શું તમે જાણો છો કે પૂર્વ જન્મમાં તમે કોણ હતા? તો જાણો એક ક્લીક પર...

News18 Gujarati
Updated: June 3, 2018, 3:46 PM IST
શું તમે જાણો છો કે પૂર્વ જન્મમાં તમે કોણ હતા? તો જાણો એક ક્લીક પર...

 • Share this:
આપણા માટે હંમેશા જિજ્ઞાસાનો વિષય રહ્યો છે કે હું ગયા જન્મ શું હતો, ક્યાં હતો, શું કરતો હતો... વગેરે વગેરે સવાલો થતાં હોય છે. દરેક માણસને મનુષ્યનો જન્મ આસાનીથી પ્રાપ્ત નથી થતો. તેને મનુષ્યની યોનીમાં જન્મ લેતા પહેલા અનેક રૂપોમાં વારંવાર જન્મ લેવો પડે છે અને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે.

કહેવાય છે કે વ્યક્તિનું જીવન પૂર્વ જન્મમાં તેના કર્મોના અનુસાર થાય છે. જોકે પુનર્જન્મના ધારણાઓ હજુ પણ એક ચર્ચાનો વિષય છે અને ઘણા લોકો પૂર્વ જન્મ અથવા પુર્વજન્મ જેવી વાતો પર વિશ્વાસ નથી કરતા. પરંતુ વૈદિક શાસ્ત્ર પુનર્જન્મની સંકલ્પનાઓને માને છે.

દુનિયાભરમાં મનુષ્યના અવતારને લઇને લોકોની માન્યતા છે કે મનુષ્ય મૃત્યુ પામે ત્યારે તેનું શરીર નષ્ટ થઇ જાય છે.પરંતુ આત્મા મરતો નથી. આત્મા બીજું શરીર ધારણ કરી લે છે. તેવું માનવામાં આવે છે કે મનુષ્યના અવચેતનમાં પૂર્વ જન્મની થોડીક સ્મૃતિ બની રહે છે. જો કે દુનિયામાં ફક્ત 0.3 ટકા લોકો જ તેમના પાછલા જન્મની સ્મૃતિઓને યાદ કરી શકે છે.

ત્યારે અમે આપને તમારી રાશી પરથી જણાવીએ કે તમે ગયા જન્મમાં શું હતાં?

 • મેષઃ- આ રાશિના લોકો ગયા જન્મમાં અશ્વ અર્થાત્ ઘોડાની યોનીમાં હતા.
 • વૃષભઃ- જો તમારી રાશિ વૃષભ છે તે તમારો જન્મ સર્પ અર્થાત્ સાપ યોનીમાં થયો હતો.

 • મિથુનઃ- મિથુન રાશિના જાતક શ્વાન અર્થાત્ કૂતરાંની યોનીમાં હતા,

 • કર્કઃ- તમે પાછલા જન્મમાં કોઈ માર્જાર અર્થાત્ બિલાડીના રૂપમાં હતા.

 • સિંહઃ- સિંહ રાશિવાળા પોતાના પૂર્વ જન્મમાં મૂષક અર્થાત્ ઉંદરની યોનીમાં હતા.

 • કન્યાઃ- તમે તમારા પાછલા જનમમાં વ્યાઘ્ર અર્થાત્ વાઘની યોનીમાં જન્મ લીધો હતો.

 • તુલાઃ- આ રાશિવાળાએ પોતાના પૂર્વ જન્મમાં મહિષ અર્થાત્ ભેંસની યોનીમાં હતા.

 • વૃશ્ચિકઃ- જો તમારી રાશિ વૃશ્ચિક છે તો તમે પૂર્વ જન્મમાં મૃગ અર્થાત્ હરણના રૂપમાં હશો.

 • ધનઃ- ધન રાશિવાળા પોતાના પૂર્વ જન્મમાં વાનર યોનીમાં જનમ્યા હતા.

 • મકરઃ- જ્યોતિષશાસ્ત્રમાં મકર રાશિવાળા માટે ગયા જનમમાં સિંહ યોની બતાવવામાં આવી છે.

 • કુંભઃ- આ રાશિના લોકો મનુષ્ય જન્મ પહેલા ગૌ અર્થાત્ ગાયના રૂપમાં હતા.

 • મીનઃ- આ રાશિવાળા માટે જ્યોતિષશાસ્ત્રમાં ગજ અર્થાત્ હાથીના જન્મમાં બતાવવામાં આવ્યો છે.

Published by: Nisha Kachhadiya
First published: June 3, 2018, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading