એપ્રિલ મહિનામાં જન્મેલા લોકોના પ્રેમ, સ્વભાવ અને કરિયર વિશે

News18 Gujarati
Updated: April 1, 2018, 1:23 PM IST
એપ્રિલ મહિનામાં જન્મેલા લોકોના પ્રેમ, સ્વભાવ અને કરિયર વિશે
કેવા હોય છે એપ્રિલ મહિનામાં જન્મેલા લોકો

કેવા હોય છે એપ્રિલ મહિનામાં જન્મેલા લોકો

 • Share this:
તમારો જન્મ કોઈ પણ વર્ષના એપ્રિલ મહિનામાં થયો હોય તો, જાણી લો તમારા માટે લકી ડિટેલ્સ

લકી નંબર  -  1,4,5,8
લકી કલર   -   કેસરી, મેરૂન, ગોલ્ડન

લકી ડે         -   બુધવાર, શુક્રવાર, રવિવાર
લકી સ્ટોન -   માણિક
 • એસ્ટ્રોલોજી અનુસાર આ મહિનામાં જન્મેલા લોકો ખૂબ જ સુંદર, હસમુખ અને જીદ્દી સ્વભાવના હોય છે અને હસમુખ સ્વભાવના કારણે ફ્રેન્ડલીસ્ટ પણ લાંબુ હશે.

 • તમે કલાકાર પણ કહેવાઈ શકો છો, ભલે તમે કલા ફિલ્ડમાં હોવ કે નહીં. પરંતુ દરેક વાત પ્રત્યે તમારી અદા કલાત્મક જ હશે.

 • તમે જીજ્ઞાસુ સ્વભાવના હશો. દરેક વાતને ઊંડાણથી લેવું અને તે વિશે બધું જાણી લેવું એ તમારા વ્યવહારમાં હશે. પરંતુ ક્યારેક આ જીજ્ઞાસા બીજા માટે માથાનો દુખાવો બની જાય છે. કારણ કે જાણેઅજાણે તમે લોકોની અંગત વાતો જાણવા માટે પણ ઈચ્છુક થઈ જાવ છો.

 • એપ્રિલ મહિનામાં જન્મેલા લોકો જીદ્દી સ્વભાવના હોય છે પરંતુ આ જીદ નેગેટિવ નહીં પરંતુ તેને પોઝિટીવ લો. કારણ કે આ લોકો જ્યારે કંઈક કરવાનું નક્કી કરી લે ત્યારે
  કોઈની પણ મજાલ નથી કે તમારા રસ્તામાં આવી શકે.

 • જીદ્દ સાથે જુસ્સો પણ હોવાથી એકવાર નક્કી કરેલી વાત પૂરી કરીને જ રહે છે. અને એ જ જુસ્સો તમને સફળતાની સીડી સુધી પહોંચાડે છે.

 • તેઓ ખૂબ જ નીડર હોય છે. કોઈ પણ કામ કરે તેના ખરાબ પરિણામથી તેઓ નથી ડરતા.

 • તમારી અનોખી ખૂબી હોય છે તમારો ગુસ્સો. પરંતુ આ ગુસ્સાને તમારી ખામી ના કહી શકાય કારણ કે ઘણી વખથ ગુસ્સો તમને અન્યાય જોઈને જ આવે છે. ગુસ્સો કોઈ તમારી વાત માની ના લે ત્યાં સુધી તમે કોઈનું નથી સાંભળતા.

 • આ લોકો પોતાના કામ અને કરિયરને લઈને કોઈ બાંધછોડ નથી કરતા.

 • તેઓ મીડિયા, એડવર્ટાઈઝીંગ, સ્પોર્ટ્સ અને પોલિટિક્સમાં સફળ વધુ રહે છે.

 • પૂરી નિષ્ઠા સાથે કામ કરવાના કારણે તમે જે પણ ક્ષેત્રમાં કામ કરો તેમાં સફળતા મેળવીને રહો છો.

 • પ્રેમની બાબતે તમારા જેવો કમિટેડ સાથી મળવો મુશ્કેલ છે. પણ પ્રેમ માટે તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે પ્રેમને પૂરા મનથી નીભાવો  છો.

 • તમારી ખાસ વાત એ છે કે તમે જેને પ્રેમ કરો છો તે પ્રેમ સાચો જ હોય છે, અને તેને હંમેશા ખૂશ રાખવાની કોશિશ કરો છો.

 • એપ્રિલ મહિનામાં જન્મેલા લોકોને એક ખાસ સલાહ કે અજાણ્યા લોકો પર ભરોસો ના કરશો.

Published by: Bansari Shah
First published: April 1, 2018, 1:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading