આગામી 29 જાન્યુઆરીએ લેવાનારી તલાટીની પરીક્ષાની તૈયારીઓ શરૂ, જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસોને અપાઈ સૂચના

News18 Gujarati
Updated: November 21, 2022, 7:31 PM IST
આગામી 29 જાન્યુઆરીએ લેવાનારી તલાટીની પરીક્ષાની તૈયારીઓ શરૂ, જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસોને અપાઈ સૂચના
આગામી 29 જાન્યુઆરીએ લેવાનારી તલાટીની પરીક્ષાની તૈયારીઓ શરૂ

Talati Exam Date 2023 Gujarat: આ પરીક્ષા માટે અત્યાર સુધીમાં સૌથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. તેની વ્યવસ્થા હવેથી જ શરૂ કરવાની જરૂર છે, જેથી જિલ્લાઓમાં કેટલી શાળાઓ છે અને કેટલા વિદ્યાર્થીઓને સમાવી શકાય તેની માહિતી આપવામાં આવી છે.

  • Share this:
આગામી 29 જાન્યુઆરીએ લેવાનારી તલાટી (Talati Exam Date 2023 Gujarat) ની પરીક્ષાની તૈયાર શરૂ કરી દેવાઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમના તાબામાં આવતી પરીક્ષા લઈ શકાય તેવી સ્કૂલોની માહિતી માગી છે. અમદાવાદ (Ahmedabad) હેડ ક્વાર્ટરથી નજીક હોવાથી સૌથી વધારે એક લાખ ઉમેદવારોની પરીક્ષા લેવાઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પરીક્ષા માટે અત્યાર સુધીમાં સૌથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. તેની વ્યવસ્થા હવેથી જ શરૂ કરવાની જરૂર છે, જેથી જિલ્લાઓમાં કેટલી શાળાઓ છે અને કેટલા વિદ્યાર્થીઓને સમાવી શકાય તેની માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો:  SBI CBO Exam 2022 : ઉમેદવારોની એક ભૂલ પણ તેમને પરીક્ષામાં બેસતા અટકાવી શકે છે, SBI CBO ની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો આ બાબતોનું રાખો ધ્યાન


પહેલા તબક્કામાં 124 સ્કૂલનું લિસ્ટ અપાયું


સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેર DEO દ્વારા પહેલા તબક્કામાં 124 સ્કૂલોનું લિસ્ટ પંચાયત સેવા પસંદગી મંડળને સોંપાયું છે, જેમાં મોટા ભાગની ગ્રાન્ટેડ સ્કૂલોનો સમાવેશ કરાયો છે, પરંતુ આવનારા સમયમાં સ્કૂલોની સંખ્યા વધવાની માગ થશે તો મોટી સંખ્યામાં ખાનગી સ્કૂલોને પણ આ પરીક્ષામાં સામેલ કરવામાં આવશે.
જલ્દી કરો! ધોરણ 10 અને 12 પાસ માટે પોસ્ટ ઓફિસની સરકારી નોકરી માટે અરજી કરવા માટે કાલે છેલ્લો દિવસ

Gujarat Circle India Post Recruitment, Sarkari Naukri: ભારતીય ટપાલ વિભાગે 188 ખાલી જગ્યાઓ (Indian Post Recruitment 2022) માટે ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. અહીં નોકરી મેળવવા માટે, ઉમેદવારોએ 22 નવેમ્બર 2022 સુધીમાં સત્તાવાર વેબસાઇટ dopsportsrecruitment.in પર અરજી કરવાની રહેશે. આ સમાચારને વિગતવાર વાંચવા અહી ક્લિક કરોધોરણ 10 પાસ માટે એરફોર્સમાં સરકારી નોકરી, 23 નવેમ્બર છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી

10th Pass Govt Job IAF Agniveer vayu Recruitment 2022: ધોરણ 10 પાસ માટે એરફોર્સમાં સરકારી નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે અરજી કરવા માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. અરજી કરતા પહેલા, ઉમેદવારે આપેલી આ બધી મહત્વપૂર્ણ બાબતો ધ્યાનથી વાંચવી જોઈએ. ઉપરાંત, આ ભરતી પ્રક્રિયા હેઠળ, તમે ભારતીય વાયુસેના (10th pass sarkari nokri) માં નોકરી મેળવી શકો છો. આ સમાચારને વિગતવાર વાંચવા માટે અહી ક્લિક કરો

Published by: Rahul Vegda
First published: November 21, 2022, 7:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading