ESIC Recruitment 2022:ESIC ગુજરાતમાં ભરતી, 269 જગ્યા માટે કરો અરજી
News18 Gujarati Updated: January 23, 2022, 7:17 PM IST
ESIC Recruitment 2022 : ઈએસઆઈસી દ્વારા બમ્પર ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી
ESIC Recruitment 2022: એમ્પલોઇઝ સ્ટેટ ઇશ્યુરન્સ કોર્પોપેશન દ્વારા રાજ્યમાં 269 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે ભરતીની જાહેરાત જોઈ ઉમેદવારો અરજી કરી શકે છે.
ESIC Recruitment 2022: એમ્પલોઇઝ સ્ટેટ ઇશ્યુરન્સ કોર્પોપેશન દ્વારા રાજ્યમાં 269 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે ભરતીની જાહેરાત જોઈ ઉમેદવારો અરજી કરી શકે છે. નોકરી માટે (ESIC Gujarat Recruitment 2022 Notification) આ નોકરી માટે ઓનલાઇન અરજી કરી અને આવેદન કરવાનું રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 15-2-2022 રાખવામાં આવી છે.
ESIC Recruitment 2022 જગ્યા
કર્મચારી રાજ્ય વીમા નિગમની આ ભરતીમાં અપર ડિવિઝન ક્લાર્ક (UDC) મલ્ટિટાસ્કિંગ સ્ટાફ (MTS) અને સ્ટેનોગ્રાફરની જગ્યા ભરવામાં આવશે.(Stenographer). ભરતીમાં અપર ડિવિઝન ક્લાર્કની 136, સ્ટોનની 6 અને મલ્ટીટાસ્કીંગસ્ટાફની કુલ 127 મળી અને 269 જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
ESIC Recruitment 2022 શૈક્ષણિક લાયકાત
અપર ડિવિઝન ક્લાર્ક : અપરડિવિઝન ક્લાર્કની જગ્યા માટે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા સમકક્ષની ડિગ્રી અને કોમ્યુટરનું નોલેજ આવશ્યક છે.
સ્ટેનો: સ્ટેનોની જગ્યા માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12 પાસ અથવા સમકક્ષની ડિગ્રી અને 80 શબ્દ પ્રતિ મિનિટ્સની સ્પીડ ાવકાર્ય છે. આ ઉપરાંત ટ્રાન્સક્રીપ્શન કોમ્પ્યુટર પર 50 મિનિટ અંગ્રેજીમાં અને 65 મિનિટ્સ હિન્દીમાં આવશ્યક છે.એમટીએસ : મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રીક પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.
ESIC Recruitment 2022 વય મર્યાદા
આ નોકરીમાં યુડીસી અને સ્ટોના માટે અરજીઓ મળી જવાની છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી 2022ના રોજ ઉમેદવારની ઉંમર 18-27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે સ્ટેનો માટે 18-25 વર્ષની ઉંમર હોવી જોઈએ. અનામતને લાયક ઉમેદવારોને મળવા પાત્ર ઉંમરની બાંધછોડ લાગુ થશે
આ પણ વાંચો : GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રોમાં 103 જગ્યા માટે ભરતી, 2.20 લાખ સુધી મળશે પગાર
પસંદગી પ્રક્રિયા
UDC- પ્રિલિમ પરીક્ષા, મેઈન પરીક્ષા અને કમ્પ્યુટર સ્કીલ ટેસ્ટ
સ્ટેનોગ્રાફર- ફેઝ 1: મેઈન પરીક્ષા અને ફેઝ 2: સ્ટેનોગ્રાફીની સ્કીલ ટેસ્ટ
MTS –પ્રિલિમ પરીક્ષા અને મેઈન પરીક્ષા
UDCઅનેMTSની પ્રિલિમ પરીક્ષાની પેટર્ન
વિષય |
કેટલા સવાલ રહેશે |
ગુણ |
સમય |
જનરલ ઈન્ટેલિજેન્સ એન્ડ રિઝનિંગ |
25 |
50 |
1 hour |
જનરલ અવેરનેસ |
25 |
50 |
ક્વોન્ટીટેટિવ એપ્ટીટ્યુડ |
25 |
50 |
અંગ્રેજી કોમ્પ્રેહેન્શન |
25 |
50 |
કુલ |
100 |
200 |
|
UDCઅનેMTSની મેઈન પરીક્ષાની પેટર્ન
વિષય |
કેટલા સવાલ રહેશે |
ગુણ |
સમય |
જનરલ ઈન્ટેલિજેન્સ એન્ડ રિઝનિંગ |
50 |
50 |
2 hours |
જનરલ અવેરનેસ |
50 |
50 |
ક્વોન્ટીટેટિવ એપ્ટીટ્યુડ |
50 |
50 |
અંગ્રેજી કોમ્પ્રેહેન્શન |
50 |
50 |
કુલ |
200 |
200 |
|