મેડિકલ કોલેજની લાખોના બોન્ડની ઇચ્છા સામે રેસિડેન્ટ ડોક્ટરોએ ચઢાવી બાંયો, કરી ‘બોન્ડ ફ્રી ભારત’ની માંગ


Updated: November 4, 2022, 8:23 PM IST
મેડિકલ કોલેજની લાખોના બોન્ડની ઇચ્છા સામે રેસિડેન્ટ ડોક્ટરોએ ચઢાવી બાંયો, કરી ‘બોન્ડ ફ્રી ભારત’ની માંગ
પ્રતિકાત્મક ફોટો

Bond Free Bharat: પંડિત ભાગવત દયાળ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં એમબીબીએસના વિદ્યાર્થીઓએ હરિયાણા સરકારની નીતિ સામે વિરોધ (MBBS Student Protest in Haryana) પ્રદર્શન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ દરમિયાન 10 લાખ રૂપિયા બોન્ડ ફી ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA)એ હવે "બોન્ડ ફ્રી ભારત" (Bond Free Bharat)ની માંગણી કરી છે.

  • Share this:
રોહતકમાં પંડિત ભાગવત દયાળ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં એમબીબીએસના વિદ્યાર્થીઓએ હરિયાણા સરકારની નીતિ સામે વિરોધ (MBBS Student Protest in Haryana) પ્રદર્શન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ દરમિયાન 10 લાખ રૂપિયા બોન્ડ ફી ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA)એ હવે "બોન્ડ ફ્રી ભારત" (Bond Free Bharat)ની માંગણી કરી છે.

આ દરમિયાન એસોસિએશને ટ્વીટ કર્યું હતું કે, "અમે હરિયાણાના વિદ્યાર્થીઓ (Haryana Students Protest)ની સાથે ઉભા છીએ. આ બોન્ડ પોલિસી પાછી લેવી પડશે! અમે તે પહેલાં પણ કર્યું છે, અમે ખાતરી આપીએ છીએ કે હજુ પણ તેમ કરી શકીએ છીએ.

આ પણ વાંચો:  કેન્દ્રિય વિદ્યાલયો માં શિક્ષકો, પ્રિન્સિપાલ સહિત આની પદો પર 4000થી વધુ ભરતી, જાણો અહી


અગાઉ ખટ્ટરના નેતૃત્વવાળી હરિયાણા સરકારે (Haryana Government) કહ્યું હતું કે, નવેમ્બર 2020માં રજૂ કરવામાં આવેલી પોલિસી અનુસાર બોન્ડ ફી (Bond Fee) જમા કરાવનારા ઉમેદવારોને જ આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં એમબીબીએસ કોર્સ (MBBS Cource)માં પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે. હાલમાં દેશભરમાં નીટ 2022 (NEET 2022) કાઉન્સેલિંગ પ્રક્રિયા ચાલી રહી છે.

ચાર વર્ષના મેડિકલ કોર્સ માટે દર વર્ષે 10 લાખ રૂપિયા સાથે કુલ 40 લાખ રૂપિયાના બોન્ડ મનીની માંગ કરતી બોન્ડ પોલિસી સામે કેટલાક વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.એક યુઝરે ટ્વીટ કર્યું કે, "આ પ્રારંભિક બોન્ડ પોલિસીનો વિરોધ કરવા માટે તમારા એવરેજ રેસિડેન્ટ ડોક્ટરને તેમાંથી પસાર થવું પડે છે. તે ટોર્ચ લાઇટ્સ સરકારને જગાવવા માટે છે !! #Bond_Free_Bharat #shameonharyanagovt, ".

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે હવે સરકારી કોલેજોમાં એમબીબીએસના વિદ્યાર્થીઓને પ્રવેશ સમયે 10 લાખ રૂપિયાના બોન્ડની રકમ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા નિર્ણય કર્યો હતો કે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અભ્યાસક્રમોમાં પ્રવેશ સમયે કોઈ પણ વિદ્યાર્થીએ બોન્ડની રકમ ચૂકવવી પડશે નહીં જે આશરે 10 લાખ રૂપિયા છે."

તેના બદલે વિદ્યાર્થીઓએ કોલેજ અને સંબંધિત બેંક સાથે રકમના બોન્ડ-કમ-લોન કરાર પર હસ્તાક્ષર કરવા પડશે. વધુમાં જણાવ્યું હતું કે, "જો એમબીબીએસ/એમડી પાસ થયેલા પાસ થયેલા લોકો રાજ્ય સરકારમાં જોડાવા માંગે છે અને સાત વર્ષ સુધી સેવા આપવા માંગે છે, તો સરકાર બોન્ડની રકમ માટે નાણાં પૂરાં પાડશે. પરંતુ જે ઉમેદવારો હરિયાણામાં સરકારી સેવાઓમાં જોડાવા માંગતા નથી તેઓએ આ રકમ જાતે જ ચૂકવવી પડશે".

આ પણ વાંચો:  ધોરણ 10 પાસ માટે બમ્પર સકારી ભરતી, 1600 થી વધુ ખાલી જગ્યાઓ માટે 5મી નવેમ્બરથી અરજી શરૂ

તેમાં જણાવ્યા અનુસાર, આવા વિદ્યાર્થીઓની બેચલર ડિગ્રી ઉમેદવારો તમામ નાણાકીય જવાબદારીઓ પૂરી કરે તે પછી જ આપવામાં આવશે. સરકારે કહ્યું કે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પછી સરકારી હોસ્પિટલોમાં સેવા આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે આવું પગલું ભર્યું છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે સરકારે એમબીબીએસની બેઠકોમાં વધારો કર્યો છે અને ડોકટરોની અછતને પહોંચી વળવા માટે તેને જાળવી રાખશે.
Published by: Rahul Vegda
First published: November 4, 2022, 8:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading