આ સરકારી અધિકારી કરશે ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સમાં તમારી પૂરી મદદ

News18 Gujarati
Updated: February 17, 2018, 4:17 PM IST
આ સરકારી અધિકારી કરશે ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સમાં તમારી પૂરી મદદ
પરિવારમાં ગમે તેટલા સભ્યો હોય, તમામ લોકો આ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવશે...

પરિવારમાં ગમે તેટલા સભ્યો હોય, તમામ લોકો આ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવશે...

  • Share this:
નીતિ આયોગના સભ્ય ડો. વી કે પોલે સીએનબીસી અવાજના ઈકોનોમિક પોલિસી એડિટર લક્ષ્મણ રાય સાથે એક્સક્લૂઝિવ વાતચિતમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં આરોગ્ય સેવક હશે, જે સરકાર તરફથી નિમણૂક કરવામાં આવશે. આ આરોગ્ય સેવક સ્કીમ હેઠળ લોકોની મદદ કરશે.

તમણે વધુમાં જણાવ્યું કે, સ્કીમમાં હોસ્પિટલાઈઝેશન કવર થશે. જોકે, આ સ્કીમમાં ઓપીડી સેવાઓ શામેલ નહીં થાય. આ સ્કીમ હેઠળ મેડિકલ કોલેજ, સરકારી હોસ્પિટલ હશે. સાથે એમ્સ અને જીલ્લા હોસ્પિટલો પણ શામેલ હશે.

કોણ લોકો હશે શામેલ

- વર્ષ 2011ના સોશિયલ ઈકોનોમિક કાસ્ટ સેન્સમાં વંચિત એવા 10 કરોડ પરિવાર આમાં શામેલ થશે. દરેક પરિવારને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાનું વીમા કવર મળશે.
- એકવાર જ્યારે આ યોજના લોન્ચ થઈ જશે, તો આ પરિવાર ઓટોમેટિક આ રેખા હેઠળ આવી જશે.
- પરિવારના આકારની કોઈ સીમા મર્યાદા નથી, એટલે કે પરિવારમાં ગમે તેટલા સભ્યો હોય, તમામ લોકો આ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવશે.સ્કીમને લાગુ કરવાની ટાઈમલાઈન
- માર્ચ સુધીમાં સ્કીમને મંજૂરી આપી દેવામાં આવશે
- માર્ચ સુધી આમાં જોડાયેલ સ્ટેકહોલ્ડર્સ સ્કીમને લઈ મંથન કરશે
- એપ્રિલમાં આની સાથે જોડાયેલ ડેટાને તૈયાર કરવામાં આવશે, તો જૂન સુધી આઈટી સિસ્ટમની તૈયારી થઈ જશે
- જૂનમાં જ સ્કીમને લઈ જાગરૂપતા અભિયાન ચલાવવામાં આવશે
- જુલાઈ સુધીમાં આના માટે રાજ્ય પોતાની તૈયારી કરી લેશે અને તેજ મહિને આના માટે ટેન્ડર બહાર પાડવામાં આવી શકે છે
Published by: kiran mehta
First published: February 17, 2018, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading