tarot weekly predictions 23 to 29 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ
(tarot saptahik rashibhavishya)
મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ)
મેષ રાશિના જાતકો માટે સપ્તાહ થોડું મુશ્કેલીભર્યું સાબિત થઇ શકે છે. ટૂંકા ગાળાનો આર્થિક લાભ જોઇને જો પોતાના આદર્શો સાથે સમાધાન કરશો તો તો તેનું ખોટું પરિણામ આવી શકે છે. કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે કે, અત્યારે ભલે સમય અઘરો છે પરંતુ, તમે યોગ્ય માર્ગ પર ચાલી રહ્યા છો અને પોતાના મૂલ્યો સાચવવા.
એન્જલ મેસેજ: આર્કેન્જ્લ માઈકલ અને રફેલને પ્રાર્થના કરો કે, આસપાસના લોકો, સંબંધો કે પરિસ્થિતિઓના કારણે જે ડરની લાગણીઓ અનુભવી રહ્યા છો તે દૂર કરે.
વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
તમારા માટે આ સપ્તાહ નકારાત્મક જણાઈ રહ્યું છે તેવામાં વૃષભ રાશિના જાતકો માટે કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, આ સપ્તાહે પોતાના વિચારો પર ખાસ કરીને ધ્યાન આપવું અને કોઈ પણ બાબતે ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું. જરૂર વિનાની કોઈ પણ વસ્તુ જીવનમાં હોય તે આ સપ્તાહે કાઢી નાખવી. સંબંધો અને મિત્રતા પર ધ્યાન આપવું.
એન્જલ મેસેજ: જયારે તમે નર્વસ થાવ ત્યારે તમારા કામ અને હેતુ પર ધ્યાન આપવું.
મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
મિથુન રાશિના જાતકો માટે કાર્ડ્સ તરફથી સંદેશ છે કે, તમે જે મહેનત કરી છે તેના પરિણામ આ સપ્તાહે મળવાના શરુ થશે. કોઈ પણ જાતની ઉતાવળ ના કરવી અને અન્ય લોકોની વાતોમાં આવીને કશું જ ક્યારે પણ ના કરવું. તમે જે કરી રહ્યા છો તે બરાબર છે, સમાજની વધુ પડતી ચિંતા કરવી નહિ.
એન્જલ મેસેજ: તમારે તમારી આસપાસના લોકોને પ્રેમનું મહત્ત્વ સમજાવવાનું છે અને તે માટે તમારે સૌથી પહેલા પ્રેમ કેળવવાનો છે.
કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
આ સપ્તાહ તમારા માટે ઘણી તકો લઈને આવશે જેમાં લાંબા ગાળે પણ સફળતા મળવાના ચાન્સીસ છે. જો કે, હાલ તમારે ટૂંકા ગાળાનું પ્લાનિંગ કરીને આગળ વધવું જોઈએ તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. કોઈ પણ પ્રકારના અભિમાનમાં આવવું નહિ અને અન્ય લોકો સાથે સૌમ્યતા પૂર્વક વર્તન કરવું.
એન્જલ મેસેજ: મણિપુર ચક્ર પર ફોકસ કરીને ધ્યાન ધરવું. પેટના રોગોથી સાચવવું.
સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ હવે સ્વયં પર ફોકસ કરવાનું છે તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. ઘણા સમયથી એક જ પ્રકારે જીવન ચાલી રહ્યું છે અને તેના કારણે ખૂબ જ કંટાળો ઘેરી વ્યો હોવાનું જણાઈ રહ્યું છે તેવામાં તમને જે ગમે છે તે બાજુ ધ્યાન આપીને થોડા રિલેક્સ થાવ તો જે કામ કંટાળો આપે છે તે ખૂબ જલ્દી પૂર્ણ થશે.
એન્જલ મેસેજ: પ્રોસેસ્ડ, ફૂડ, કેમિકલ્સ, એડિટિવ્સ વગેરેથી દૂર રહેવું, તમને માનસિક ઈજા કરે તેવા સંબંધો અને લોકો કે પરિસ્થિતિથી પોતાને અલગ રાખવા.
કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ પોતાના વિચારોના કારણે નેગેટિવ બની શકે છે. સરખામણીથી ખાસ કરીને દૂર રહેવું. તમારી પોતાની ટેલેન્ટને વધુ સારી કરવાના પ્રયત્નો કરવા અને અન્ય લોકોની વાતમાં આવીને પોતાની ટેલેન્ટ પર ડાઉટ કરવો નહિ.
એન્જલ મેસેજ: તમારા વિચારો અને એક્શન તમારા આદર્શો સાથે મેચ થાય તે રીતે તમારા માટે જે યોગ્ય છે તેમ કરવું.
તુલા રાશિફળ (Libra) (ર.ત):
આવનારું સપ્તાહ તુલા રાશિના જાતકો માટે સામાન્ય જણાઈ રહ્યું છે. કાર્ડ્સ કહી રહ્યા છે કે, જે પણ પેન્ડિંગ કામો કે કમિટમેન્ટ બાકી છે તે ધીમે-ધીમે પૂર્ણ કરવાનું આ સપ્તાહે શરુ કરવું. કરિયર કે રીલેશન માટેનું જે પણ પ્લાનિંગ તમારા મનમાં ઘણા સમયથી ચાલી રહ્યું છે તેની પર પણ આ સપ્તાહે કામ કરવું.
એન્જલ મેસેજ: કોઈ પણ નેગેટિવ વિચારો આવે ત્યારે કેન્સલ. ક્લિયર ડિલીટ એમ બોલીને એ વિચારોના સ્થાને હકારાત્મક વિચારો ભરી દેવા.
વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):
આ સપ્તાહે તમારી સામે ઘણી બધી હકીકતો આવી શકે છે કે, જે તમારા માટે સ્વીકારવી પણ ખૂબ જ અઘરી બની શકે છે પરંતુ, તે સ્વીકારીને આગળ વધવું તે જ એક માર્ગ છે તેમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. તમારો પોતાનો અંતરાત્મા જ તમારા માટે સૌથી મોટો માર્ગદર્શક બની રહેશે. તો થોડું ધ્યાન કરવાથી ફાયદો થશે.
એન્જલ મેસેજ: નોન વેજ ફૂડ આ સપ્તાહે ટાળવું. બને તેટલું સાદું ભોજન અને ફ્રુટ્સનું સેવન જ કરવું.
ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ જે વિચારું હોય તેનાથી અલગ જ થશે અને તેના કારણે નવું શીખવા મળશે. કાર્ડ્સ કહી રહ્યા છે કે, જીવનના કોઈ પણ તબક્કે જો કોઈ મહત્ત્વનો નિર્ણય તમે લેવાના હોવ તો તેમાં હજુ કશુક એવું છે જે તમારે જાણવાનું છે તો નિણર્ય લેવામાં ઉતાવળ ના કરવી. જૂની પેટર્ન બ્રેક ર્કવાનો સમય આવી ગયો છે.
એન્જલ મેસેજ: તમારા મનની ઈચ્છા પૂરી થવામાં અવરોધરૂપ જે પણ વર્તન છે તે લેટ ગો કરી શકો અને જે પણ એડિકશન છે તે છોડી શકો તે માટે આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરો.
મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
મકર રાશિના જાતકો માટે હમણાં થોડો કઠિન સમય ચાલી રહ્યો છે તેવામાં પોતાના વિચારો વ્યક્ત ના કરી શકો અને તેના કારણે ડીપ્રેશન જેવું લાગવાના ચાન્સીસ કાર્ડ્સ દર્શાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં કાર્ડ્સ સૂચવી રહ્યા છે કે, પોતાના ગુરુ કે જે ભગવાનને માનતા હોવ તેમને પ્રાર્થના કરો અને સંપૂર્ણપણે તેમનું શરણ લેવું. પોતાના વિચારો અન્ય લોકો સામે મૂકવા યોગ્ય છે તેમ યાદ રાખવું.
એન્જલ મેસેજ: માતા-પિતા સાથે ભૂતકાળમાં જે પણ પ્રોબ્લેમ્સ થયા હોય તે હીલ થાય તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.
કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
સૂર્ય હાલ કુંભ રાશિમાં છે અને તેના કારણે આ રાશિના જાતકો કે જે ખૂબ જ ઈમોશનલ હોય છે તેમના માટે આ સપ્તાહ થોડું વધારે કપરું થઇ શકે છે કેમ કે, તમારા ઈમોશાન્સના કારણે તમને ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવોને તમારું મગજ ખૂબ જ આકરી રીતે તમારી સામે મૂકશે અને તમે સતત પોતાની જાત લડ્યા કરશો. આ પરિસ્થિતિમાં સોલો ટ્રાવેલ, ટ્રેકિંગ ટ્રીપ અથવા હવા ફેર કરવાનું કાર્ડ્સ કહી રહ્યા છે.
એન્જલ મેસેજ: સિંગિંગ કે ડાન્સિંગ જેવી તમારી ગમતી પ્રવૃત્તિમાં તમારે ધ્યાન આપવું.
મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ મિશ્રિત જણાઈ રહ્યું છે. એક તરફ તેઓ ઘણા લોકોની હકીકતથી વાકેફ થઇ શકે છે તો બીજી તરફ કોની પર વિશ્વાસ કરવો અને કોની પર નહિ તે વિમાસણમાં અન્ય લોકોને જજ કરી શકે છે. કાર્ડ્સ કહી રહ્યા છે કે, પોતાના વિચારોથી સતત જાગૃત રહેવું અને જે બદલાવો તમારામાં આવી રહ્યા છે તે સ્વીકાર કરવા.
એન્જલ મેસેજ: પાસ્ટ લાઈફમાંથી જે પણ લર્નિંગ લેવાના છે, જજે રિલીઝ કરવાનું છે અને જે હીલ કરવાનું છે તે બધું જ થાય તે માટે એન્જ્લ્સને પ્રાર્થના કરવી.