Oracle Speaks, 7 December 2022: સિંહ રાશિના જાતકોએ રાખવું સ્વાસ્થ્યનું ધ્યાન, જાણો આજનું રાશિફળ


Updated: December 7, 2022, 2:25 PM IST
Oracle Speaks, 7 December 2022: સિંહ રાશિના જાતકોએ રાખવું સ્વાસ્થ્યનું ધ્યાન, જાણો આજનું રાશિફળ
ORACLE SPEAKS 7th December

Oracle Speaks Today, 7 December 2022: જે લોકો તમારી કાળજી લે છે, તેમની સામે સત્ય બોલવા માટે તમારે કદાચ ઘણી બધી હિંમતની જરૂર પડી શકશે. તમારા ઉપરી અધિકારીઓ તરફથી મંજૂરી મળવામાં સમય લાગી શકે છે. કાનૂની પેન્ડિંગ પડેલા કામો માં થોડી હલચલ જોવા મળી શકે છે છે.

  • Share this:

મેષ : 21 માર્ચ-19 એપ્રિલ


તમને આ સમયે જોખમ લેવાનું મન થઈ શકે છે, પરંતુ તે માટે રાહ જોવી સલાહભર્યું છે. તમે કાર્યસ્થળ પર ચોક્કસ એકલતા પણ અનુભવી શકો છો. મુસાફરી કરતી વખતે તમારી વસ્તુઓની કાળજી લો.

લકી સાઇન - એક વાદળી બેગ

વૃષભ : 20 એપ્રિલ-20 મે


નવા પ્રયાસોમાં હાલ પૂરતા વાંધા કે વિલંબ ત્યાં હોઈ શકે છે. જો તમે આગળ અભ્યાસ કરવાનું મન બનાવી લીધું હોય તો તમારે તેમાં આગળ વધવું પડશે. એક અનધિકૃત દસ્તાવેજ તમારી ચિંતાનું કારણ બની શકે છે.

લકી સાઇન - એક નિયોન બેન્ડ

મિથુન : 21 મે - 21 જૂન


કેઝ્યુઅલ વાતચીત નવી શક્યતાઓની તક આપી શકે છે. કોઈ વિષય પર વધુ વિસ્તારથી સમજવું પડી શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. કામકાજ માટે ટૂંકા પ્રવાસના સમાચાર કેટલાક લાભ સાથે ઉત્સાહ અપાવી શકે છે.

લકી સાઇન - એક હીરો

કર્ક : 22 જૂન-22 જુલાઈ


ઘણા મિત્રો તમારા તરફ આકર્ષિત થશે, પરંતુ તમે ફક્ત થોડા જ મિત્રો સાથે જોડાયેલા રેહશો. દિવસ દરમિયાન થોડું ડિપ્રેશન આવી શકે છે, પરંતુ સભાનપણે તેમાંથી બહાર નીકળવાની જરૂરિયાત રહેશે. અડધા દિવસમાં એકલા ફરી મંથન કરી શકો છો.

લકી સાઇન - એક લીલો ડ્રેસ

સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ


તમારી હિલચાલ પર નજર રાખો, કારણ કે એક નાનો વળાંક અથવા બેદરકારી તમને ઈજા પહોંચાડી શકે છે. તમને રુચિ હોય કે ન પણ હોય તેવી વ્યક્તિને પણ સારો બદલો આપવા તૈયાર રહો. પગાર અંગે સારા સમાચાર અથવા પ્રમોશન કાર્ડ મળી શકે છે.

લકી સાઇન - એક કીહોલ

કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


નવા કપડા અથવા અચાનક ખરીદીની પળો તમારા દિવસને આનંદિત કરી શકે છે. કામનો વધારે બોજ ન હોવાને કારણે મિત્રોને મળવા માટે સારો દિવસ છે. પાછલી યાદો તમને આનંદમાં લાવી શકે છે.

લકી સાઇન - સોનાની ચંપલ

તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


તમારા નવા વિચારની સંભાવનાઓ હવે આકાર લઈ રહી છે. જો તમે ભૂતકાળમાં કોઈને પરેશાન કર્યા હતા, તો તમારે ફરીથી તેનો સામનો કરવો પડી શકે છે. ઘરનો કોઈ શાંત ખૂણો તમારા મનને શાંતિ આપી શકે છે.

લકી સાઇન - એક સ્ટેમ

વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


જો તમે નવી નોકરી માટે અરજી કરી રહ્યાં હોવ તો તમારી જાતને નાની અડચણ માટે તૈયાર કરો. મેનેજમેન્ટ સમક્ષ રજૂઆતમાં તમને મિશ્ર પ્રતિસાદ મળી શકે છે. એક જ સમયે વિવિધ કામો કરવાના પ્રયાસ કરશો નહીં.

લકી સાઇન - એક રોકિંગ ખુરશી

ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


તમે આર્ટની કોઈ વસ્તુથી ખૂબ પ્રેરિત થઈ શકો છો. તમારા વ્યક્તિત્વના પાસાઓ તમારા માટે વધુ સ્પષ્ટ થઈ શકે છે. વ્યવસાયમાં નવી યોજના તમને પ્રેરિત રાખી શકે છે.

લકી સાઇન - ફોટો ડિસ્પ્લે

મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


જ્યાં સુધી કોઈ તમારી સાથે અંગત રીતે શેર ન કરે ત્યાં સુધી, તમારે કોઈ માહિતી પર વિશ્વાસ ન કરવું જોઈએ. કોઈ નવો વ્યક્તિ તમારા આંતરિક વર્તુળમાં પ્રેવેશવાનો પ્રયત્ન કરી શકે છે. રોકડ પ્રવાહ વધુ સારો રહી શકે છે.

લકી સાઇન - એક આર્ટ ગેલેરી

કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી


મોટાભાગે તમે ઘરેલું બાબતોમાં વ્યસ્ત રહી શકો છો. ઘણા બધા ઉકેલો તમને ન પણ મળી શકે. આવકનો વધારાનો સ્ત્રોત તમારો દિવસ બનાવી શકે છે.

લકી સાઇન - લોક અને ચાવી

મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


જે લોકો તમારી કાળજી લે છે, તેમની સામે સત્ય બોલવા માટે તમારે કદાચ ઘણી બધી હિંમતની જરૂર પડી શકશે. તમારા ઉપરી અધિકારીઓ તરફથી મંજૂરી મળવામાં સમય લાગી શકે છે. કાનૂની પેન્ડિંગ પડેલા કામો માં થોડી હલચલ જોવા મળી શકે છે છે.

લકી સાઇન - દોરડું
Published by: Rahul Vegda
First published: December 7, 2022, 7:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading