પુત્રવધૂના કેસથી કંટાળીને સાસુ-સસરાએ કર્યો આપઘાત, 24 કલાક આંગણામાં પડ્યા રહ્યા બંનેના મૃતદેહો

News18 Gujarati
Updated: July 28, 2021, 7:21 PM IST
પુત્રવધૂના કેસથી કંટાળીને સાસુ-સસરાએ કર્યો આપઘાત, 24 કલાક આંગણામાં પડ્યા રહ્યા બંનેના મૃતદેહો
ઘટના સ્થળે પોલીસ અને પરિવજનો

Rajasthan news: પુત્રવધૂ દ્વારા કરવામાં આવેલા કેસ અને પારિવારિક કંકાસના કારણે પરેશાન હતા. રુંવાડા ઊભા કરી નાંખે એવી આ ઘટનાની દુઃખદ બાબત એ છે કે મોત બાદ આશરે 24 કલાક સુધી બંનેની લાશો ઘરના આંગળામાં પડી રહી હતી.

  • Share this:
બાડમેરઃ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા (India-Pakistan international border) ઉપર સ્થિત બાડમેર જિલ્લામાં એક વૃદ્ધ દંપત્તીએ ઝેર ખાઈને આત્મહત્યા (Old age couple suicide in barmer) કરી લીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે બંનેએ પુત્રવધૂ દ્વારા કરવામાં આવેલા કેસ અને પારિવારિક કંકાસના કારણે પરેશાન હતા. રુંવાડા ઊભા કરી નાંખે એવી આ ઘટનાની દુઃખદ બાબત એ છે કે મોત બાદ આશરે 24 કલાક સુધી બંનેની લાશો ઘરના આંગળામાં પડી રહી હતી. મંગળવારે જ્યાં દંપતીનો પુત્ર ઘરે પહોંચ્યો ત્યારે ઘટના અંગે જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં નાગાણા પોલીસ સ્ટેશનની (Nagana police station) ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. આ ઘટના અંગે સમગ્ર ગામમાં સન્નાટો છવાયો હતો.

નાગાણા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ નરપતદાને જણાવ્યું કે ઘટના ભુરટિયા ગામની છે. અહીં ખુમારામ જાટ અને તેની પત્ની ચંપાદેવીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પ્રારંભિક જાણકારી પ્રમાણે ખુમારામના બે પુત્રો છે. બે પુત્રો પૈકી એક પુત્રની પત્ની લાંબા સમયથી સાસરીમાં આવતી ન હતી. તેણે પોતાના પતિ અને સાસુ, સસરા ઉપર કેસ કર્યો હતો.

જેમાં છૂટાછેડા અને દહેજ માટે ત્રાસનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ અંગે અનેક વખત સ્તર ઉપર અનેક વાર પંચ પણ બોલાવી હતી. તેમના પરિવારમાં અનેક વર્ષોથી પારિવારીક કંકાસ ચાલી રહ્યો હતો. તેમજ ફેક્ટરીમાં ખોટના કારણે નુકસાનની વાત પણ સામે આવી છે.

આ પણ વાંચોઃ-નરાધમ પુત્રનું કારસ્તાન! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર, વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ

આ પણ વાંચોઃ-પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો, પુત્ર ગુજરાતમાં નોકરી કરતો હતો

આ દિવસોમાં ખુમારામ અને તેની પત્ની પોતાના પુત્ર સાથે બાલોતરામાં હતા. સોમવારે જ બાલોતરાથી ગામ આવ્યા હતા. રાત્રે જમ્યા બાદ સુઈ ગયા હતા. ખાવામાં ઝેર ભેળવીના કારણે તેમને ઉલ્ટીઓ થવા લાગી હતી.આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ગીર સોમનાથના ઉનામાં ઊંઘતી બે બાળકીઓને સાપે ડંખ માર્યો, બે બહેનોના મોતથી પરિવાર શોકાતુર

ત્યારબાદ બંને તડપી તડપીને દમ તોડ્યો હતો. તેમને કોઈ સંભાળવા વાળું પણ નહતું. આમ 24 કલાક સુધી બંનેલી લાશ ઘરના આંગણામાં પડી રહી હતી. મંગળવારે જ્યારે પુત્ર ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ જાણકારી મળતાં ભુરટિયા સરપંચ ઉત્તમચંદ ખોથ સહિત ગામના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ત્યારબાદ જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને બંનેની લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. બાયતુ ડીએસપી પણ ઘટના સ્થળે પહોંચી અને ઘટનાની જાણકારી લીધી હતી. પોલીસ આગળની કાર્યવાહી હાથધરી હતી.
Published by: ankit patel
First published: July 28, 2021, 6:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading