Sarkari Naukri 2021: રેલવેમાં એપ્રિન્ટીસની નોકરી માટે બમ્પર ભરતી, 1650 જગ્યા ભરાશે, આ તારી સુધી કરી શકાશે અરજી

News18 Gujarati
Updated: October 16, 2021, 1:17 PM IST
Sarkari Naukri 2021: રેલવેમાં એપ્રિન્ટીસની નોકરી માટે બમ્પર ભરતી, 1650 જગ્યા ભરાશે, આ તારી સુધી કરી શકાશે અરજી
રેલવેમાં 1650 એપ્રેન્ટિસની જગ્યા ભરાશે. નોર્થ સેન્ટ્રલ રેલવેની ભરતની જાહેરાતની તમામ માહિતી મેળવો

Sarkari Naukri 2021: રેલવેમાં એપ્રિન્ટીસની નોકરી માટે બમ્પર ભરતી, 1650થી વધુ જગ્યા પર આ તારીખ સુધી કરી શકશો એપ્લિકેશન

  • Share this:
Sarkari Naukri Result 2021: રેલવે રિક્રુટમેન્ટ સેલ, ઉત્તર મધ્ય રેલવે દ્વારા એપ્રેન્ટિસની જગ્યા માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે (RRC NCR Recruitment 2021) આ પદો માટે આગામી 2જી નવેમ્બરથી એપ્લિકેશનની શરૂઆત થશે. દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડવાની સાથે જ રોજગારની તકો ખુલી રહી છે ત્યારે કુલ 1664 જગ્યા માટે ઉત્તર મધ્ય રેલવે પ્રયાગરાજ દ્વારા ભરતી બહાર (North Central Railway Sarkari Naukri by RRC ) પાડવામાં આવી છે. આ ભરતી માટે ગુજરાતના ઇચ્છુક ઉમેદવારો જો પસંદ થાય તો તેમણે પ્રયાગરાજ ડિવિઝન, ઝાંસી ડિવિઝન, આગરા ડિવિઝન અને ઝાંસી વર્કશોપ માટે કામ પર જવાનું રહેશે. જે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત યોગ્ય હશે તેમને આ નોકરી માટે પસંદ કરવામાં આવશે.

RRC NCR Recruitment 2021: શૈક્ષણિક લાયકાત : આ નોકરી માટે ટ્રેડ વેલ્ડર, કારપેન્ટર, વાયરમેનની પોસ્ટ માટે ઉમેદવારોનું આઠ પાસ હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ પણ આવશ્યક છે. જ્યારે અન્ય પદ માટે ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો સાથે આઈટીઆઈટીની ડિગ્રી પણ અનિવાર્ય છે.

RRC NCR Recruitment 2021: ઉંમર મર્યાદા

જુદા જુદા પદ માટે થનારી નોકરી માટે ઉંમરની મર્યાદા 15 વર્ષથી ઓછી ન હોવી જોઈએ જ્યારે 24 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઓબીસી વર્ગના ઉમેદવારનો 3 વર્ષ અને એસસી તેમજ એસટી વર્દના ઉમેદવારોને ઉંમરમાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે. ઉમેદવારોની ઉંમરની ગણતરી 1-12-2021થી કરવામાં આવશે.

આ પણ વાંચો :  Sarkari Naukri 2021: લેક્ચરરની 1300થી વધુ જગ્યા માટે સરકારી નોકરીની તક, આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ, ફટાફટ કરો એપ્લાય

RRC NCR Recruitment 2021: પસંદગી પ્રક્રિયાઆ પદો પર શૈક્ષણિક લાયકાતના આધારે મેરિટ તૈયાર થશે. ઉમેદવારોની પસંદગીમાં લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યૂ નહીં હોય. વધુ માહિતી માટે નોટિફિકેશન ચોક્કસથી અને બારીકાઈ પૂર્વક વાંચવાનું રહેશે.

RRC NCR Recruitment 2021: જગ્યા

આ નોકરીઓમાં પ્રયાગ રાજ ડિવિઝનમાં 703 પોસ્ટ, ઝાંસી ડિવિઝનમાં 480 પોસ્ટ, વર્કશોપ ઝાંસી ડિવિઝનમાં 185 પોસ્ટ, આગરા ડિવિઝનમાં 296 પોસ્ટ પર નોકરી બહાર પાડવામાં આવી છે.

આ પણ વાંચો :  IT JOBS: ફ્રેશર્સના આવશે 'અચ્છેદિન,' ટોચની IT કંપનીઓમાં 1 લાખ ગ્રેજ્યુએટ્સની ભરતી થશે

RRC NCR Recruitment 2021: મહત્ત્વની તારીખ અને ભરતી માટે વેબસાઇટ

આ નોકરી માટે 2જી નવેમ્બરથી અરજી આપવાની શરૂઆત કરી શકાશે જ્યારે 1 ડિસેમ્બરના રોજ અરજી કરવાની અંતિમ તિથી છે. એપ્લિકેશનની અધિકારીક વેબસાઇટ છે. www.rrcpryj.org
Published by: Jay Mishra
First published: October 16, 2021, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading