IT Jobs News: ત્રણ વર્ષમાં 10,000 લોકોને નોકરીઓ આપશે આઇટી સર્વિસ ફર્મ MOURI Tech, જાણો કેવી રીતે કરશો અરજી

News18 Gujarati
Updated: September 23, 2021, 12:54 PM IST
IT Jobs News: ત્રણ વર્ષમાં 10,000 લોકોને નોકરીઓ આપશે આઇટી સર્વિસ ફર્મ MOURI Tech, જાણો કેવી રીતે કરશો અરજી
MOURI Tech Jobs: કંપની ચાલુ નાણકીય વર્ષમાં 2 હજાર કર્મચારીઓની ભરતી કરશે, જાણો કંપનીનો શું છે પ્લાન

MOURI Tech Jobs: કંપની ચાલુ નાણકીય વર્ષમાં 2 હજાર કર્મચારીઓની ભરતી કરશે, જાણો કંપનીનો શું છે પ્લાન

  • Share this:
હૈદરાબાદ. ગ્લોબલ એન્ટરપ્રાઇઝ આઇટી સોલ્યુશન્સ પ્રોવાઇડર MOURI Tech દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કંપની ભારતમાં રોજગારી નિર્માણમાં (Job Opportunities in India) અગત્યનું યોગદાન આપવા જઈ રહી છે. MOURI Tech આગામી ત્રણ વર્ષમાં 10,000 નવા રોજગારનું નિર્માણ કરવા જઈ રહી છે. આ નોકરીઓ અલગ-અલગ ડોમેન અને લોકેશન ખાતે કરવામાં આવશે. 10 હજાર નવી નોકરીઓ (10000 New Jobs in IT) પૈકી 2000 નવી ભરતી નાણાકીય વર્ષ 2021-2022માં કરવામાં આવશે.

MOURI Tech કંપનીની આ પ્રતિબદ્ધતા લાંબી અવધિમાં વ્યવસાયિક વિકાસ માટે જરૂરી વધારાની ક્ષમતા પ્રદાન કરવા માટે છે. કંપનીની હાલની કર્મચારીઓની સંખ્યા 3500 છે, જેમાં નાણાકીય વર્ષની શરૂઆતમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપની પોતાની મુખ્ય અને એવોર્ડ વિનિંગ બ્રાન્ડ AuraSuite.ai હેઠળ આઇટી સોલ્યુશન્સ સર્વિસ પૂરી પાડે છે.

MOURI Tech તમામ ઇન્ડસ્ટ્રીઝ માટે મલ્ટી ડોમેન સોલ્યુશન્સ પ્રદાન કરે છે. આ ઉપરાંત કંપની ગ્રાહકો માટે નવીન ઉત્પાદનોની વિશાળ શ્રેણી ધરાવે છે. સતત વધતી જતી માંગને પહોંચી વળવા માટે, કંપનીએ ભવિષ્ય માટે તૈયાર વર્કફોર્સ વિકસાવવાની જરૂરિયાતનો અહેસાસ કર્યો છે. કંપની મિડમીમ લેવલથી સીનિયર લેવલના આઇટી પ્રોફેશનલ્સ તેમજ હાલમાં જ સ્નાતક થયેલા ઉમેદવારોને કેમ્પસ ઇન્ટરવ્યૂ, જોબ-મેલા પ્રોગ્રામ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી ભરતી કરવાની યોજના ધરાવે છે. સમગ્ર ભારતની પહોંચને ધ્યાનમાં રાખીને, MOURI ટેક, બીજી શ્રેણીના બે શહેરોમાં પણ પોતાનો પગપેસારો વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. તેના માટે કંપની મોટાપાયે ભરતી પ્રક્રિયા હાથ ધરી રહી છે.

આ પણ વાંચો, GPSC Recruitment: GPSCએ બહાર પાડી ક્લાસ 1 અને 2ની ભરતી, જાણો ક્યારથી ફરી શકશો ફોર્મ

કંપની AI, RPA, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને અન્ય સેગમેન્ટમાં સતત વિકાસ સાધી રહી છે. નવા રોજગારના નિર્માણમાં લેટેસ્ટ ટેક્નોલોજી જેમ કે ડેટા સાયન્સ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ- AI), મશીન લર્નિંગ (ML), સાઇબર સિક્યુરિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઉડ સોલ્યુશન તથા ઓટોમેશન સર્વિસ પૂરી પાડીને વિકાસમાં હરણફાળ ભરી રહી છે. 10,000 નવા રોજગારના નિર્માણથી કંપની ચોક્કસપણે વૈશ્વિક અને ભારતના કસ્ટમરોને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં ગતિશીલતા અપાવશે.

MOURI Tech Jobs: આ લિંક mouritech.com/india-job-openings પર ક્લિક કરીને તમે કંપની દ્વારા હાથ ધરવામાં આવતી પ્રક્રિયા વિશે અપડેટ્સ મેળવી શકો છો.આ પણ વાંચો, રેલવેમાં ધોરણ-10 પાસ માટે 3000થી વધુ નોકરીઓ, પરીક્ષા વગર થઈ રહી છે ભરતી

MOURI Tech કંપનીના CEO અનિલ યેરામરેડ્ડી (Anil Yerramreddy)એ જણાવ્યું કે, કોવિડ-19ની સ્થિતિમાં અનેક પ્રકારના પડકારો ઊભા થયા હતા, પરંતુ આ સમયમાં અમારા પ્રતિબદ્ધતાને રિફાઇન કરવાની અમને તક પણ મળી. કસ્ટમરોને વધુ સારી સર્વિસ આપવા માટે અમે હવે દેશના શહેરોમાં પણ આઇટી ટેલેન્ટ હબ ઊભું કરવાનું અભિયાન હાથ ધર્યું છે. આ શહેરોમાં રોજગાર નિર્માણથી કંપનીની સર્વિસ વધુ ઝડપી બની જશે.
Published by: Mrunal Bhojak
First published: September 23, 2021, 12:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading