે બિટકોઈનનો ઉપયોગ કરી રહ્યા છે. બિટકોઈન એક એવી વ્યવસ્થા છે. જેના પર કોઈ સરકાર કે સરકારી એજન્સીનું નિયંત્રણ નથી. બિટકોઈનની બે વ્યક્તિઓ વચ્ચે થતી લેવડદેવડ એનક્રિપ્ટેય હોય છે. એટલે કે રકમની લેવડદેવડનું આ સુરક્ષિત અને ઝડપી સ્વરૂપ છે, પરંતુ આ લેવડ દેવડ બાદ તમારા વોલેટમાં ન તો પૈસા આવે છે, ન તો કરન્સી, પરંતુ કોડ આવે છે. જે તમારા બિટકોઈન છે.

બિટકોઈનની શરૂઆત આજથી 9 વર્ષ પહેલા 3 જાન્યુઆરી 2009માં સતોષી નાકામોકો નામના પ્રોગ્રામરે કરી હતી. પરંતુ સતોષી નાકામોકો કોણ છે. તે આજ સુધી કોઈ જાણી શક્યુ નથી. સતોષી નાકામોકોએ બિટકોઈનની શરૂઆત કરન્સી તરીકે નહોતી કરી, પરંતુ તેમનો ઈરાદો કોઈ ત્રીજી વ્યક્તિની મદદ આર્થિક લેવડ દેવડ કરી શકાય છે તે સાબિત કરવાનો હતો. 22 મે 2010ના રોજ પહેલી વાર એક પિઝાના બદલે 10 હજાર બિટકોઈન અપાયા હતા. ત્યારે એક બિટકોઈનની કિંતમ માત્ર 10 સેન્ટ હતી. પરંતુ આજે બિટકોઈનની કિંમત હજારો ગણી છે. આજે લાખો લોકો બિટકોઈન ખરીદવા ઈચ્છી રહ્યા છે. આજથી 5 વર્ષ પેહલા એક બિટકોઈન 6 રૂપિયાનો હતો, પરંતુ આ જે તેની કિંમત લાખોમાં છે.

બિટકોઈન સામાન્ય કરન્સીની સમાંતર કામ કરતી કરન્સી છે. જેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. દુનિયાની મોટા ભાગની એજન્સી હવે બિટકોઈન સ્વીકારી રહી છે. બિટકોઈન આમ તો સુરક્ષિત છે. બિટકોઈનની લેવડ દેવડ પીર ટુ પીર ટેક્નોલોજી દ્વારા થાય છે. એટલે કે આ રકમ એક કોમ્પ્યુટરથી સીધી બીજા કોમ્પયુટર સુધી પહોંચે છે, પરંતુ આ લેવડ દેવડને એવા લોકો સુરક્ષિત બનાવે છે. જે પોતાના કોમ્યુટર દ્વારા આવા વ્યવહાર પર નજર રાખે છે. જે વ્યક્તિ આ કામ સફળતા પૂર્વક કરી શકે. તેને કેટલાક બિટકોઈન આપવામાં આવે છે. તેને બિટકોઈનનું માઈનિંગ કહે છે, પરંતુ બિટકોઈનના વ્યવહાર પર નજર રાખવા માટે આ માઈનર્સને એક ગાણિતિક પ્રોબ્લેમ ઉકેલવાનો હોય છે. જે માઈનર્સ જેટલી ઝડપી આ ઉકેલ લાવી દે તેને સાડા બાર બિટકોઈન મળે છે. આ રીતે બિટકોઈન ડિજિટલ બજારમાં આવે છે.. બિટકોઈનનો તમામ હિસાબ ઈન્ટરનેટ પર હાજર રહે છે. એટલે કે બિટકોઈન કાળા નાણાને સમાપ્ત કરી શકે છે, પરંતુ સાવ એવું પણ નથી કે તેને કોઈ ખતરો નથી. આ કરન્સીની વેલ્યુ ઉપર નીચે થાય કરે છે. તો લોકો ગેરકાયદે કામ કરવા માટે પણ બિટકોઈનનો ઉપયોગ કરે છે, અને વિશ્વના અનેક દેશો પણ બિટકોઈનને માન્યતા આપવાનો ઈનકાર કરી રહ્યા છે. સામે વિશ્વની મોટી મોટી કંપનીઓ બિટકોઈનમાં રોકાણ કરી રહી છે. કારણ કે મોટાભાગના લોકો માને છે કે બિટકોઈન ભવિષ્યની કરન્સી છે.

પરંતુ બિટકોઈનની વ્યવસ્થાનું નિર્માણ એવી રીતે કરાયું છે. એક નિશ્ચિત સમય બાદ બિટકોઈનની સંખ્યા ઘટીને અડધી થઈ જાય છે. પહેલા એક બ્લોકમાંથી 50 બિટકોઈન નીકળતા હતા. પ્રતિ 4 વર્ષ આ બિટકોઈનની સંખ્યા ઘટીને અડધી થઈ જાય છે. એટલે આજથી 125 વર્ષ બાદ 2140માં નવા બિટકોઈનનું ઉત્પાદન બંધ થઈ જશે. ત્યાં સુધીમાં વિશ્વમાં 2 કરોડ 10 લાખ બિટકોઈન આવી ગયા હશે. તે સમયે બિટકોઈન સમાપ્ત થઈ જશે. પરિણામે તેની કિંમત અત્યંત વધી જશે. જો કે ઈન્વેસ્ટમેન્ટ નિષ્ણાતો બિટકોઈનને માત્ર ઈન્ટરનેટ બબાલ ગણાવી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં બિટકોઈનની કિંમત ઝીરો થઈ જશે. પરિણામે હાલ જે લોકો રોકાણ કરી રહ્યા છે. તેમણે બે વખત વિચારવું જોઈએ.
Published by: kiran mehta
First published: April 23, 2018, 8:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading