દર્દનાક Accident! પ્રસંગમાંથી પરત ફરતી બેકાબૂ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ, યુવતી સહિત ત્રણના મોત

News18 Gujarati
Updated: December 9, 2021, 7:10 PM IST
દર્દનાક Accident! પ્રસંગમાંથી પરત ફરતી બેકાબૂ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ, યુવતી સહિત ત્રણના મોત
અકસ્માતમાં મોતને ભેટેલી યુવતી અને અકસ્માતગ્રસ્ત કાર

uttar pradesh car accident: આ અકસ્માતમાં યુવતી સહિત ત્રણ લોકોના દર્દનાક મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. જેમને પોલીસની મદદથી પ્રતાપગઢની મેડિકલ કોલેજમાં (medical college) દાખલ કરાવી હતી. ડોક્ટરે બંનેની હાલત ગંભીર જણાવતા પ્રયાગરાજ રેફર (Prayagraj Referee) કરવામાં આવી હતી.

  • Share this:
પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશના પ્રતાભગઢમાં (Pratapgarh) ગમખ્વાર માર્ગ અકસ્માતમાં (Road Accident) ત્રણ લોકોના દર્દનાક મોત થયા હતા. આ ઘટના ઉત્તર પ્રદેશા પ્રતાભગઢના કૌહડૌર પોલીસ સ્ટેશન (Kauhdaur Police Station) અંતર્ગત આવતા લાખીપુર ગામની છે. અહીં ગુરુવારે સવારે એક બેકાબૂ કાર ઝાડ (full speed car hit three) સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં યુવતી સહિત ત્રણ લોકોના દર્દનાક મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. જેમને પોલીસની મદદથી પ્રતાપગઢની મેડિકલ કોલેજમાં (medical college) દાખલ કરાવી હતી. ડોક્ટરે બંનેની હાલત ગંભીર જણાવતા પ્રયાગરાજ રેફર (Prayagraj Referee) કરવામાં આવી હતી.

કાર ડ્રાઈવરને ઉંઘની ઝપકી આવી જતાં દુર્ઘટના ઘટી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કારમાં યુવતી સહિત પાંચ લોકો સવાર હતા. તમામ લોકો તિલક સમારોહમાં સામેલ થવા માટે પ્રયાગરાજ ગયા હતા. ઘર પરત ફરતા સમય પ્રતાપગઢમાં અકસ્માતનો ભોગ બન્યા હતા.

ઘટનાનો ભોગ બનેલા લોકો બસ્તી અને ગોરખપુર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં સુશીલ, હરિશંકર, આશિ સિંહનું મોત થયું છે, જ્યારે સુરેન્દ્ર અને દેવી શરણને ઈજા થઈ છે.આ ભયાનક માર્ગ અકસ્માત બાદ પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.

બીજી તરફ કારમાં પણ બ્લાસ્ટ થયો છે. માહિતી મળતાં જ ગ્રામજનોનું ટોળું સ્થળ પર એકત્ર થઈ ગયું હતું. પોલીસે કાર પોતાના કબજામાં લીધી છે. મૃત્યુની માહિતી મળતા જ બસ્તી અને ગોરખપુર જિલ્લાના સંબંધીઓ રડતા-રડતા મેડિકલ કોલેજ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ-Ahmedabad news: પોલીસની શરમજનક કરતૂત! નિકોલ પોલીસકર્મીએ રોડ પરના ગરીબ કરતાંય જાય તેવું કર્યું

પોસ્ટમોર્ટમ બાદ પરિવાર મૃતદેહને લઈને ગોરખપુર જવા રવાના થશે. એસપી સતપાલ અંતિલે જણાવ્યું કે કાર અકસ્માતની જાણકારી આજે સવારે મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ પણ વાંચોઃ-Drugs racket: દુબઈથી ડ્રગ્સ માફિયા કૈલાશ રાજપૂત 30 કિલો MD ડ્રગ્સ Mumbai મોકલતો હતો, બેની ધરપકડ

પોલીસે તમામ મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં પણ માર્ગ અકસ્માતમાં બે મિત્રોના મોત નીપજ્યા હતા.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકો સાથે થઇ શકે છે દગો, જાણો રાશિફળ

આ અકસ્માતમાં જન્મ દિવસની ઉજવણી કરવા માટે ત્રણ મિત્રો એક્ટિવા ઉપર જતાં હતા ત્યારે ડમ્પરે અડફેટે લેતા બે મિત્રોના મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Published by: ankit patel
First published: December 9, 2021, 6:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading